
Yuvraj Singh Biopic: યુવરાજ સિંહે પોતાની બાયોપિક અંગે વાત કરતાં જણાવ્યું હતું કે ફિલ્મની સ્ક્રિપ્ટ લખવાનું કામ છેલ્લા 6 મહિનાથી ચાલી રહ્યું છે. આવતા વર્ષે શૂટિંગ શરૂ થઈ શકે છે.

Gandhinagar: ભારતીય રમત સત્તામંડળ (SAI) દ્વારા શ્રી પ્રશાંત સિંહની SAI પ્રાદેશિક કેન્દ્ર ગાંધીનગરના પ્રાદેશિક નિયામક તરીકે નિમણૂક કરવામાં આવી છે. નવી જવાબદારી હેઠળ તેઓ ગુજરાત અને રાજસ્થાનમાં SAIની પ્રાદેશિક કામગીરીનું

National Sports Day: અમદાવાદમાં આજે સ્પોર્ટ્સ જર્નાલિસ્ટ્સ એસોસિયેશન ઓફ ગુજરાત (SJAG) દ્વારા ચોથા નેશનલ સ્પોર્ટ્સ ડેની ઉજવણી કરવામાં આવી હતી.

PM Modi Khelo India Dialogue: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરુવારે વર્ચ્યુઅલ માધ્યમથી યોજાયેલા ‘ખેલો ઈન્ડિયા ડાયલોગ – ખેલની વાત, વડાપ્રધાન મોદી સાથે’ કાર્યક્રમમાં દેશભરના યુવા ખેલાડીઓ સાથે સંવાદ કર્યો હતો.

Monsoon Festival: 15 ઓગસ્ટ એટલે સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી સાથે દેશભક્તિ અને ઉત્સાહનો માહોલ. ત્યારે ડાંગના સાપુતારામાં ગુજરાત ટુરિઝમ દ્વારા આયોજિત મોનસૂન ફેસ્ટિવલ અંતર્ગત ખાસ 5 કિલોમીટરની મિની મેરેથોનનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.

Vadodara: યુવા ખો-ખો ખેલાડી ધન્વિન ખોપકરને પ્રતિષ્ઠિત સરદાર પટેલ જુનિયર એવોર્ડથી સન્માનયુવા ખો-ખો ખેલાડી ધન્વિન ખોપકરની રમત ક્ષેત્રે ઉત્કૃષ્ટ સિદ્ધિને બિરદાવતા તેમને પ્રતિષ્ઠિત સરદાર પટેલ જુનિયર એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે. મધ્યમવર્ગીય પરિવારમાંથી આવતા ધન્વિને પોતાની મહેનત, સમર્પણ અને સતત પ્રેક્ટિસના બળે ખો-ખોની રમતમાં આગવી ઓળખ બનાવી છે. તેમની આ સિદ્ધિથી પરિવાર, કોચ અને વડોદરાના રમતપ્રેમીઓમાં ગૌરવની લાગણી જોવા મળી રહી છે.

જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના બોડી ગામની જિલ્લા કલેક્ટર પી.બી. પંડ્યાએ મુલાકાત લીધી હતી. આ દરમિયાન તેમણે ગામની શાળા, આંગણવાડી, સરકારી રેકર્ડ તેમજ વિવિધ ગ્રામીણ સુવિધાઓનું નિરીક્ષણ કરી પ્રશાસનિક અને વિકાસલક્ષી કામગીરીની સમીક્ષા કરી હતી.

ગુજરાતના દાહોદ જિલ્લાના દેવગઢ બારિયાની દીકરી કુમારી મિસબાબાનુ કુતુબશાહ દીવાને મલેશિયામાં યોજાયેલી આંતરરાષ્ટ્રીય ટાઈક્વોન્ડો ચેમ્પિયનશિપમાં શાનદાર પ્રદર્શન કરીને દેશ અને ગુજરાતનું ગૌરવ વધાર્યું છે. પોતાની પ્રથમ આંતરરાષ્ટ્રીય સ્પર્ધામાં જ મિસબાબાનુએ બે રજત ચંદ્રક અને એક કાંસ્ય ચંદ્રક જીતીને નોંધપાત્ર સિદ્ધિ મેળવી છે.

ભારતને 2030 કોમનવેલ્થ ગેમ્સની યજમાની મળ્યા બાદ ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અમદાવાદ પહોંચ્યા હતા. આ દરમિયાન તેમણે ભારતની રમતગમત ક્ષેત્રે પ્રગતિ અને અમદાવાદમાં યોજાનારી કોમનવેલ્થ ગેમ્સને લઈને મહત્વપૂર્ણ નિવેદન આપ્યું હતું.

કોમનવેલ્થ ગેમ્સમાં બ્રોન્ઝ મેડલ જીતીને દેશનું ગૌરવ વધારનાર પાવરલિફ્ટિંગ એથ્લીટ ઝંડુ કુમારના પ્રદર્શનથી તેમના કોચ રાજિન્દર સિંહ રેહલુએ ખુશી વ્યક્ત કરી છે. ઝંડુ કુમાર વર્ષ 2023થી SAI ગાંધીનગરમાં તાલીમ લઈ રહ્યા છે. કોચે જણાવ્યું કે ઝંડુની મહેનત, સમર્પણ અને SAI ગાંધીનગરના અનુકૂળ વાતાવરણને કારણે આ મોટી સિદ્ધિ હાંસલ થઈ છે.

ભારતની સ્ટાર વેઈટલિફ્ટર મીરાબાઈ ચાનુએ 2026ની કોમનવેલ્થ ગેમ્સમાં શાનદાર પ્રદર્શન કરીને ભારત માટે પ્રથમ ગોલ્ડ મેડલ જીત્યો છે. મીરાબાઈ ચાનુએ મહિલાઓની 48 કિગ્રા વેઈટલિફ્ટિંગ કેટેગરીમાં ગોલ્ડ મેડલ પોતાના નામે કર્યો છે. આ સાથે તેમણે કોમનવેલ્થ ગેમ્સમાં સતત ત્રીજી વખત ગોલ્ડ મેડલ જીતીને ઐતિહાસિક હેટ્રિક પૂર્ણ કરી છે.