Yuvraj Singh Biopic: યુવરાજ સિંહની બાયોપિકની તૈયારી શરૂ, આવતા વર્ષે શરૂ થઈ શકે છે શૂટિંગ

Yuvraj Singh Biopic: યુવરાજ સિંહે પોતાની બાયોપિક અંગે વાત કરતાં જણાવ્યું હતું કે ફિલ્મની સ્ક્રિપ્ટ લખવાનું કામ છેલ્લા 6 મહિનાથી ચાલી રહ્યું છે. આવતા વર્ષે શૂટિંગ શરૂ થઈ શકે છે.
Nancy ShuklaUpdated on: 31 Oct 2026 05:23 PM IST
Yuvraj Singh Biopic: યુવરાજ સિંહની બાયોપિકની તૈયારી શરૂ, આવતા વર્ષે શરૂ થઈ શકે છે શૂટિંગYuvraj Singh Biopic: યુવરાજ સિંહની બાયોપિકની તૈયારી શરૂ, આવતા વર્ષે શરૂ થઈ શકે છે શૂટિંગ

Yuvraj Singh

Yuvraj Singh Biopic: ભારતીય ક્રિકેટના દિગ્ગજ ખેલાડી યુવરાજ સિંહના જીવન પર હવે ફિલ્મ બનવા જઈ રહી છે. યુવરાજની બાયોપિકને લઈને લાંબા સમયથી ચર્ચા ચાલી રહી હતી. યુવરાજ સિંહે આ ફિલ્મ અંગે મોટો ખુલાસો કર્યો છે. તેમને જણાવ્યું છે કે બાયોપિકની સ્ક્રિપ્ટ પર છેલ્લા 6 મહિનાથી કામ ચાલી રહ્યું છે. જો તમામ તૈયારીઓ સમયસર પૂર્ણ થશે તો આવતા વર્ષે ફિલ્મનું શૂટિંગ શરૂ થઈ શકે છે.

યુવરાજ સિંહની જિંદગી કોઈ ફિલ્મી સ્ટોરીથી ઓછી નથી. એક ઓવરમાં 6 છગ્ગા ફટકારવાનો ઐતિહાસિક રેકોર્ડ હોય કે પછી કેન્સર જેવી ગંભીર બીમારી સામેની લડાઈ, તેમના જીવનમાં અનેક ઉતાર-ચઢાવ આવ્યા છે. હવે તેમની આ પ્રેરણાદાયી સફર મોટા પડદા પર જોવા મળશે.

યુવરાજ સિંહની બાયોપિકનું શૂટિંગ ક્યારે શરૂ થશે?

મીડિયા રિપોર્ટ મુજબ યુવરાજ સિંહે પોતાની બાયોપિક અંગે વાત કરતાં જણાવ્યું હતું કે ફિલ્મની સ્ક્રિપ્ટ લખવાનું કામ છેલ્લા 6 મહિનાથી ચાલી રહ્યું છે. તેમને આશા છે કે આગામી 9થી 12 મહિનામાં સ્ક્રિપ્ટ તૈયાર થઈ જશે. જો તેમની ટીમ સમયસર તમામ કામ પૂર્ણ કરી લેશે તો આવતા વર્ષે ફિલ્મનું શૂટિંગ શરૂ કરવામાં આવી શકે છે.

આ સમાચાર સામે આવ્યા બાદ ક્રિકેટ અને સિનેમા બંનેના ફેન્સમાં ઉત્સુકતા વધી છે. પરંતુ હજુ સુધી ફિલ્મની સ્ટારકાસ્ટ, ડાયરેક્ટર અને યુવરાજની ભૂમિકા કોણ ભજવશે તે અંગે કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી.

કેન્સર સામેની લડાઈ વિશે પણ કરી વાત

યુવરાજ સિંહે પોતાની બાયોપિકની સાથે કેન્સર સામેની લડાઈના દિવસોને પણ યાદ કર્યા હતા. તેને જણાવ્યું કે કારકિર્દીની શરૂઆતમાં તેમની તબિયત ઘણી વખત ખરાબ રહેતી હતી. યુવરાજના મતે સ્વાસ્થ્ય જ સૌથી મોટી સંપત્તિ છે.

તેને કહ્યું કે એક સમય એવો હતો જ્યારે તેઓ પોતાની બીમારી વિશે વાત કરવા પણ ડરતા હતા. તેને લાગતું હતું કે જો લોકોને ખબર પડશે કે તેને કેન્સર છે, તો તેનું ક્રિકેટ કરિયર સમાપ્ત થઈ શકે છે. લોકો વિચારશે કે કેન્સરથી પીડિત વ્યક્તિ હવે ક્રિકેટ રમી શકશે નહીં.

યુવરાજની કહાનીએ અનેક લોકોને પ્રેરણા આપી

યુવરાજ સિંહે વધુમાં જણાવ્યું કે તેની જીવનયાત્રાએ અનેક લોકોને મુશ્કેલીઓ સામે લડવાની પ્રેરણા આપી છે. પોતાના અનુભવો અન્ય લોકો સાથે શેર કરવા ખૂબ જરૂરી છે. મુશ્કેલ સમયમાં મિત્રો અને પરિવાર સાથે વાતચીત કરવી પણ એટલી જ મહત્વપૂર્ણ છે. હવે યુવરાજની આ સંઘર્ષભરી અને પ્રેરણાદાયી સફર ફિલ્મના રૂપમાં ક્યારે જોવા મળશે તેના પર સૌની નજર છે.

આ પણ વાંચો: Shah Rukh Khan: શાહરુખ ખાનના જન્મદિવસે મેકર્સની મોટી તૈયારી, 2 નવેમ્બરે રિલીઝ થઈ શકે છે ફિલ્મ 'કિંગ'નું ટીઝર!

AUTHOR
N

Nancy Shukla

Author details are not available.