કાલાવડના બોડી ગામે કલેક્ટર પી.બી. પંડ્યાની મુલાકાત, દફતર તપાસણી સાથે ગ્રામજનોના પ્રશ્નો સાંભળ્યા

જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના બોડી ગામની જિલ્લા કલેક્ટર પી.બી. પંડ્યાએ મુલાકાત લીધી હતી. આ દરમિયાન તેમણે ગામની શાળા, આંગણવાડી, સરકારી રેકર્ડ તેમજ વિવિધ ગ્રામીણ સુવિધાઓનું નિરીક્ષણ કરી પ્રશાસનિક અને વિકાસલક્ષી કામગીરીની સમીક્ષા કરી હતી.
Rahul Desai
Rahul Desai
કાલાવડના બોડી ગામે કલેક્ટર પી.બી. પંડ્યાની મુલાકાત, દફતર તપાસણી સાથે ગ્રામજનોના પ્રશ્નો સાંભળ્યાકાલાવડના બોડી ગામે કલેક્ટર પી.બી. પંડ્યાની મુલાકાત, દફતર તપાસણી સાથે ગ્રામજનોના પ્રશ્નો સાંભળ્યા

જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના બોડી ગામની જિલ્લા કલેક્ટર પી.બી. પંડ્યાએ મુલાકાત લીધી હતી. આ દરમિયાન તેમણે ગામની શાળા, આંગણવાડી, સરકારી રેકર્ડ તેમજ વિવિધ ગ્રામીણ સુવિધાઓનું નિરીક્ષણ કરી પ્રશાસનિક અને વિકાસલક્ષી કામગીરીની સમીક્ષા કરી હતી.

મુલાકાત દરમિયાન કલેક્ટરશ્રીએ પ્રાથમિક શાળા અને આંગણવાડીના વર્ગખંડોની મુલાકાત લઈ વિદ્યાર્થીઓ સાથે સહજ સંવાદ કર્યો હતો. તેમણે બાળકોના શૈક્ષણિક સ્તર અને જ્ઞાન અંગે પણ જાણકારી મેળવી હતી. શિક્ષકો સાથે ચર્ચા દરમિયાન તેમણે બાળકોના સર્વાંગી વિકાસ પર ભાર મૂકતા જણાવ્યું હતું કે શિક્ષણ માત્ર પુસ્તકિયા જ્ઞાન પૂરતું મર્યાદિત ન રહેવું જોઈએ. શિક્ષણની સાથે રમત-ગમત, સાંસ્કૃતિક અને અન્ય સહ-અભ્યાસિક પ્રવૃત્તિઓનું આયોજન પણ જરૂરી છે.

આ ઉપરાંત કલેક્ટરશ્રીએ ગામમાં સંપૂર્ણ દફતર તપાસણી હાથ ધરી હતી. સરકારી કામગીરીમાં પારદર્શિતા અને નિયમિતતા જળવાઈ રહે તે માટે તમામ રજિસ્ટર તથા સરકારી રેકર્ડ સમયસર અપડેટ કરી યોગ્ય રીતે જાળવવા સંબંધિત કર્મચારીઓને સૂચનાઓ આપવામાં આવી હતી.

બોડી ગામના ગ્રામજનો સાથે યોજાયેલા સંવાદ કાર્યક્રમમાં કલેક્ટરશ્રીએ લોકોની વિવિધ રજૂઆતો અને પ્રશ્નો સાંભળ્યા હતા. પ્રશ્નોના ઝડપી અને સંતોષકારક નિકાલ માટે સંબંધિત અધિકારીઓને સ્થળ પર જ જરૂરી દિશા-નિર્દેશો આપ્યા હતા.

ચોમાસાની ઋતુને ધ્યાનમાં રાખીને કલેક્ટરશ્રીએ ગામમાં વાવણીની સ્થિતિ, ખાતરની ઉપલબ્ધતા અને સિંચાઈની સુવિધાઓ અંગે પણ માહિતી મેળવી હતી. ખેડૂતોને જરૂરી વ્યવસ્થા સમયસર મળી રહે તે સુનિશ્ચિત કરવા અધિકારીઓને સૂચના આપવામાં આવી હતી.