
Ajay Devgn: બોલિવૂડ અભિનેતા અજય દેવગનના મુંબઈના જુહુ સ્થિત બંગલાને લઈને મોટો સમાચાર સામે આવ્યા છે. BMCએ બંગલાના કેટલાક ભાગ તોડી પાડ્યા હોવાના અહેવાલ છે.

Zakir Khan: જાણીતા કોમેડિયન જાકિર ખાન અને ક્રિકેટર ઈરફાન પઠાણ તાજેતરમાં અભિનેત્રી નેહા ધૂપિયા અને તેમના પતિ-અભિનેતા અંગદ બેદીના શો ‘ડબલ ડેટ’માં પહોંચ્યા હતા.

Hanuman Ansh: વર્ષ 2026માં બોક્સ ઓફિસ પર ઘણી મોટી ફિલ્મોએ શાનદાર કમાણી કરી છે, પરંતુ નફાની ટકાવારીની વાત કરવામાં આવે તો એક ઓછી બજેટની આધ્યાત્મિક ફિલ્મે બધાને ચોંકાવી દીધા છે.

Lajja Movie: બોલિવૂડની ચર્ચિત ફિલ્મ ‘લજ્જા’ને રિલીઝ થયાને 25 વર્ષ પૂર્ણ થયા છે.

બોલીવુડમાં નેપોટિઝમ હોવા છતાં સફળતા હંમેશા ખાતરીથી મળતી નથી, તેનું તાજું ઉદાહરણ ઉદય ચોપરા છે. પ્રખ્યાત ફિલ્મમેકર યશ ચોપરાના નાના પુત્ર અને નિર્માતા આદિત્ય ચોપરાના ભાઈ ઉદય ચોપરાએ વર્ષ 2000માં સુપરહિટ ફિલ્મ 'મોહબ્બતેં'થી પોતાના અભિનય કારકિર્દીની શરૂઆત કરી હતી. શરૂઆત ભવ્ય હોવા છતાં તેઓ દર્શકોના દિલ જીતવામાં નિષ્ફળ રહ્યા.

બોલિવૂડ અભિનેતા સલમાન ખાન સાથે જોડાયેલા કાળા હરણ શિકાર કેસ પર આધારિત ફિલ્મ Kala Hiran: The Battle for Legacy રિલીઝ પહેલાં જ વિવાદમાં સપડાઈ છે. અભિનેતાની લીગલ ટીમે ફિલ્મના નિર્માતાઓને કાનૂની નોટિસ મોકલી ફિલ્મની રિલીઝ અટકાવવાની માંગ કરી હોવાનું જાણવા મળ્યું છે.

બોલિવૂડના ખેલાડી અક્ષય કુમાર અને ભોજપુરી અભિનેત્રી-ગાયિકા અક્ષરા સિંહ પર ફિલ્માયેલું નવું ધમાકેદાર ગીત ‘ઘિસ ઘિસ ઘિસ’ રિલીઝ થઈ ગયું છે. રિલીઝ થતા જ આ ગીતે સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી દીધી છે અને મ્યુઝિક લવર્સ તેમજ ભોજપુરી કલાકારોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

બોલિવૂડ અભિનેતા બોબી દેઓલ ચેટ શો દરમિયાન પોતાના પિતા ધર્મેન્દ્રના વિયોગને યાદ કરતા ભાવુક થઈ ગયા હતા. વાતચીત દરમિયાન તેમણે જીવનમાં સર્જાયેલા ખાલીપા અને પિતાની યાદથી થતી પીડા વિશે ખુલ્લેઆમ વ્યક્ત કર્યું હતું, જેના કારણે સમગ્ર વાતાવરણ ભાવનાત્મક બની ગયું હતું.

અભિનેતાએ પોતાના ઇન્સ્ટાગ્રામ પર કેટલીક તસવીરો શેર કરી છે, જેમાં તેઓ રેડ લાઇટ થેરાપી લેતા જોવા મળે છે. પોસ્ટ સાથે તેમણે લખ્યું કે મસલ્સ બનાવવા માટે ત્રણ બાબતો સૌથી મહત્વપૂર્ણ છે—કસરત, સારું ખાવું અને રિકવરી, જેમાં તેઓ હાલ રેડ લાઇટ થેરાપીનો ઉપયોગ કરી રહ્યા છે. સાથે જ તેમણે મજાકમાં લખ્યું કે “આમને હાથ લગાવવું પણ મનાઈ છે.”

‘હૈ જવાની તો ઇશ્ક હોના હૈ’નું ટ્રેલર રિલીઝ કરવામાં આવ્યું છે. ટ્રેલર રિલીઝ થતા જ દર્શકો તરફથી તેને સારો પ્રતિસાદ મળી રહ્યો છે. આ ફિલ્મ એક મજેદાર કોમેડી ડ્રામા છે, જે પ્રેમ-ત્રિકોણની રસપ્રદ કહાની પર આધારિત છે.

શેખર કપૂરે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોસ્ટ શેર કરીને કહ્યું કે ડેનિયલ ક્રેગ બાદ આગામી ‘જેમ્સ બોન્ડ’ માટે તેમની પસંદગી જ્હોન અબ્રાહમ છે. તેમણે વધુમાં જણાવ્યું કે ડેનિયલ ક્રેગને પણ પ્રોડ્યુસર્સે તેમની ફિલ્મ ‘એલિઝાબેથ’માં જોયા બાદ જેમ્સ બોન્ડ માટે પસંદ કર્યા હતા.

મનીષે સેટ પરથી કેટલીક બ્લેક એન્ડ વ્હાઇટ તસવીરો શેર કરી, જેમાં સૈયામી ખેર અને તાહિર રાજ ભસીન પણ જોવા મળે છે. મનીષ પોલે પોતાના કરિયરની શરૂઆત હોસ્ટ તરીકે કરી હતી અને બાદમાં ટીવી તથા ફિલ્મોમાં સફળતા મેળવી. તેઓ તીસ માર ખાન અને મિક્કી વાયરસ જેવી ફિલ્મોમાં જોવા મળી ચૂક્યા છે