અક્ષય-અક્ષરા પર ફિલ્માયેલું ગીત ‘ઘિસ ઘિસ ઘિસ’ થયું રિલીઝ



અક્ષય-અક્ષરા પર ફિલ્માયેલું ગીત ‘ઘિસ ઘિસ ઘિસ’ થયું રિલીઝ



મુંબઈ : બોલિવૂડના ખેલાડી અક્ષય કુમાર અને ભોજપુરી અભિનેત્રી-ગાયિકા અક્ષરા સિંહ પર ફિલ્માયેલું નવું ધમાકેદાર ગીત ‘ઘિસ ઘિસ ઘિસ’ રિલીઝ થઈ ગયું છે. રિલીઝ થતા જ આ ગીતે સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી દીધી છે અને મ્યુઝિક લવર્સ તેમજ ભોજપુરી કલાકારોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
અક્ષરા સિંહે પોતાના ઈન્સ્ટાગ્રામ પર આ ગીતનો ક્લિપ શેર કર્યો હતો અને સાથે મજેદાર કેપ્શન લખ્યું હતું કે, “ચેતાવની! આ ગીત સાંભળીને જો તમે નાચવા લાગો તો તેની જવાબદારી મારી નહીં હોય.”
આ ગીત એક પાર્ટી અને ડાન્સ ઓરિએન્ટેડ આઈટમ નંબર છે, જેમાં જોરદાર બીટ્સ અને બોલિવૂડનો ગ્લેમર તેમજ ભોજપુરીનો દેશી અંદાજ જોવા મળે છે. અક્ષય કુમાર અને અક્ષરા સિંહની જબરદસ્ત ડાન્સ કેમિસ્ટ્રી ફેન્સને ખૂબ પસંદ આવી રહી છે.
ગીતમાં દર્શાવવામાં આવ્યું છે કે અક્ષય કુમાર એક ફ્લોપ ભોજપુરી એક્ટરના રોલમાં જોવા મળે છે, જ્યારે પાર્શ્વમાં પર્શા રાવલ અને જેકલીન ફર્નાન્ડિસ પણ એન્ટ્રી લે છે. એક સીનમાં જેકલીન કહે છે કે “ભોજપુરી તો હોલિવૂડથી પણ સારું છે.”
આ ગીતને ગાયક વિકરમ મોનટ્રોઝ અને સુપ્રિયા પાઠકે અવાજ આપ્યો છે, જ્યારે લિરિક્સ અભિનવ શેખરે લખ્યા છે અને સંગીત પણ વિકરમ મોનટ્રોઝે જ આપ્યું છે.
ગીત રિલીઝ થતાં જ ફેન્સ તરફથી જોરદાર પ્રતિસાદ મળી રહ્યો છે. સાથે જ ભોજપુરી ઇન્ડસ્ટ્રીના અનેક કલાકારોએ અક્ષરા સિંહને અભિનંદન પાઠવ્યા છે અને તેના પર ગર્વ વ્યક્ત કર્યો છે.
અક્ષય કુમારની આવનારી કોમેડી-એક્શન ફિલ્મ ‘વેલકમ ટુ ધ જંગલ’ પણ 26 જૂનના રોજ થિયેટરમાં રિલીઝ થવા માટે તૈયાર છે.




