Get News Alerts

Never miss breaking news updates.

Zakir Khanને ટૂરમાંથી બ્રેક લેવા અંગે તોડી ચુપ્પી, કહ્યું- ‘75 વર્ષની ઉંમર સુધી કામ કરવું છે’

Zakir Khan: જાણીતા કોમેડિયન જાકિર ખાન અને ક્રિકેટર ઈરફાન પઠાણ તાજેતરમાં અભિનેત્રી નેહા ધૂપિયા અને તેમના પતિ-અભિનેતા અંગદ બેદીના શો ‘ડબલ ડેટ’માં પહોંચ્યા હતા.
Nisha Parmar
Nisha ParmarUpdated on: 02 Oct 2026 03:31 PM IST
Zakir Khanને ટૂરમાંથી બ્રેક લેવા અંગે તોડી ચુપ્પી, કહ્યું- ‘75 વર્ષની ઉંમર સુધી કામ કરવું છે’Zakir Khanને ટૂરમાંથી બ્રેક લેવા અંગે તોડી ચુપ્પી, કહ્યું- ‘75 વર્ષની ઉંમર સુધી કામ કરવું છે’

Zakir Khan

Zakir Khan: જાણીતા કોમેડિયન જાકિર ખાન અને ક્રિકેટર ઈરફાન પઠાણ તાજેતરમાં અભિનેત્રી નેહા ધૂપિયા અને તેમના પતિ-અભિનેતા અંગદ બેદીના શો ‘ડબલ ડેટ’માં પહોંચ્યા હતા. આ દરમિયાન જાકિર ખાને પોતાના ટૂરમાંથી બ્રેક લેવા અને સ્વાસ્થ્ય અંગે ખુલાસો કર્યો હતો.

‘મને મારું કામ ખૂબ જ ગમે છે’

જાકિર ખાને જણાવ્યું કે તેમને પોતાનું કામ ખૂબ જ પસંદ છે અને તેઓ લાંબા સમય સુધી સ્ટેજ પર કામ કરવા માગે છે. તેમણે કહ્યું, “મને મારું કામ ખૂબ ગમે છે અને હું ઈચ્છું છું કે જ્યારે હું 75 વર્ષનો થાઉં ત્યારે જાવેદ સાહેબની જેમ હું પણ વાતો કરું અને શો કરું.”

જાકિરના જણાવ્યા પ્રમાણે, સતત 10 વર્ષ સુધી કામ કરવાને કારણે તેમના સ્વાસ્થ્ય પર અસર થઈ છે. તેથી તેને સુધારવા માટે તેમણે બે વર્ષનો બ્રેક લીધો છે.

માનસિક સ્વાસ્થ્ય અંગે પણ કરી વાત

શો દરમિયાન જાકિર ખાને પોતાના માનસિક સ્વાસ્થ્ય અંગે પણ વાત કરી. તેમણે કહ્યું, “મારી મેન્ટલ હેલ્થ તેની પીક પર છે, આ જ કારણે મારી ફિઝિકલ હેલ્થ સારી નથી.” તેમણે સ્પષ્ટ કર્યું કે તેમનો બ્રેક સંપૂર્ણપણે કામથી નથી. તેઓ પોતાના શહેરમાં મુસાફરી અને કામ ચાલુ રાખશે, પરંતુ બીજા શહેરોમાં ટૂર કરવાથી બ્રેક લીધો છે.

સંબંધો અને અંગત જીવન પર પણ ચર્ચા

‘ડબલ ડેટ’માં ઈરફાન પઠાણ અને જાકિર ખાને સંબંધો, અંગત લાગણીઓ અને જીવન સાથે જોડાયેલા વિવિધ મુદ્દાઓ પર પણ ચર્ચા કરી હતી. આ દરમિયાન બંનેએ એવા પાસાં વિશે વાત કરી, જેના પર સામાન્ય રીતે લોકો ખુલ્લેઆમ ચર્ચા કરતા નથી.

જાકિર ખાનની કોમેડી સફર

જાકિર ખાન YouTube પર 50 લાખથી વધુ સબ્સ્ક્રાઇબર્સ ધરાવે છે અને ભારતના જાણીતા સ્ટેન્ડ-અપ કોમેડિયન્સમાં સામેલ છે. કારકિર્દીની શરૂઆતમાં તેમણે દિલ્હીમાં થિયેટર અને રેડિયો પ્રોગ્રામિંગમાં કામ કર્યું હતું.

વર્ષ 2012માં Comedy Centralની ‘India’s Best Stand Up’ સ્પર્ધા જીત્યા બાદ તેમને દેશભરમાં મોટી ઓળખ મળી હતી. ત્યારબાદ Amazon Prime Video પર તેમના અનેક સ્ટેન્ડ-અપ સ્પેશિયલ રિલીઝ થયા, જેમાં ‘હક સે સિંગલ’ (2017), ‘કક્ષા ગ્યારહવીં’ (2018), ‘તથાસ્તુ’ (2022), ‘મનપસંદ’ (2023) અને ‘દેલુલુ એક્સપ્રેસ’ (2025)નો સમાવેશ થાય છે.

જાકિર ખાને લોકપ્રિય વેબ સિરીઝ ‘ચાચા વિધાયક હૈં હમારે’માં મુખ્ય ભૂમિકા ભજવવા ઉપરાંત લેખન પણ કર્યું છે. તેમણે લંડનના રોયલ અલ્બર્ટ હોલ અને ન્યૂયોર્કના મેડિસન સ્ક્વેર ગાર્ડનમાં હિન્દીમાં પરફોર્મન્સ પણ આપ્યું છે.

આ પણ વાંચો : Fly dubai: ‘સાચું પગલું ન ભર્યું હોત તો દેશ અને પાયલટો પર શું વીતત’, PM મોદીએ સ્મિત મચ્છારની પ્રશંસા કરી

AUTHOR
Nisha Parmar

Nisha Parmar

Author details are not available.