વરુણ ધવનની ‘હૈ જવાની તો ઇશ્ક હોના હૈ’નું ટ્રેલર રિલીઝ, પ્રેમ-ત્રિકોણ સાથે કોમેડીનો તડકો



વરુણ ધવનની ‘હૈ જવાની તો ઇશ્ક હોના હૈ’નું ટ્રેલર રિલીઝ, પ્રેમ-ત્રિકોણ સાથે કોમેડીનો તડકો



મુંબઈ: અભિનેતા વરુણ ધવન સ્ટારર ફિલ્મ ‘હૈ જવાની તો ઇશ્ક હોના હૈ’નું ટ્રેલર રિલીઝ કરવામાં આવ્યું છે. ટ્રેલર રિલીઝ થતા જ દર્શકો તરફથી તેને સારો પ્રતિસાદ મળી રહ્યો છે. આ ફિલ્મ એક મજેદાર કોમેડી ડ્રામા છે, જે પ્રેમ-ત્રિકોણની રસપ્રદ કહાની પર આધારિત છે.
ટ્રેલરમાં રોમાન્સ, સસ્પેન્સ અને કોમેડીનો સુંદર મિશ્રણ જોવા મળે છે. વરુણ ધવન અને મૃણાલ ઠાકુર પતિ-પત્નીના રોલમાં જોવા મળે છે, જેમાં બંને વચ્ચે ઊંડો પ્રેમ છે, પરંતુ સંબંધમાં કેટલાક મતભેદ પણ દેખાય છે. વરુણ પિતા બનવા માંગે છે, જ્યારે મૃણાલ હજુ તેના માટે તૈયાર નથી.
આ દરમિયાન ફિલ્મમાં પુજા હેગડેની એન્ટ્રી થાય છે અને કહાની વધુ રસપ્રદ બની જાય છે. વરુણ અને પુજા વચ્ચે નવો સંબંધ શરૂ થાય છે, જેના કારણે પ્રેમ-ત્રિકોણ સર્જાય છે.
કહાનીમાં ટ્વિસ્ટ ત્યારે આવે છે જ્યારે મૃણાલ અને પુજા બંને એકસાથે વરુણને ગર્ભવતી હોવાની ખુશખબર આપે છે. ત્યારબાદ શરૂ થાય છે ખોટ, કન્ફ્યુઝન અને હાસ્યથી ભરેલો અનોખો સફર.
ફિલ્મમાં જિમ્મી શેરગિલ, મનીષ પૉલ અને રાકેશ બેદી જેવા કલાકારો પણ કોમેડીનો તડકો ઉમેરતા જોવા મળે છે. ટ્રેલરના બેકગ્રાઉન્ડમાં સલમાન ખાનનું લોકપ્રિય ગીત ‘ચુનરી ચુનરી’ પણ દર્શકોને ખાસ આકર્ષે છે.
ફિલ્મનું નિર્દેશન ડેવિડ ધવન કરી રહ્યા છે અને એકવાર ફરી પિતા-પુત્રની જોડી ડેવિડ ધવન અને વરુણ ધવન સાથે કામ કરતી જોવા મળશે. આ ફિલ્મ 5 જૂન 2026ના રોજ થિયેટરમાં રિલીઝ થશે.




