
Aditya Roy Kapur: આદિત્ય રોય કપૂર એક્ટર નહીં, પણ ક્રિકેટર બનવા માગતો હતો. તેને તેના માટે તૈયારી પણ શરૂ કરી દીધી. જાણો તે ફિલ્મોમાં કેવી રીતે આવ્યો.

Farah Khan Viral Video: બોલિવૂડની જાણીતી ફિલ્મમેકર અને કોરિયોગ્રાફર ફરાહ ખાન સોશિયલ મીડિયા પર ચર્ચામાં છે. તેમનો વીડિયો વાયરલ થયા બાદ કેટલાક સોશિયલ મીડિયા યુઝર્સે તેમની ટીકા શરૂ કરી છે.

Nana Patekar Dies: બોલિવૂડના દિગ્ગજ અભિનેતા નાના પાટેકરનું 75 વર્ષની ઉંમરે નિધન થયું છે. 8 ઓક્ટોબર, ગુરુવારે વહેલી સવારે ગોવામાં આવેલા તેમના નિવાસસ્થાને તેઓ બેભાન અવસ્થામાં મળી આવ્યા હતા.

Ayushmann Khurrana: બોલિવૂડ અભિનેતા આયુષ્માન ખુરાના પોતાની અલગ પ્રકારની ફિલ્મો અને પડકારજનક પાત્રોની પસંદગી માટે જાણીતા છે.

Tanishaa Mukerji: કાજોલની બહેન અને અભિનેત્રી તનીષા મુખર્જી સોશિયલ મીડિયા પર પોતાના બેબાક નિવેદનો માટે જાણીતી છે. હવે તેમના એક સોશિયલ મીડિયા પોસ્ટને લઈને ચર્ચા શરૂ થઈ છે.

Amitabh Bachchan: મેગાસ્ટાર અમિતાભ બચ્ચનએ પોતાના પ્રખ્યાત ‘બચ્ચન’ સરનેમ પાછળની રસપ્રદ કહાની જણાવી છે. તેમણે જણાવ્યું કે તેમના પિતા અને જાણીતા હિન્દી કવિ હરિવંશ રાય બચ્ચન બાળપણથી જ જાતિ વ્યવસ્થાના વિરોધી હતા અને પરિવારના સરનેમ તરીકે ‘બચ્ચન’ નામ પસંદ કર્યું હતું.

Ranveer Singh: અભિનેતા રણવીર સિંહની મહત્વાકાંક્ષી નવી ફિલ્મ ‘પ્રલય’નું શૂટિંગ આજથી મુંબઈમાં શરૂ થઈ ગયું છે. અનન્યા બિરલાના બિરલા સ્ટુડિયોઝ, ટ્રુ સ્ટોરી ફિલ્મ્સ અને માં કસમ ફિલ્મ્સ દ્વારા નિર્મિત આ ફિલ્મનું દિગ્દર્શન જય મહેતા કરી રહ્યા છે. ફિલ્મને એક મોટા પાયાની સર્વાઇવલ એક્શન થ્રિલર તરીકે રજૂ કરવામાં આવી રહી છે.

IFFM 2026: ભારતીય સિનેમાની જાણીતી અભિનેત્રી રાની મુખર્જીને ઇન્ડિયન ફિલ્મ ફેસ્ટિવલ ઑફ મેલબર્ન (IFFM) 2026માં અભિનય ક્ષેત્રે ઉત્કૃષ્ટતા માટે વિશેષ સન્માનથી નવાજવામાં આવી છે. ત્રણ દાયકાથી વધુ લાંબી તેમની શાનદાર ફિલ્મી સફર અને યાદગાર પાત્રોને જીવંત કરવા બદલ તેમને આ સન્માન આપવામાં આવ્યું છે.

સંગીત પ્રત્યેનો પ્રેમ હોય તો મુશ્કેલીની સ્થિતિમાં પણ સૂરનો સાથ છૂટતો નથી. જાણીતા ગાયક સોનુ નિગમે હોસ્પિટલમાં સર્જરી દરમિયાન પણ સંગીત પ્રત્યેનો પોતાનો પ્રેમ દર્શાવ્યો છે. તેમનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જેમાં તેઓ સર્જરી ટેબલ પરથી જ દિગ્ગજ ગાયક મોહમ્મદ રફીનું લગભગ 77 વર્ષ જૂનું ગીત ગાતા જોવા મળી રહ્યા છે.

બોલિવૂડ અભિનેતા સુનીલ શેટ્ટીએ 90ના દાયકામાં એક્શન, રોમાન્સ, કોમેડી અને ગંભીર ભૂમિકાઓ દ્વારા પોતાની આગવી ઓળખ બનાવી હતી. જોકે, એક્શન હીરો તરીકે તેમની બનાવેલી છબી આજે પણ દર્શકોમાં સૌથી વધુ ચર્ચામાં રહે છે. એક જૂના ઇન્ટરવ્યૂમાં સુનીલ શેટ્ટીએ સફળતા અને એક્શન હીરો બનવાના પોતાના સફર અંગે રસપ્રદ વાતો શેર કરી હતી.

બોલિવૂડ અભિનેતા રાજપાલ યાદવની મુશ્કેલીઓ વધતી જણાઈ રહી છે. ચેક બાઉન્સ કેસમાં કાનૂની કાર્યવાહીનો સામનો કરી રહેલા અભિનેતા સામે હવે સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયાએ લોન વસૂલાતની પ્રક્રિયા તેજ કરી છે. બેંકે શાહજહાંપુરમાં આવેલી રાજપાલ યાદવની બે મિલકતોને હરાજી માટે ચિહ્નિત કરીને ત્યાં નોટિસ ચોંટાડી છે.

પોતાના બેફામ નિવેદનો માટે જાણીતી બોલિવૂડ અભિનેત્રી અને સાંસદ કંગના રનૌતે ફરી એકવાર જેન-ઝી એટલે કે નવી પેઢી અને આઝાદીના અર્થ અંગે પોતાનો અભિપ્રાય વ્યક્ત કર્યો છે. સામાજિક મુદ્દાઓ પર ખુલ્લેઆમ પોતાની વાત રાખતી કંગનાએ કહ્યું કે દરેક વ્યક્તિને પોતાની પસંદગી પ્રમાણે જીવન જીવવાની આઝાદી છે, પરંતુ તેની આઝાદી બીજા વ્યક્તિના જીવન અથવા સુરક્ષા માટે ખતરો ન બનવી જોઈએ.

ટીવીની જાણીતી અભિનેત્રી અંકિતા લોખંડેએ લોકપ્રિય સિરિયલ ‘પવિત્ર રિશ્તા’થી ઘર-ઘરમાં પોતાની ઓળખ બનાવી છે. તાજેતરમાં તે રિયાલિટી શો ‘લાફ્ટર શેફ્સ- અનલિમિટેડ એન્ટરટેઇનમેન્ટ સીઝન 3’માં દર્શકોનું મનોરંજન કરતી જોવા મળી હતી. શોના ગ્રાન્ડ ફિનાલે બાદ અંકિતાએ પોતાના સમગ્ર સફરને યાદ કરતાં કહ્યું કે આ માત્ર એક શો નહોતો, પરંતુ લાખો પરિવારોના ચહેરા પર સ્મિત લાવવાનું માધ્યમ બન્યો હતો.

બોલિવૂડના મહાનાયક અમિતાભ બચ્ચને હોસ્પિટલના અનુભવને યાદ કરતા જીવનનું એક કડવું સત્ય ચાહકો સાથે શેર કર્યું છે. સર્જરી, ICU અને ત્યારબાદ ઘરે પરત ફરવાનો સમય કેટલો મુશ્કેલ હોય છે, તે અંગે તેમણે પોતાના બ્લોગમાં ભાવુક વાત લખી છે. તેમના આ વિચારે જીવનના સંઘર્ષ અને હિંમતનો સંદેશ આપ્યો છે.

Rajpal Yadav Cheque Bounce Case: નવી દિલ્હી: બોલિવૂડના જાણીતા અભિનેતા રાજપાલ યાદવને ચેક બાઉન્સ કેસમાં દિલ્હી હાઈકોર્ટમાંથી મોટો ઝટકો લાગ્યો છે. હાઈકોર્ટે નીચલી અદાલતના નિર્ણયને યથાવત રાખતાં તેમની સામેના તમામ સાત ચેક બાઉન્સ કેસમાં દોષિત ઠેરવવાનો નિર્ણય યથાવત રાખ્યો છે. જસ્ટિસ સ્વર્ણ કાંતા શર્માની બેન્ચે રાજપાલ યાદવ દ્વારા દાખલ કરાયેલી અરજીઓને ફગાવી દીધી હતી. કોર્ટે જણાવ્યું કે અભિનેતાને અગાઉ અનેક...

અભિનેતા અર્જુન કપૂરની બહેન અને સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર અંશુલા કપૂરના વેડિંગ રિસેપ્શનમાં બોલિવૂડની અનેક જાણીતી હસ્તીઓ હાજર રહી હતી. આ ભવ્ય સમારોહમાં સેલેબ્સના સ્ટાઇલિશ લુક ઉપરાંત કેટલાક ખાસ પળોએ પણ લોકોનું ધ્યાન ખેંચ્યું હતું. ખાસ કરીને અભિનેતા જેકી શ્રોફની અનોખી ભેટ, અભિનેત્રી રેખાનો પ્રેમાળ અંદાજ અને બોબી દેઓલનો હળવો ‘ઊપ્સ’ મોમેન્ટ સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બન્યો હતો.