ચેક બાઉન્સ કેસમાં અભિનેતા રાજપાલ યાદવને મોટો ઝટકો, હાઈકોર્ટે જેલની સજા યથાવત રાખી



ચેક બાઉન્સ કેસમાં અભિનેતા રાજપાલ યાદવને મોટો ઝટકો, હાઈકોર્ટે જેલની સજા યથાવત રાખી



Rajpal Yadav Cheque Bounce Case: નવી દિલ્હી: બોલિવૂડના જાણીતા અભિનેતા રાજપાલ યાદવને ચેક બાઉન્સ કેસમાં દિલ્હી હાઈકોર્ટમાંથી મોટો ઝટકો લાગ્યો છે. હાઈકોર્ટે નીચલી અદાલતના નિર્ણયને યથાવત રાખતાં તેમની સામેના તમામ સાત ચેક બાઉન્સ કેસમાં દોષિત ઠેરવવાનો નિર્ણય યથાવત રાખ્યો છે.
જસ્ટિસ સ્વર્ણ કાંતા શર્માની બેન્ચે રાજપાલ યાદવ દ્વારા દાખલ કરાયેલી અરજીઓને ફગાવી દીધી હતી. કોર્ટે જણાવ્યું કે અભિનેતાને અગાઉ અનેક વખત કોર્ટમાં આપેલા અન્ડરટેકિંગનું પાલન કરવા માટે તક આપવામાં આવી હતી, છતાં તેમણે તેનું પાલન કર્યું નહોતું.
હાઈકોર્ટે દરેક કેસમાં ત્રણ મહિનાની સાદી કેદની સજા ફટકારી છે. જોકે તમામ સજાઓ એકસાથે ભોગવવાની હોવાથી રાજપાલ યાદવને કુલ ત્રણ મહિનાની જ જેલની સજા ભોગવવી પડશે. આ ઉપરાંત કોર્ટે દરેક કેસમાં રૂ. 1.05 કરોડનો દંડ પણ ફટકાર્યો છે. આમ સાતેય કેસમાં મળીને કુલ રૂ. 7.35 કરોડનો દંડ ભરવાનો રહેશે.
કોર્ટના આદેશ મુજબ દરેક કેસમાં રૂ. 1 કરોડ 4 લાખ 75 હજાર ફરિયાદીને અને રૂ. 25 હજાર રાજ્ય સરકારને ચૂકવવાના રહેશે. કોર્ટના આ નિર્ણય બાદ રાજપાલ યાદવને ફરી એકવાર જેલ જવું પડશે. આ ચુકાદો ચેક બાઉન્સ સંબંધિત કેસોમાં કોર્ટના કડક વલણને દર્શાવે છે.

R Gajjar
Rupin Bakraniya is a seasoned journalist with over 11 years of experience, he has contributed to leading media houses, including the Ahmedabad Mirror and The Indian Express. He is recognized for his analytical depth and expertise in navigating complex global and economic narratives. rupin.bakraniya@growthnownews.com



