Nana Patekar Dies: 75 વર્ષની ઉંમરે નિધન, ગોવાના ઘરે બેભાન મળ્યા બાદ હોસ્પિટલ લઈ જવાયા



Nana Patekar Dies
Nana Patekar Dies: 75 વર્ષની ઉંમરે નિધન, ગોવાના ઘરે બેભાન મળ્યા બાદ હોસ્પિટલ લઈ જવાયા



Nana Patekar Dies
Nana Patekar Dies: બોલિવૂડના દિગ્ગજ અભિનેતા નાના પાટેકરનું 75 વર્ષની ઉંમરે નિધન થયું છે. 8 ઓક્ટોબર, ગુરુવારે વહેલી સવારે ગોવામાં આવેલા તેમના નિવાસસ્થાને તેઓ બેભાન અવસ્થામાં મળી આવ્યા હતા. ત્યારબાદ તેમને ડોના પૌલા સ્થિત મણિપાલ હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. હોસ્પિટલમાં ડૉક્ટરો દ્વારા લગભગ 45 મિનિટ સુધી CPR આપીને તેમને બચાવવાના પ્રયાસો કરવામાં આવ્યા હતા, પરંતુ તેમને બચાવી શકાયા નહોતા. હોસ્પિટલના ડૉક્ટર ડૉ. શેખર સાલકરે તેમના નિધનની પુષ્ટિ કરી હતી.
ગંભીર કાર્ડિયાક અરેસ્ટ બાદ નિધન
રિપોર્ટ્સ અનુસાર નાના પાટેકરને ગંભીર કાર્ડિયાક અરેસ્ટ આવ્યો હતો. ગોવાના ડોના પૌલા વિસ્તારમાં આવેલા તેમના નિવાસસ્થાને તેઓ બેભાન મળી આવ્યા બાદ તાત્કાલિક હોસ્પિટલ લઈ જવાયા હતા. ડૉક્ટરોની ટીમે લગભગ 45 મિનિટ સુધી CPR આપ્યું, પરંતુ કોઈ પ્રતિસાદ મળ્યો નહોતો. તેમને સવારે લગભગ 5:20 વાગ્યે મૃત જાહેર કરવામાં આવ્યા હતા.
આ ઘટનાને લઈને મેડિકો-લીગલ કેસ નોંધવામાં આવ્યો છે અને પોસ્ટમોર્ટમ કરવામાં આવશે, તેમ અહેવાલોમાં જણાવાયું છે.
‘ગમન’થી ‘વેલકમ’ સુધી યાદગાર સફર
વિશ્વનાથ પાટેકર તરીકે જન્મેલા નાના પાટેકરે હિન્દી અને મરાઠી સિનેમામાં અનેક દાયકાઓ સુધી કામ કર્યું. પોતાની દમદાર સ્ક્રીન પ્રેઝન્સ, સંવાદ બોલવાની આગવી શૈલી અને વિવિધ પ્રકારના પાત્રો માટે તેઓ જાણીતા હતા.
‘ગમન’ અને ‘સલામ બોમ્બે!’ જેવી ફિલ્મોથી તેમણે ઓળખ બનાવી. ત્યારબાદ ‘પરિન્દા’, ‘ક્રાંતિવીર’, ‘અગ્નિસાક્ષી’, ‘અબ તક છપ્પન’ અને ‘અપહરણ’ સહિતની ફિલ્મોમાં તેમના અભિનયની નોંધ લેવાઈ. કોમર્શિયલ સિનેમામાં ‘વેલકમ’ ફિલ્મના ઉદય શેટ્ટીના પાત્રે તેમને નવી પેઢીના દર્શકોમાં પણ ખૂબ લોકપ્રિય બનાવ્યા.
બે નેશનલ ફિલ્મ એવોર્ડ સહિત અનેક સન્માન
નાના પાટેકરને ‘પરિન્દા’ માટે બેસ્ટ સપોર્ટિંગ એક્ટરનો નેશનલ ફિલ્મ એવોર્ડ અને ‘ક્રાંતિવીર’ માટે બેસ્ટ એક્ટરનો નેશનલ ફિલ્મ એવોર્ડ મળ્યો હતો. ભારતીય સિનેમામાં તેમના યોગદાન બદલ તેમને 2013માં પદ્મશ્રીથી પણ સન્માનિત કરવામાં આવ્યા હતા.
મરાઠી સિનેમા અને રંગભૂમિ સાથે પણ ગાઢ જોડાણ
નાના પાટેકર માત્ર હિન્દી ફિલ્મો પૂરતા સીમિત નહોતા. તેઓ મરાઠી સિનેમા અને રંગભૂમિ સાથે પણ લાંબા સમયથી જોડાયેલા રહ્યા હતા. ‘નટસમ્રાટ’ અને ‘આપલા માનૂસ’ સહિતના પ્રોજેક્ટ્સમાં તેમણે નોંધપાત્ર અભિનય કર્યો હતો.
નાના પાટેકરના નિધનના સમાચાર સામે આવતા જ ભારતીય ફિલ્મ જગતમાં શોકની લાગણી ફેલાઈ છે. હિન્દી-મરાઠી સિનેમા, થિયેટર અને દર્શકો પર તેમની આગવી અભિનય શૈલીની અમીટ છાપ રહી છે.






