જેન-ઝી પર ફરી બોલી કંગના રનૌત, કહ્યું- ‘આઝાદી જરૂરી છે, પરંતુ તેની સાથે જવાબદારી પણ હોવી જોઈએ’

પોતાના બેફામ નિવેદનો માટે જાણીતી બોલિવૂડ અભિનેત્રી અને સાંસદ કંગના રનૌતે ફરી એકવાર જેન-ઝી એટલે કે નવી પેઢી અને આઝાદીના અર્થ અંગે પોતાનો અભિપ્રાય વ્યક્ત કર્યો છે. સામાજિક મુદ્દાઓ પર ખુલ્લેઆમ પોતાની વાત રાખતી કંગનાએ કહ્યું કે દરેક વ્યક્તિને પોતાની પસંદગી પ્રમાણે જીવન જીવવાની આઝાદી છે, પરંતુ તેની આઝાદી બીજા વ્યક્તિના જીવન અથવા સુરક્ષા માટે ખતરો ન બનવી જોઈએ.
Rahul Desai
Rahul Desai
જેન-ઝી પર ફરી બોલી કંગના રનૌત, કહ્યું- ‘આઝાદી જરૂરી છે, પરંતુ તેની સાથે જવાબદારી પણ હોવી જોઈએ’જેન-ઝી પર ફરી બોલી કંગના રનૌત, કહ્યું- ‘આઝાદી જરૂરી છે, પરંતુ તેની સાથે જવાબદારી પણ હોવી જોઈએ’

પોતાના બેફામ નિવેદનો માટે જાણીતી બોલિવૂડ અભિનેત્રી અને સાંસદ કંગના રનૌતે ફરી એકવાર જેન-ઝી એટલે કે નવી પેઢી અને આઝાદીના અર્થ અંગે પોતાનો અભિપ્રાય વ્યક્ત કર્યો છે. સામાજિક મુદ્દાઓ પર ખુલ્લેઆમ પોતાની વાત રાખતી કંગનાએ કહ્યું કે દરેક વ્યક્તિને પોતાની પસંદગી પ્રમાણે જીવન જીવવાની આઝાદી છે, પરંતુ તેની આઝાદી બીજા વ્યક્તિના જીવન અથવા સુરક્ષા માટે ખતરો ન બનવી જોઈએ.

કંગના રનૌતે રવિવારે પોતાની ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર એક લાંબી પોસ્ટ શેર કરી હતી. તેમાં તેમણે જિમમાં થયેલી વાતચીતનો ઉલ્લેખ કર્યો હતો. કંગનાના જણાવ્યા મુજબ, જિમમાં તેમની મુલાકાત બે જેન-ઝી યુવતીઓ સાથે થઈ હતી. યુવતીઓએ જણાવ્યું કે તેમનો જન્મ ડિજિટલ યુગમાં થયો છે અને સોશિયલ મીડિયા, ઇન્સ્ટાગ્રામ, ડેટિંગ એપ્સ તથા AI તેમની જિંદગીનો હિસ્સો છે.

કંગનાએ કહ્યું કે નવી પેઢીને પોતાની રીતે જીવન જીવવાની સંપૂર્ણ આઝાદી હોવી જોઈએ, પરંતુ આ આઝાદી ત્યાં સુધી જ યોગ્ય છે જ્યાં સુધી તેનાથી કોઈ અન્ય વ્યક્તિને નુકસાન ન થાય.

પોતાની વાત સમજાવવા કંગનાએ તાજેતરના કેટલાક ચર્ચિત ગુનાહિત કેસોનો ઉલ્લેખ કર્યો અને કહ્યું કે આજકાલ ઉદાર અને પરંપરાગત જીવનશૈલી વચ્ચેના ટકરાવના કારણે અનેક ચિંતાજનક ઘટનાઓ સામે આવી રહી છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે આઝાદી સાથે જવાબદારી પણ એટલી જ જરૂરી છે.

કંગનાએ અગાઉ પણ જેન-ઝી અંગે નિવેદન આપ્યું હતું અને નવી પેઢીને ‘ગટર જનરેશન’ ગણાવી હતી. તેમના આ નિવેદન બાદ સોશિયલ મીડિયા પર ભારે ટીકા થઈ હતી. હવે ફરી જેન-ઝી અને આઝાદી અંગેની તેમની ટિપ્પણી ચર્ચામાં આવી છે.