
IMD Weather Forecast: હવામાન વિભાગે દિલ્હી-NCRમાં 26 અને 27 નવેમ્બરે ગાઢ ધુમ્મસની આગાહી કરી છે. પંજાબ અને હિમાચલ પ્રદેશમાં પણ ધુમ્મસની અસર જોવા મળશે.

Weather News : ગુજરાતમાં આગામી દિવસોમાં હવામાનમાં પલટો આવવાની શક્યતા છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી મુજબ, આગામી 48 કલાકમાં રાજ્યના કેટલાક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ સર્જાઈ શકે છે.

હવામાન વિભાગે ગુજરાતમાં ચોમાસાનો વધુ એક સક્રિય રાઉન્ડ શરૂ થવાની આગાહી કરી છે. 12 થી 15 સપ્ટેમ્બર દરમિયાન રાજ્યભરમાં ગાજવીજ સાથે ભારેથી અતિભારે વરસાદની સંભાવના છે.

Delhi NCR Heavy Rain: દિલ્હી-NCRમાં સોમવાર, 24 ઓગસ્ટની સવારથી જ હવામાનમાં મોટો ફેરફાર જોવા મળ્યો છે. દિલ્હી, નોઈડા, ગાઝિયાબાદ અને ફરીદાબાદ સહિતના વિસ્તારોમાં સવારથી જ કાળા વાદળો છવાયા છે અને...

Todays Weather : દેશના મોટા ભાગના વિસ્તારોમાં ચોમાસું ફરી એકવાર સક્રિય બન્યું છે. ભારતીય હવામાન વિભાગ દ્વારા 21 ઓગસ્ટના રોજ દિલ્હી-NCR સહિત દેશના આશરે 23 રાજ્યોમાં ભારે વરસાદની આગાહી.

ગુજરાતમાં ચોમાસાની સિસ્ટમ સક્રિય રહેતા આગામી દિવસોમાં રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ યથાવત રહેવાની આગાહી કરવામાં આવી છે. 11 ઓગસ્ટ 2026ના સાંજે જાહેર કરાયેલા હવામાન બુલેટિન મુજબ આગામી 7 દિવસ દરમિયાન ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદ અને ગાજવીજ સાથે વરસાદ થવાની શક્યતા છે.

હવામાન વિભાગ દ્વારા અતિ ભારે વરસાદની આગાહી વચ્ચે વડોદરા શહેર અને જિલ્લામાં સતત વરસાદ વરસી રહ્યો છે. વરસાદના કારણે વિશ્વામિત્રી નદીની જળસપાટી સતત વધી રહી છે અને હાલમાં નદીનું જળસ્તર 15 ફૂટ સુધી પહોંચી ગયું છે. જળસ્તરમાં થઈ રહેલા વધારાને ધ્યાનમાં રાખીને વડોદરા મહાનગરપાલિકા અને જિલ્લા વહીવટી તંત્ર એલર્ટ મોડમાં આવી ગયું છે.

અમદાવાદ: હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં આગામી દિવસોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવતા ગુજરાતના અનેક જિલ્લાઓમાં વહીવટી તંત્ર સંપૂર્ણ એલર્ટ મોડ પર આવી ગયું છે. અમદાવાદ, રાજકોટ, અરવલ્લી અને ડાંગ સહિતના જિલ્લાઓમાં અધિકારીઓને સતર્ક રહેવા, બચાવ કામગીરી માટે પૂર્વ તૈયારી રાખવા અને નાગરિકોની સુરક્ષા સુનિશ્ચિત કરવા સૂચનાઓ આપવામાં આવી છે. અમદાવાદમાં AMCની વિશેષ તૈયારીઓ, શાળા-કોલેજોમાં રજા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC)...

ગીર સોમનાથ: હવામાન વિભાગ દ્વારા આગામી 31 જુલાઈથી 3 ઓગસ્ટ દરમિયાન ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવતા ગીર સોમનાથ જિલ્લા વહીવટી તંત્ર સંપૂર્ણ એલર્ટ મોડ પર આવી ગયું છે. જિલ્લા કલેક્ટર જીતેન્દ્રસિંહ વાઘેલાના માર્ગદર્શન હેઠળ તમામ વિભાગોને જરૂરી પૂર્વ તૈયારીઓ પૂર્ણ કરવા તેમજ કોઈપણ આપાતકાલીન પરિસ્થિતિનો અસરકારક રીતે સામનો કરવા સૂચના આપવામાં આવી છે. જિલ્લામાં ડિઝાસ્ટર કંટ્રોલ રૂમ 24 કલાક...

ગુજરાતમાં આગામી દિવસોમાં વરસાદનું જોર વધવાની આગાહી વચ્ચે હવામાન વિભાગે રાજ્યના અનેક જિલ્લાઓ માટે રેડ અને ઓરેન્જ એલર્ટ જાહેર કર્યા છે. ખાસ કરીને 31 જુલાઈના રોજ અમદાવાદ સહિત અનેક વિસ્તારોમાં અતિભારે વરસાદ પડવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.

અરવલ્લી જિલ્લામાં છેલ્લા 24 કલાક દરમિયાન મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરતા જિલ્લાના અનેક વિસ્તારોમાં સાર્વત્રિક વરસાદ નોંધાયો છે. વરસાદના કારણે સમગ્ર જિલ્લામાં વાતાવરણમાં ઠંડક પ્રસરી છે, જ્યારે ખેડૂતોમાં પણ ખુશીની લાગણી જોવા મળી રહી છે. જિલ્લામાં કુલ 8 તાલુકામાં વરસાદ નોંધાયો છે.

Gujarat Heavy Rain Red Alert: અમદાવાદ શહેરમાં ગુરુવારે સવારથી જ મેઘરાજાએ રૌદ્ર સ્વરૂપ ધારણ કરતાં આખા શહેરમાં જળબંબાકારની ગંભીર સ્થિતિ સર્જાઈ છે. સવારે 6 થી બપોરે 12 વાગ્યા સુધીના માત્ર 6 કલાકના સમયગાળામાં પશ્ચિમ અને દક્ષિણ-પશ્ચિમ અમદાવાદના વિસ્તારોમાં 5 થી 6 ઇંચ જેટલો મુશળધાર વરસાદ ખાબક્યો છે. આ આકાશી આફતને કારણે નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા છે, પ્રહલાદ નગરમાં...

ખેડા જિલ્લામાં છેલ્લા 24 કલાક માટે હવામાન વિભાગ દ્વારા અતિભારે વરસાદની આગાહી વચ્ચે મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી છે. વહેલી સવારથી શરૂ થયેલા મુશળધાર વરસાદને કારણે જિલ્લામાં અનેક વિસ્તારોમાં જનજીવન પ્રભાવિત થયું છે. ખાસ કરીને નડિયાદ સહિત અનેક શહેરો અને ગામોમાં પાણી ભરાતા જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ છે.

હવામાન વિભાગ દ્વારા વડોદરા શહેર માટે રેડ એલર્ટ જાહેર કરવામાં આવતા શહેરમાં વરસાદી માહોલ જામ્યો છે. વહેલી સવારથી જ સમગ્ર શહેરમાં વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું હતું અને અનેક વિસ્તારોમાં ધીમી ધારે વરસાદ વરસતા વાતાવરણમાં નોંધપાત્ર ઠંડક પ્રસરી ગઈ હતી. વરસાદને કારણે શહેરના મુખ્ય માર્ગો તેમજ રહેણાંક વિસ્તારોમાં લોકોમાં સાવચેતીનો માહોલ જોવા મળ્યો હતો.

ગીર સોમનાથ: દક્ષિણ ગુજરાતના કોસ્ટલ વિસ્તારમાં ચોમાસું ફરી સક્રિય બનતાં હવામાન વિભાગે આગામી દિવસોમાં દરિયો વધુ તોફાની રહેવાની આગાહી કરી છે. આગાહીને ધ્યાનમાં રાખીને ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ બંદર સહિત માંગરોળ, દીવ અને મૂળ દ્વારકા બંદરો પર ત્રણ નંબરનું ચેતવણી દર્શક ફરકાવવામાં આવ્યું છે. હવામાન વિભાગના અનુમાન મુજબ આગામી દિવસોમાં દરિયામાં પવનની ગતિ વધશે અને ઊંચા મોજાં ઉછળવાની શક્યતા છે....