દક્ષિણ ગુજરાતમાં ચોમાસું સક્રિય: વેરાવળ સહિત અનેક બંદરો પર 3 નંબરનું ચેતવણી દર્શક, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના

ગીર સોમનાથ: દક્ષિણ ગુજરાતના કોસ્ટલ વિસ્તારમાં ચોમાસું ફરી સક્રિય બનતાં હવામાન વિભાગે આગામી દિવસોમાં દરિયો વધુ તોફાની રહેવાની આગાહી કરી છે. આગાહીને ધ્યાનમાં રાખીને ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ બંદર સહિત માંગરોળ, દીવ અને મૂળ દ્વારકા બંદરો પર ત્રણ નંબરનું ચેતવણી દર્શક ફરકાવવામાં આવ્યું છે. હવામાન વિભાગના અનુમાન મુજબ આગામી દિવસોમાં દરિયામાં પવનની ગતિ વધશે અને ઊંચા મોજાં ઉછળવાની શક્યતા છે....
Rupin Bakraniya
Rupin Bakraniya
દક્ષિણ ગુજરાતમાં ચોમાસું સક્રિય: વેરાવળ સહિત અનેક બંદરો પર 3 નંબરનું ચેતવણી દર્શક, માછીમારોને દરિયો ન ખેડવા સૂચનાદક્ષિણ ગુજરાતમાં ચોમાસું સક્રિય: વેરાવળ સહિત અનેક બંદરો પર 3 નંબરનું ચેતવણી દર્શક, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના

ગીર સોમનાથ: દક્ષિણ ગુજરાતના કોસ્ટલ વિસ્તારમાં ચોમાસું ફરી સક્રિય બનતાં હવામાન વિભાગે આગામી દિવસોમાં દરિયો વધુ તોફાની રહેવાની આગાહી કરી છે. આગાહીને ધ્યાનમાં રાખીને ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ બંદર સહિત માંગરોળ, દીવ અને મૂળ દ્વારકા બંદરો પર ત્રણ નંબરનું ચેતવણી દર્શક ફરકાવવામાં આવ્યું છે.

હવામાન વિભાગના અનુમાન મુજબ આગામી દિવસોમાં દરિયામાં પવનની ગતિ વધશે અને ઊંચા મોજાં ઉછળવાની શક્યતા છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને બંદર તંત્રએ તમામ માછીમારોને આગામી સૂચના સુધી દરિયો ન ખેડવા તેમજ પોતાની બોટોને સુરક્ષિત રીતે બંદર પર જ રાખવા અપીલ કરી છે. દરિયાકાંઠાના વિસ્તારોમાં રહેતા નાગરિકો અને પ્રવાસીઓને પણ અનાવશ્યક રીતે દરિયા નજીક ન જવા તથા સંપૂર્ણ સાવચેતી રાખવા સૂચના આપવામાં આવી છે. હવામાનની સ્થિતિ પર તંત્ર સતત નજર રાખી રહ્યું છે અને જરૂર પડે તો વધુ ચેતવણીના પગલાં લેવામાં આવશે.

વેરાવળ બંદરે ત્રણ નંબરનું ચેતવણી દર્શક લગાડવાની કામગીરી બંદર અધિકારી હિરેન સોંદરવા અને બંદર સ્ટાફ દ્વારા કરવામાં આવી હતી. બંદર તંત્રએ માછીમારોને હવામાન વિભાગ તથા સ્થાનિક વહીવટી તંત્રની સત્તાવાર સૂચનાઓનું પાલન કરવાની ખાસ અપીલ કરી છે. ચોમાસું વધુ સક્રિય બનતાં આગામી દિવસોમાં દરિયાઈ વિસ્તારોમાં હવામાન વધુ પ્રતિકૂળ બની શકે છે. તેથી તંત્રએ સ્પષ્ટ જણાવ્યું છે કે સાવચેતી જ સલામતીનો શ્રેષ્ઠ ઉપાય છે.