ગ

ગીર સિંહ

Junagadh : ગીરમાં સિંહણના માતૃત્વની અનોખી ઝલક, બચ્ચાઓ સાથે પાણી પીતી થઈ કેમેરામાં કેદ

Junagadh : ગીરમાં સિંહણના માતૃત્વની અનોખી ઝલક, બચ્ચાઓ સાથે પાણી પીતી થઈ કેમેરામાં કેદ

Junagadh : ગીરના જંગલમાંથી સામે આવેલો એક સુંદર વીડિયો હાલ સોશિયલ મીડિયા પર લોકોનું ધ્યાન ખેંચી રહ્યો છે.

Vivek Shah
Lion Attack:અમરેલીમાં સિંહણનો ટ્રેકર પર અચાનક હુમલો, સ્કેનિંગ દરમિયાન ઈજા થતાં હોસ્પિટલ ખસેડાયો

Lion Attack:અમરેલીમાં સિંહણનો ટ્રેકર પર અચાનક હુમલો, સ્કેનિંગ દરમિયાન ઈજા થતાં હોસ્પિટલ ખસેડાયો

Lion Attack: અમરેલી જિલ્લામાં સિંહોની હિલચાલ પર નજર રાખવા માટે ચાલી રહેલી કામગીરી દરમિયાન ટ્રેકર પર સિંહણે અચાનક હુમલો કર્યાની ઘટના સામે આવી છે. અમરેલીના ચાંદગઢ સીમ વિસ્તારમાં રુટિન સ્કેનિંગ કામગીરી દરમિયાન બનેલી આ ઘટનામાં ટ્રેકર ઘોસાભાઈ હુપરને ઈજાઓ પહોંચી હતી. હુમલા બાદ તેમને તાત્કાલિક અમરેલીની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.

Rahul Desai
વિશ્વ સિંહ દિવસ: માનવ હુમલામાં સંડોવાયેલા સિંહો માટે આંબરડી સફારી પાર્કમાં બનશે ખાસ સીમિત ક્ષેત્ર

વિશ્વ સિંહ દિવસ: માનવ હુમલામાં સંડોવાયેલા સિંહો માટે આંબરડી સફારી પાર્કમાં બનશે ખાસ સીમિત ક્ષેત્ર

10 ઓગસ્ટે વિશ્વ સિંહ દિવસની ઉજવણી વચ્ચે ગુજરાત સરકારે સિંહ સંરક્ષણને લઈને મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. માનવ હુમલામાં સંડોવાયેલા સિંહોને રાખવા માટે અમરેલી જિલ્લાના ધારી નજીક આવેલા આંબરડી સફારી પાર્કમાં 100 હેક્ટર વિસ્તારમાં ખાસ સીમિત ક્ષેત્ર બનાવવામાં આવશે. આ વિસ્તારમાં ફેન્સિંગ કરીને સિંહોને તેમની કુદરતી હેબિટેટને અનુરૂપ વાતાવરણમાં રાખવામાં આવશે.

Rahul Desai
જૂનાગઢમાં મોડી રાત્રે બે સિંહો રસ્તા પર લટાર મારતા જોવા મળ્યા, લોકોમાં ફફડાટ

જૂનાગઢમાં મોડી રાત્રે બે સિંહો રસ્તા પર લટાર મારતા જોવા મળ્યા, લોકોમાં ફફડાટ

જૂનાગઢમાં શ્રીરામ ટેકરી નજીક આવેલા સોનાપુરી સ્મશાનગૃહ પાસે મોડી રાત્રે બે બબ્બર સિંહો રસ્તા પર લટાર મારતા જોવા મળતાં ભારે હડકંપ મચ્યો હતો. રાત્રિના અંદાજે 12 વાગ્યાના સમયે સિંહોની હાજરી જોવા મળતાં રસ્તા પરથી પસાર થતા લોકો અને મુસાફરોમાં ફફડાટ ફેલાયો હતો.

Rahul Desai
માળિયા હાટીનાના કુકસાવાડા નજીક ખુલ્લા કૂવામાં ખાબકેલી સિંહણનું રેસ્ક્યૂ, વન વિભાગે બચાવ્યો જીવ

માળિયા હાટીનાના કુકસાવાડા નજીક ખુલ્લા કૂવામાં ખાબકેલી સિંહણનું રેસ્ક્યૂ, વન વિભાગે બચાવ્યો જીવ

જૂનાગઢ જિલ્લાના માળિયા હાટીના તાલુકાના કુકસાવાડા ગામ નજીક ખુલ્લા કૂવામાં સિંહણ પડી જવાની ઘટના સામે આવી છે. કૂવામાંથી સિંહણના અવાજ આવતા સ્થાનિક લોકોએ તાત્કાલિક વન વિભાગને જાણ કરી હતી. માહિતી મળતાં જ જૂનાગઢ વન વિભાગની રેસ્ક્યૂ ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી.

Rahul Desai
ભાવનગર રેલવે મંડળના સતર્ક લોકો પાયલોટોએ 10 એશિયાટિક સિંહોને ટ્રેનની અડફેટે આવતા બચાવ્યા

ભાવનગર રેલવે મંડળના સતર્ક લોકો પાયલોટોએ 10 એશિયાટિક સિંહોને ટ્રેનની અડફેટે આવતા બચાવ્યા

Asiatic Lions Saved from Train Accident: પશ્ચિમ રેલવેના ભાવનગર મંડળે ફરી એકવાર વન્યજીવ સંરક્ષણ પ્રત્યેની પોતાની પ્રતિબદ્ધતા સાબિત કરી છે. ધારી નજીક રેલવે ટ્રેક પર ઉભેલા 10 એશિયાટિક સિંહોના ઝુંડને લોકો પાયલોટોની સતર્કતા અને સમયસૂચકતાના કારણે ટ્રેનની અડફેટે આવતા સુરક્ષિત રીતે બચાવી લેવામાં આવ્યા હતા. મળતી માહિતી અનુસાર, 3 ઓગસ્ટ, 2026ના રોજ ટ્રેન નંબર 09595 જૂનાગઢ-ચલાલા મીટર ગેજ સ્પેશિયલનું સંચાલન...

Rupin Bakraniya
જૂનાગઢના ગ્રોફેડ વિસ્તારમાં રેલિંગમાં ફસાયેલા સિંહનું સફળ રેસ્ક્યૂ, સારવાર માટે સક્કરબાગ ખસેડાયો

જૂનાગઢના ગ્રોફેડ વિસ્તારમાં રેલિંગમાં ફસાયેલા સિંહનું સફળ રેસ્ક્યૂ, સારવાર માટે સક્કરબાગ ખસેડાયો

જૂનાગઢ શહેરના ગ્રોફેડ વિસ્તારમાં આજે વહેલી સવારે એકથી બે વર્ષનો નર સિંહ લોખંડના ગેટ પરથી કૂદીને પસાર થવાનો પ્રયાસ કરી રહ્યો હતો ત્યારે તેનો પાછળનો પગ ગેટની રેલિંગમાં ફસાઈ જતાં તે ઈજાગ્રસ્ત બન્યો હતો. ઘટનાની જાણ થતાં જ સ્થાનિક લોકો દ્વારા વન વિભાગને જાણ કરવામાં આવી હતી.

Growth Now News
રાજુલા હાઈવે પર સિંહબાળનું મોત: રાજસ્થાનની કારના ચાલકની અટકાયત

રાજુલા હાઈવે પર સિંહબાળનું મોત: રાજસ્થાનની કારના ચાલકની અટકાયત

Lion Cub Accident Rajula: સિંહોના ગઢ ગણાતા અમરેલી જિલ્લામાં ફરી એકવાર સિંહના અકસ્માતે મોતની ઘટના સામે આવી છે. ભાવનગર-સોમનાથ નેશનલ હાઈવે પર રાજુલાના દાંતરડી ગામ નજીક અજાણ્યા વાહનની ટક્કરે એક વર્ષના સિંહબાળનું મોત થયું હતું. માહિતી મુજબ, સિંહબાળ રાત્રિના સમયે નેશનલ હાઈવે ક્રોસ કરી રહ્યું હતું ત્યારે અજાણ્યા વાહને તેને હડફેટે લીધું હતું. અકસ્માત એટલો ગંભીર હતો કે સિંહબાળનું ઘટનાસ્થળે...

Rupin Bakraniya