વિશ્વ સિંહ દિવસ: માનવ હુમલામાં સંડોવાયેલા સિંહો માટે આંબરડી સફારી પાર્કમાં બનશે ખાસ સીમિત ક્ષેત્ર

10 ઓગસ્ટે વિશ્વ સિંહ દિવસની ઉજવણી વચ્ચે ગુજરાત સરકારે સિંહ સંરક્ષણને લઈને મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. માનવ હુમલામાં સંડોવાયેલા સિંહોને રાખવા માટે અમરેલી જિલ્લાના ધારી નજીક આવેલા આંબરડી સફારી પાર્કમાં 100 હેક્ટર વિસ્તારમાં ખાસ સીમિત ક્ષેત્ર બનાવવામાં આવશે. આ વિસ્તારમાં ફેન્સિંગ કરીને સિંહોને તેમની કુદરતી હેબિટેટને અનુરૂપ વાતાવરણમાં રાખવામાં આવશે.
Rahul Desai
Rahul Desai
વિશ્વ સિંહ દિવસ: માનવ હુમલામાં સંડોવાયેલા સિંહો માટે આંબરડી સફારી પાર્કમાં બનશે ખાસ સીમિત ક્ષેત્રવિશ્વ સિંહ દિવસ: માનવ હુમલામાં સંડોવાયેલા સિંહો માટે આંબરડી સફારી પાર્કમાં બનશે ખાસ સીમિત ક્ષેત્ર

10 ઓગસ્ટે વિશ્વ સિંહ દિવસની ઉજવણી વચ્ચે ગુજરાત સરકારે સિંહ સંરક્ષણને લઈને મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. માનવ હુમલામાં સંડોવાયેલા સિંહોને રાખવા માટે અમરેલી જિલ્લાના ધારી નજીક આવેલા આંબરડી સફારી પાર્કમાં 100 હેક્ટર વિસ્તારમાં ખાસ સીમિત ક્ષેત્ર બનાવવામાં આવશે. આ વિસ્તારમાં ફેન્સિંગ કરીને સિંહોને તેમની કુદરતી હેબિટેટને અનુરૂપ વાતાવરણમાં રાખવામાં આવશે.

વન વિભાગ દ્વારા આ કામગીરી માટે જરૂરી સૂચનાઓ આપવામાં આવી છે અને કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. અગ્રમુખ્ય વન સંરક્ષક અને હેડ ઓફ ધ ફોરેસ્ટ ફોર્સ ડૉ. જયપાલ સિંઘ, IFSના જણાવ્યા અનુસાર, માનવ હુમલામાં સંડોવાયેલા સિંહોને સુરક્ષિત રીતે સીમિત ક્ષેત્રમાં રાખી તેમના માટે અનુકૂળ વાતાવરણ ઊભું કરવામાં આવશે.

મનુષ્ય અને વન્યજીવો વચ્ચેનો સંઘર્ષ ઘટાડવા માટે વન વિભાગ દ્વારા સમયાંતરે વૈજ્ઞાનિક રીતે વન્ય પ્રાણીઓનું સ્થળાંતર કરવામાં આવે છે. ગામડાં કે રહેણાંક વિસ્તારમાં પ્રવેશેલા પ્રાણીઓને સુરક્ષિત રીતે પકડી જંગલમાં છોડવા ઉપરાંત ઘાયલ કે બીમાર પ્રાણીઓની સારવાર અને યોગ્ય હેબિટેટ આપવા માટે પણ સ્થળાંતરની કામગીરી કરવામાં આવે છે.

આંબરડી સફારી પાર્ક અમરેલી જિલ્લાના ધારી નજીક આવેલું મહત્વનું વન્યજીવ પ્રવાસન કેન્દ્ર છે. આશરે 365 હેક્ટર વિસ્તારમાં ફેલાયેલા આ પાર્કમાં એશિયાટિક સિંહ ઉપરાંત દીપડા, ચિતલ, નીલગાય, ચિંકારા, મોર સહિતના અનેક વન્યજીવો અને પક્ષીઓ જોવા મળે છે.

વર્ષ 2017માં શરૂ થયેલા આ પાર્કમાં ગીરના કુદરતી વાતાવરણનો અનુભવ કરવા મોટી સંખ્યામાં પ્રવાસીઓ આવે છે. સિંહ સંરક્ષણ સાથે ઇકો-ટૂરિઝમ અને સ્થાનિક રોજગારીને પ્રોત્સાહન આપવામાં પણ આંબરડી સફારી પાર્ક મહત્વની ભૂમિકા ભજવી રહ્યું છે.