Virat Kohliએ રચ્યો ઈતિહાસ, સચિન તેંડુલકરનો રેકોર્ડ તોડીને સૌથી ઝડપી 15,000 ODI રન બનાવનાર ખેલાડી બન્યો


Virat Kohli
Virat Kohliએ રચ્યો ઈતિહાસ, સચિન તેંડુલકરનો રેકોર્ડ તોડીને સૌથી ઝડપી 15,000 ODI રન બનાવનાર ખેલાડી બન્યો


Virat Kohli
Virat Kohli: વિરાટ કોહલીએ ફરી એકવાર ODI ક્રિકેટમાં વાપસી કરીને રેકોર્ડ બુકમાં પોતાનું નામ નોંધાવ્યું છે. વેસ્ટ ઈન્ડીઝ સામેની પહેલી ODIમાં અડધી સદી ફટકારીને વિરાટ કોહલીએ સચિન તેંડુલકરના મોટા રેકોર્ડને તોડી નાખ્યો.
આ ઈનિંગ દરમિયાન તેને ODI ક્રિકેટમાં 15,000 રન પણ પૂરા કર્યા, અને આ સિદ્ધિ મેળવનાર વિશ્વનો બીજો બેટ્સમેન બન્યો. તેને સચિન તેંડુલકરને પાછળ છોડીને સૌથી ઝડપી 15,000 ODI રન બનાવનાર બેટ્સમેન બન્યો.
વિરાટ કોહલીએ ODI ક્રિકેટમાં પોતાની વાપસીને યાદગાર બનાવવામાં કોઈ કસર છોડી નહીં. જુલાઈ પછી પોતાની પહેલી ODI રમતા ભારતીય સ્ટાર બેટ્સમેને તિરુવનંતપુરમના ગ્રીનફિલ્ડ ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં વેસ્ટ ઈન્ડીઝ સામે શાનદાર અડધી સદી ફટકારી. આ ઈનિંગ સાથે તેને 2 મોટી સિદ્ધિઓ હાંસલ કરી. વિરાટ કોહલીએ બિન-એશિયન ટીમો સામે ODIમાં સૌથી વધુ 50+ સ્કોર માટે સચિન તેંડુલકરને પાછળ છોડી દીધો. તેને 50 ઓવર ક્રિકેટમાં એટલે વનડે ક્રિકેટમાં 15,000 રનનો આંકડો પણ પાર કર્યો.
https://twitter.com/BCCI/status/2104223929925861602
વિરાટ કોહલીએ 40 બોલમાં ફિફ્ટી ફટકારી
વેસ્ટ ઈન્ડીઝ સામેની પહેલી વનડેમાં વિરાટ કોહલીએ શરૂઆતથી જ પોતાના જૂના ફોર્મની ઝલક બતાવી. તેને વિકેટ વચ્ચે ઝડપી દોડ અને ગેપમાં બોલ ફટકારીને રન બનાવીને ઈનિંગને આગળ ધપાવી. 37 વર્ષના બેટ્સમેન ફક્ત 40 બોલમાં જ પોતાની અડધી સદી પૂરી કરી. તેને 27મી ઓવરમાં અલ્ઝારી જોસેફ સામે સિક્સ ફટકારીને આ સિદ્ધિ હાંસલ કરી. આ અડધી સદી સાથે વિરાટ કોહલીએ બિન-એશિયન ટીમ સામે વનડેમાં સૌથી વધુ 50+ સ્કોરનો સચિન તેંડુલકરનો રેકોર્ડ તોડ્યો. વિરાટ કોહલી પાસે હવે બિન-એશિયન ટીમો સામે 96 વખત 50+ સ્કોર છે.
ODI ક્રિકેટ ઈતિહાસમાં સૌથી વધુ રન બનાવનાર ખેલાડી
સચિન તેંડુલકર - 18,426 રન
વિરાટ કોહલી - 15,000* રન
કુમાર સંગાકારા – 14,234 રન
રિકી પોન્ટિંગ – 13,704 રન
સનથ જયસૂર્યા - 13,430 રન
વનડેમાં 15,000 રન પૂરા કર્યા
વિરાટ કોહલીની અડધી સદીની ઈનિંગમાં સૌથી મોટી સિદ્ધિઓમાંથી એક ODI ક્રિકેટમાં 15,000 રન પૂર્ણ કરવાની હતી. તેને 59 રનના સ્કોર પર પહોંચતાની સાથે જ આ સિદ્ધિ મેળવી લીધી. આનાથી તે સચિન તેંડુલકર પછી 15,000 રન બનાવનાર વિશ્વનો બીજો બેટ્સમેન બન્યો. વિરાટ કોહલી હવે ODIમાં સૌથી વધુ રન બનાવવાનો સચિન તેંડુલકરનો રેકોર્ડ તોડવા પર નજર રાખશે.
આ પણ વાંચો: Saina Nehwalએ યુવાનોને ડ્રગ્સથી દૂર રહેવા કરી અપીલ, ફિટનેસને લઈને આપ્યો ખાસ સંદેશ





