Get News Alerts

Never miss breaking news updates.

Saina Nehwalએ યુવાનોને ડ્રગ્સથી દૂર રહેવા કરી અપીલ, ફિટનેસને લઈને આપ્યો ખાસ સંદેશ

Saina Nehwal: ફિટનેસને લાઈફસ્ટાઈલ બનાવવા, યુવાનોને ડ્રગ્સથી દૂર રાખવા અને વધતી જતી ડિજિટલ છેતરપિંડી સામે જાગૃતિ ફેલાવવાના સંદેશ સાથે ચંદીગઢમાં ટ્રાઈસિટી મેરેથોનનું આયોજન કરવામાં આવ્યું હતું.
Nancy ShuklaUpdated on: 27 Sep 2026 08:45 PM IST
Saina Nehwalએ યુવાનોને ડ્રગ્સથી દૂર રહેવા કરી અપીલ, ફિટનેસને લઈને આપ્યો ખાસ સંદેશSaina Nehwalએ યુવાનોને ડ્રગ્સથી દૂર રહેવા કરી અપીલ, ફિટનેસને લઈને આપ્યો ખાસ સંદેશ

Saina Nehwal

Saina Nehwal: ફિટનેસને લાઈફસ્ટાઈલ બનાવવા, યુવાનોને ડ્રગ્સથી દૂર રાખવા અને વધતી જતી ડિજિટલ છેતરપિંડી સામે જાગૃતિ ફેલાવવાના સંદેશ સાથે ચંદીગઢમાં ટ્રાઈસિટી મેરેથોનનું આયોજન કરવામાં આવ્યું હતું. લગભગ 8,000 લોકોએ એસકે ટ્રાયસિટી મેરેથોનમાં ભાગ લીધો હતો. ઓલિમ્પિક મેડલ વિજેતા બેડમિન્ટન ખેલાડી સાઈના નેહવાલે 10 કિલોમીટરની દોડને લીલી ઝંડી આપી હતી.

ચંદીગઢના મેયર સૌરભ જોશી પણ હાજર હતા. ફિટનેસને પ્રોત્સાહન આપવા અને ડ્રગ વ્યસન અને સાયબર ક્રાઈમ સામે જાગૃતિ લાવવા માટે મેરેથોનનું આયોજન કરવામાં આવ્યું હતું.

ફિટનેસને તમારી લાઈફસ્ટાઈલનો ભાગ બનાવો

આયોજકોએ જણાવ્યું હતું કે, "મેરેથોનનો હેતુ ફક્ત લોકોને એક દિવસ દોડવા માટે પ્રેરણા આપવાનો નથી, પરંતુ ફિટનેસને તેમની નિયમિત લાઈફસ્ટાઈલનો ભાગ બનાવવાનો અને યુવાનોને ડ્રગ્સથી દૂર રાખવાનો સંદેશ આપવાનો છે. મોટી સંખ્યામાં લોકોની ભાગીદારીએ આ ઈવેન્ટને ફિટનેસને સામાજિક જાગૃતિ સાથે જોડવાનું પ્લેટફોર્મ પણ બનાવ્યું."

આ કાર્યક્રમમાં ડ્રગ્સના દુરૂપયોગથી દૂર રહેવા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું

મેરેથોનમાં ભાગ લેનારાઓએ ફિટનેસની સાથે સામાજિક જાગૃતિનો સંદેશ શેર કર્યો હતો. આ કાર્યક્રમમાં ડ્રગ્સના દુરૂપયોગથી દૂર રહેવા અને ડિજિટલ વિશ્વમાં સાયબર છેતરપિંડી સામે સતર્ક રહેવા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું. "રન ફોર અ સેફ ડિજિટલ ઈન્ડિયા" સંદેશ સાથે, લોકોને ઓનલાઈન છેતરપિંડી અને સાયબર ક્રાઈમ વિશે જાગૃત કરવામાં આવ્યા હતા.

View post on Instagram

આ સિવાય, સાઈના નહેવાલે ગ્રોથ નાઉની પોસ્ટ સોશિયલ મીડિયા પર શેર કરીને પણ ફેન્સને ડ્રગ્સથી દૂર રહેવા અપીલ કરી છે.

saina nehwal ઝદેૂ.webp

દરરોજ ઓછામાં ઓછો એક કલાક કસરત કરો

સાયના નેહવાલે કહ્યું કે "જો ભારત જાપાન, દક્ષિણ કોરિયા અને ચીન જેવા દેશ સાથે રમતગમતમાં પ્રગતિ કરવા માગે છે, તો ફિટનેસ ફક્ત રમતવીરો સુધી મર્યાદિત ન હોઈ શકે." તેમને યુવાનોને દરરોજ ઓછામાં ઓછો એક કલાક દોડવા અથવા કોઈ પ્રકારની શારીરિક પ્રવૃત્તિમાં વ્યસ્ત રહેવા વિનંતી કરી. તેમના મતે નિયમિત કસરતને રોજિંદા જીવનનો ભાગ બનાવવાથી દેશમાં રમતગમતનું વાતાવરણ મજબૂત બનશે.

'દરેક નાગરિકે રમતગમત અને તંદુરસ્તીમાં સામેલ થવું જોઈએ.' તેને કહ્યું કે "જો ભારત ખરેખર રમતગમત રાષ્ટ્ર બનવું હોય, તો દરેક નાગરિકે રમતગમત અને તંદુરસ્તીમાં સામેલ થવું પડશે. તેમના મતે મેદાનમાં ઉતરવું માત્ર સ્પર્ધા માટે જ નહીં પરંતુ સ્વસ્થ લાઈફસ્ટાઈલ માટે પણ મહત્વપૂર્ણ છે."

દોડ ચંદીગઢ ક્લબથી શરૂ થઈ હતી

એસકે ટ્રાયસિટી મેરેથોનમાં 21.097 કિલોમીટરની હાફ મેરેથોન, 10 કિલોમીટરની દોડ અને 3 કિલોમીટરની ફન રનનો સમાવેશ થતો હતો. બધી દોડ ચંદીગઢ ક્લબ તરફથી આયોજિત કરવામાં આવી હતી. 21 કિલોમીટર અને 10 કિલોમીટરની દોડમાં ભાગ લેનારાઓએ ઉત્તર માર્ગ, રોઝ ગાર્ડન અને સુખના લેક વોકવે સહિતના રૂટ પર દોડ્યા હતા.

આ પણ વાંચો: Sarvesh Kushareએ ઈતિહાસ રચ્યો, 45 વર્ષના એશિયન ગેમ્સના દુષ્કાળનો અંત લાવીને હાઈ જમ્પમાં સિલ્વર મેડલ જીત્યો

AUTHOR
N

Nancy Shukla

Author details are not available.