Get News Alerts

Never miss breaking news updates.

Shubman Gillએ બાબર આઝમને છોડ્યો પાછળ, આ મામલે નંબર-1 બેટ્સમેન બન્યો

Shubman Gill: વેસ્ટ ઈન્ડિઝ સામેની 3 મેચની વનડે સિરીઝમાં ભારતનો કેપ્ટન શુભમન ગિલના ધમાકેદાર બેટિંગ પ્રદર્શનને કારણે 3 મેચની ODI સિરીઝમાં કેપ્ટન તરીકે સૌથી વધુ રન બનાવનાર ખેલાડી બન્યો છે.
Nancy ShuklaUpdated on: 04 Oct 2026 06:20 PM IST
Shubman Gillએ બાબર આઝમને છોડ્યો પાછળ, આ મામલે નંબર-1 બેટ્સમેન બન્યોShubman Gillએ બાબર આઝમને છોડ્યો પાછળ, આ મામલે નંબર-1 બેટ્સમેન બન્યો

Shubman Gill

Shubman Gill: ટીમ ઈન્ડિયાએ ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચેની 3 મેચની વનડે સિરીઝ 2-1થી જીતી લીધી. આ સિરીઝ દરમિયાન ભારતીય કેપ્ટન શુભમન ગિલ બેટિંગમાં શાનદાર ફોર્મમાં હતો, તેને પહેલી વનડેમાં સદી અને બીજીમાં રેકોર્ડબ્રેક બેવડી સદી ફટકારી હતી. પરંતુ ગિલ ત્રીજી વનડેમાં માત્ર 1 રન બનાવીને આઉટ થયો હતો, તેમ છતાં તેને એવી સિદ્ધિ હાંસલ કરી જે કોઈ ભારતીય કેપ્ટને 3 મેચની વનડે સિરીઝમાં ક્યારેય હાંસલ કરી નથી.

શુભમન ગિલ હવે ઝિમ્બાબ્વેના બ્રેન્ડન ટેલરના 15 વર્ષ જૂના રેકોર્ડને તોડીને 3 મેચની વનડે સિરીઝમાં કેપ્ટન તરીકે સૌથી વધુ રન બનાવનાર ખેલાડી બની ગયો છે.

શુભમન ગિલે સિરીઝમાં 167ની એવરેજથી રન બનાવ્યા

વેસ્ટ ઈન્ડિઝ સામેની 3 મેચની ODI સિરીઝમાં, ભારતીય કેપ્ટન શુભમન ગિલે 167 ની એવરેજથી કુલ 334 રન બનાવ્યા, જેમાં 2 સદીનો સમાવેશ થાય છે. શુભમન ગિલે ઝિમ્બાબ્વેના બ્રેન્ડન ટેલરના 15 વર્ષ જૂના રેકોર્ડને તોડીને 3 મેચની ODI સિરીઝમાં કેપ્ટન તરીકે સૌથી વધુ રન બનાવનાર ખેલાડી બન્યો.

શુભમન ગિલ 3 મેચની ODI સિરીઝમાં 300 કે તેથી વધુ રન બનાવનાર બીજો કેપ્ટન પણ છે. ટોપ-5 માં પાકિસ્તાની કેપ્ટન બાબર આઝમનો પણ સમાવેશ થાય છે, જેને 2021 માં ઓસ્ટ્રેલિયા સામેની 3 મેચની ODI સિરીઝમાં 276 રન બનાવ્યા હતા. શુભમન ગિલ પહેલા ભારતીય ટીમ માટે કેપ્ટન તરીકે વિરાટ કોહલીના નામે 3 મેચની ODI સિરીઝમાં સૌથી વધુ રન બનાવવાનો રેકોર્ડ હતો. તેને 2017 માં ન્યુઝીલેન્ડ સામેની 3 મેચની ODI સિરીઝમાં 263 રન બનાવ્યા હતા.

કેપ્ટન તરીકે 3 મેચની ODI સિરીઝમાં સૌથી વધુ રન બનાવનાર ખેલાડી

શુભમન ગિલ (ભારત) – 334 રન વિવેસ્ટ ઈન્ડિઝ (2026)

બ્રેન્ડન ટેલર (ઝિમ્બાબ્વે) – 310 રન વિ ન્યુઝીલેન્ડ (2011)

શાઈ હોપ (વેસ્ટ ઈન્ડિઝ) – 278 રન વિ ભારત (2026)

બાબર આઝમ (પાકિસ્તાન) – 276 રન વિ ઓસ્ટ્રેલિયા (2021)

કુરમ ખાન (યુએઈ) - 270 રન વિ અફઘાનિસ્તાન (2014)

શુભમન ગિલે યુવરાજ, ગાંગુલી અને ધોનીની બરાબરી પણ કરી

શુભમન ગિલને વેસ્ટ ઈન્ડીઝ સામેની 3 મેચની ODI સિરીઝમાં શાનદાર પ્રદર્શન બદલ પ્લેયર ઓફ ધ સિરીઝનો એવોર્ડ પણ મળ્યો, જેમાં તેને સૌરવ ગાંગુલી, યુવરાજ સિંહ અને એમએસ ધોનીની બરાબરી કરી. શુભમન ગિલનો ODI કરિયરમાં આ સાતમો પ્લેયર ઓફ ધ સિરીઝ એવોર્ડ હતો, જેના કારણે તે આ એવોર્ડ જીતનારા સૌથી વધુ ભારતીય ખેલાડીઓમાં ફક્ત સચિન તેંડુલકર અને વિરાટ કોહલી કરતાં પાછળ છે.

આ પણ વાંચો: KL Rahulએ ફટકારી ધમાકેદાર સદી, ઈન્ટરનેશનલ ક્રિકેટમાં પૂરા કર્યા 10,000 રન

AUTHOR
N

Nancy Shukla

Author details are not available.