Get News Alerts

Never miss breaking news updates.

KL Rahulએ ફટકારી ધમાકેદાર સદી, ઈન્ટરનેશનલ ક્રિકેટમાં પૂરા કર્યા 10,000 રન

KL Rahul: વેસ્ટ ઈન્ડીઝ સામેની ત્રીજી વનડેમાં કેએલ રાહુલે ફક્ત 80 બોલમાં પોતાની સદી પૂરી કરી. આ રાહુલની નવમી વનડે સદી છે. રાહુલ 129 રન બનાવીને અણનમ રહ્યો.
Nancy ShuklaUpdated on: 04 Oct 2026 05:27 PM IST
KL Rahulએ ફટકારી ધમાકેદાર સદી, ઈન્ટરનેશનલ ક્રિકેટમાં પૂરા કર્યા 10,000 રનKL Rahulએ ફટકારી ધમાકેદાર સદી, ઈન્ટરનેશનલ ક્રિકેટમાં પૂરા કર્યા 10,000 રન

KL Rahul

KL Rahul: વેસ્ટ ઈન્ડીઝ સામેની ત્રીજી વનડેમાં કેએલ રાહુલે શાનદાર બેટિંગ કરી અને સદી ફટકારી. તેને માત્ર 80 બોલમાં સદી પૂરી કરી. આ કેએલ રાહુલની વનડે ક્રિકેટમાં 9મી સદી છે. રાહુલ આ મેચમાં ખૂબ જ મુશ્કેલ સમયે બેટિંગ કરવા આવ્યો હતો, પરંતુ શાનદાર સદી સાથે તેને ટીમનો સ્કોર 300 થી વધુ લઈ ગયો.

સદી ફટકાર્યા પછી તેને વધુ ઝડપી ગતિએ રન બનાવવાનું શરૂ કર્યું અને ટીમ ઈન્ડિયાનો સ્કોર 351 રન સુધી પહોંચાડ્યો . આ કેએલ રાહુલનો અત્યાર સુધીનો વનડે ક્રિકેટમાં હાઈએસ્ટ સ્કોર છે અને તેને ઈન્ટરનેશનલ ક્રિકેટમાં પોતાના 10,000 રન પણ પૂર્ણ કર્યા.

કેએલ રાહુલ 129 રન બનાવીને અણનમ રહ્યો

કેએલ રાહુલ 87 બોલમાં 129 રન બનાવ્યા બાદ અણનમ રહ્યો. તેને પોતાની ઈનિંગમાં 10 ચોગ્ગા અને 6 છગ્ગા ફટકાર્યા. જ્યારે કેએલ રાહુલ પાંચમા નંબરે બેટિંગ કરવા આવ્યો ત્યારે ભારતની સ્થિતિ ખરાબ હતી, ભારતે 141 રનમાં 3 વિકેટ ગુમાવી દીધી હતી. મેચમાં હજુ 25 ઓવર બાકી હતી ત્યારે કેએલ રાહુલે સમજદારીપૂર્વક ધીમે ધીમે રમવાનું શરૂ કર્યું. જ્યારે અન્ય ખેલાડીઓ આઉટ થતા અને પેવેલિયન પરત ફરતા રહ્યા, ત્યારે કેએલ રાહુલ મેદાન પર અડગ રહ્યો. તેને છેલ્લી 5 ઓવરમાં આક્રમક બેટિંગ કરી અને ટીમનો સ્કોર 350 થી વધુ પહોંચાડ્યો. તેને ગુરનુર બ્રાર સાથે આઠમી વિકેટ માટે 61 રનની પાર્ટનરશીપ કરી, જેમાં ગુરનુર બ્રારે માત્ર 8 રનનું યોગદાન આપ્યું.

કેએલ રાહુલે બીજી સૌથી ઝડપી સદી ફટકારી

કેએલ રાહુલે 80 બોલમાં પોતાની સદી પૂરી કરી, જે વનડે ક્રિકેટમાં બીજી સૌથી ઝડપી સદી છે. 2023ના વર્લ્ડકપ દરમિયાન બેંગલુરુમાં નેધરલેન્ડ્સ સામે તેની સૌથી ઝડપી સદી હતી, જ્યાં તેને માત્ર 62 બોલમાં સદી ફટકારી હતી. વધુમાં કેએલ રાહુલ પાંચમા નંબરે બેટિંગ કરતી વખતે સૌથી વધુ વનડે ઈનિંગ ફટકારનાર ત્રીજો સૌથી ઝડપી ભારતીય બેટ્સમેન બન્યો. તેના કરતાં ફક્ત યુવરાજ સિંહ (ઓસ્ટ્રેલિયા સામે 139 રન - 2004) અને મહેન્દ્ર સિંહ ધોની (ઈંગ્લેન્ડ સામે 134 રન - 2017) જ આગળ છે.

ભારત માટે પાંચમા નંબરે સૌથી વધુ ઈનિંગ રમનારા બેટ્સમેન

139 રન: યુવરાજ સિંહ વિ ઓસ્ટ્રેલિયા, સિડની 2004

134 રન: એમએસ ધોની વિ ઈંગ્લેન્ડ, કટક 2017

129* રન: કેએલ રાહુલ વિ વેસ્ટ ઈન્ડિઝ, ન્યુ ચંદીગઢ 2026

124 રન: એમએસ ધોની વિ ઓસ્ટ્રેલિયા, નાગપુર 2009

કેએલ રાહુલે 2014માં પોતાના ઈન્ટરનેશનલ કરિયરની શરૂઆત કરી

કેએલ રાહુલે 2014 માં પોતાના ઈન્ટરનેશનલ કરિયરની શરૂ કરી હતી. તે હવે ભારત માટે રમતી વખતે 10,000 ઈન્ટરનેશનલ રન પૂરા કરનાર 15મો બેટ્સમેન બની ગયો છે. તેને 243 મેચની 281 ઈનિંગમાં આ સિદ્ધિ હાંસલ કરી છે, જેમાં કુલ 23 સદી ફટકારી છે. ટેસ્ટ ક્રિકેટમાં તેને 122 ઈનિંગમાં લગભગ 36 ની એવરેજથી 4,288 રન બનાવ્યા છે, જ્યારે T20 ઈન્ટરનેશનલ મેચમાં તેના 2,265 રન છે.

આ પણ વાંચો: Shubman Gillએ રોહિત અને કોહલી વિશેના સવાલનો આપ્યો જડબાતોડ જવાબ, ટ્રોલર્સને કર્યા ચૂપ

AUTHOR
N

Nancy Shukla

Author details are not available.