Shreyas Iyerએ સદી ફટકારીને બનાવ્યો નવો રેકોર્ડ, વિરાટ કોહલીનો તોડ્યો રેકોર્ડ


Shreyas Iyer
Shreyas Iyerએ સદી ફટકારીને બનાવ્યો નવો રેકોર્ડ, વિરાટ કોહલીનો તોડ્યો રેકોર્ડ


Shreyas Iyer
Shreyas Iyer: લખનૌના એકાના સ્ટેડિયમ ખાતે વેસ્ટ ઈન્ડિઝ સામેની પ્રથમ T20 ઈન્ટરનેશનલ મેચમાં શ્રેયસ ઐયરે પોતાની બેટિંગથી બધાનું ધ્યાન ખેંચ્યું. ચોથા નંબર પર બેટિંગ કરતા ભારતીય કેપ્ટને માત્ર 43 બોલમાં અણનમ 102 રન બનાવીને પોતાની ટીમને 172 રનના ટાર્ગેટ સુધી પહોંચવામાં મદદ કરી.
તેની ઈનિંગમાં 10 ચોગ્ગા અને 6 છગ્ગાનો સમાવેશ થતો હતો. ભારતે મેચ 8 વિકેટથી જીતીને સિરીઝમાં લીડ મેળવી લીધી, જ્યારે શ્રેયસ ઐયરે વિરાટ કોહલીનો મોટો રેકોર્ડ પણ તોડ્યો.
વિરાટ કોહલીનો તૂટ્યો રેકોર્ડ
શ્રેયસ ઐયર હવે T20I રન ચેઝ દરમિયાન સદી ફટકારનાર પ્રથમ ભારતીય કેપ્ટન બની ગયો છે. આ પહેલા કોઈ પણ ભારતીય કેપ્ટને T20 ઈન્ટરનેશલન મેચમાં ટાર્ગેટનો પીછો કરતી વખતે સદી ફટકારી ન હતી. શ્રેયસ ઐયરની સદી પહેલા ભારતીય કેપ્ટન તરીકે વિરાટ કોહલીના નામે T20I મેચમાં સૌથી વધુ સ્કોરનો રેકોર્ડ હતો.
વિરાટ કોહલીએ 6 ડિસેમ્બર, 2019 ના રોજ હૈદરાબાદમાં વેસ્ટ ઈન્ડિઝ સામે પીછો કરતી વખતે અણનમ 94 રન બનાવ્યા હતા. તેને 50 બોલની પોતાની ઈનિંગમાં 6 ચોગ્ગા અને 6 છગ્ગા ફટકાર્યા હતા. હવે શ્રેયસ ઐયરે 43 બોલમાં અણનમ 102 રન બનાવીને આ રેકોર્ડ પોતાના નામે કરી લીધો છે. તમને જણાવી દઈએ કે બંને ખેલાડીઓએ વેસ્ટ ઈન્ડિઝ સામે આ મોટી ઈનિંગ રમી હતી.
રન ચેઝ દરમિયાન સદી ફટકારનાર પહેલો ભારતીય કેપ્ટન
ભારતના કેપ્ટન તરીકે T20I રન ચેઝમાં સૌથી વધુ ઈનિંગનો રેકોર્ડ હવે શ્રેયસ ઐયરના નામે છે. તેના અણનમ 102 રનનો સ્ટ્રાઈક રેટ 237.20 હતો. આ પછી વિરાટ કોહલીના અણનમ 94 અને રોહિત શર્માના 85 રનનો નંબર આવે છે. રોહિતે 7 નવેમ્બર, 2019 ના રોજ રાજકોટમાં બાંગ્લાદેશ સામે આ ઈનિંગ રમી હતી. આ સદી શ્રેયસ ઐયર માટે ઘણી રીતે ખાસ હતી. તે T20I ક્રિકેટમાં તેની પહેલી સદી હતી. આ સાથે તે ભારતની કેપ્ટનશીપ દરમિયાન T20Iમાં સદી ફટકારનાર ત્રીજો ખેલાડી પણ બન્યો.
શ્રેયસ ઐયર T20માં સદી ફટકારનાર ત્રીજો ભારતીય કેપ્ટન
શ્રેયસ ઐયર પહેલા રોહિત શર્માએ ભારતના કેપ્ટન તરીકે T20I મેચમાં 3 સદી ફટકારી હતી. સૂર્યકુમાર યાદવે ડિસેમ્બર 2023 માં સાઉથ આફ્રિકા સામે ભારતની કેપ્ટનશીપ દરમિયાન સદી ફટકારી હતી. હવે શ્રેયસ ઐયર પણ આ વિશિષ્ટ ક્લબમાં પોતાનું સ્થાન બનાવી ચૂક્યો છે. પરંતુ T20I મેચમાં કેપ્ટન દ્વારા રન ચેઝમાં સૌથી વધુ ઈનિંગનો રેકોર્ડ હજુ પણ પાકિસ્તાનના બાબર આઝમના નામે છે.
બાબરે 14 એપ્રિલ 2021 ના રોજ સેન્ચુરિયનમાં સાઉથ આફ્રિકા સામે 204 રનના ટાર્ગેટનો પીછો કરતી વખતે 59 બોલમાં 122 રન બનાવ્યા હતા. સિંગાપોરના કેપ્ટન અરિત્ર દત્તાએ 11 ફેબ્રુઆરી 2024 ના રોજ જાપાન સામે બાબરના 122 રનના રેકોર્ડની બરાબરી કરી હતી.





