Ind Vs Aus: ભારતીય અંડર-19 ખેલાડી તન્મયએ તોડ્યો 19 વર્ષ જૂનો રેકોર્ડ, ઓસ્ટ્રેલિયા સામેની મેચમાં લીધી 14 વિકેટ


Ind Vs Aus
Ind Vs Aus: ભારતીય અંડર-19 ખેલાડી તન્મયએ તોડ્યો 19 વર્ષ જૂનો રેકોર્ડ, ઓસ્ટ્રેલિયા સામેની મેચમાં લીધી 14 વિકેટ


Ind Vs Aus
Ind Vs Aus: ભારતનો પ્રવાસ ઓસ્ટ્રેલિયન અંડર-19 ટીમ માટે કોઈ દુઃસ્વપ્નથી ઓછો સાબિત થયો નહીં. તેઓએ પહેલા 3 યુથ ODI મેચની સિરીઝ રમી હતી, જેમાં તેમને એકતરફી હારનો સામનો કરવો પડ્યો હતો, અને ત્યારબાદ કાંગારૂ ટીમે 2 મેચની યુથ ટેસ્ટ સિરીઝ પણ ગુમાવી હતી. યુથ ટેસ્ટની બીજો મેચ 5 ઓક્ટોબરથી અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે રમાઈ હતી, જેને ભારતીય અંડર-19 ક્રિકેટ ટીમ 3 દિવસમાં 10 વિકેટથી જીતવામાં સફળ રહી હતી.
આ ટેસ્ટ મેચમાં લેફ્ટ હેન્ડ સ્પિન બોલર તન્મય બલોડાએ બંને ઈનિંગમાં 5 વિકેટ લઈને અને કુલ 14 વિકેટ લઈને ટીમ ઈન્ડિયાને જીત અપાવવામાં મદદ કરી હતી, 18 વર્ષના તનમ્યએ યુથ ટેસ્ટમાં એક મોટો વર્લ્ડ રેકોર્ડ તોડ્યો.
યુવા ટેસ્ટમાં સૌથી વધુ વિકેટ લેવાનો રેકોર્ડ તન્મયના નામે
18 વર્ષના તન્મય બલોડા હવે યુથ ટેસ્ટમાં 1 મેચમાં સૌથી વધુ વિકેટ લેવાનો રેકોર્ડ બનાવવામાં સફળ રહ્યો છે. આ પહેલા આ રેકોર્ડ ન્યુઝીલેન્ડના ભૂતપૂર્વ ફાસ્ટ બોલર ટિમ સાઉથીના નામે હતો જેને 2007માં ભારતીય અંડર-19 ટીમ સામે યુથ ટેસ્ટ મેચમાં 92 રન આપીને 12 વિકેટ લીધી હતી. હવે તન્મયએ આ રેકોર્ડ તોડીને તેને પોતાનો બનાવ્યો છે. ઓસ્ટ્રેલિયા અંડર-19 ટીમ સામેની બીજી યુથ ટેસ્ટ મેચમાં, તન્મયએ પહેલી ઈનિંગમાં 32 રન આપીને 6 વિકેટ લીધી હતી અને બીજી ઈનિંગમાં 41 રન આપીને 8 વિકેટ લીધી હતી.
યુવા ટેસ્ટમાં બોલર દ્વારા લેવામાં આવેલી સૌથી વધુ વિકેટ
તન્મય બલોડા (ભારત) – 73 રન આપીને 14 વિકેટ (2026, ઓસ્ટ્રેલિયા અંડર-19 સામે)
ટિમ સાઉથી (ન્યુઝીલેન્ડ) – 92 રન આપીને 12 વિકેટ (2007, ભારત અંડર-19 સામે)
ફઝલ-એ-અકબર 9 (પાકિસ્તાન) - 99 રનમાં 12 વિકેટ (1997, દક્ષિણ આફ્રિકા અંડર-19)
વિદ્યુત શિવરામક્રિષ્નન (ભારત) – 122 રનમાં 12 વિકેટ (2001, ઈંગ્લેન્ડ અંડર-19)
આશિષ ઝૈદી (ભારત) – 147 રન આપીને 12 વિકેટ (1997, પાકિસ્તાન અંડર-19)
મુશ્તાક અહેમદ (પાકિસ્તાન) – 150 રન આપીને 12 વિકેટ (1989, ભારત અંડર-19)
પોલ સ્ટેપ્ટો (ઓસ્ટ્રેલિયા) - 169 રન આપીને 12 વિકેટ (1986, ભારત અંડર-19)
ટીમ ઈન્ડિયાને 11 રનનો ટાર્ગેટ આપવામાં આવ્યો
ભારતીય અંડર-19 ટીમે આ યુવા ટેસ્ટ મેચની પહેલી મેચ એક ઈનિંગ અને 48 રનથી જીતી હતી, જ્યારે બીજી યુવા ટેસ્ટ મેચમાં તેમને મેચની ચોથી ઈનિંગમાં જીતવા માટે 11 રનનો ટાર્ગેટ આપવામાં આવ્યો હતો, જેને લક્ષ્ય અને સાગરની ઓપનિંગ જોડીએ માત્ર 5 બોલમાં જ હાંસલ કરી લીધો અને કોઈપણ નુકસાન વિના 10 વિકેટથી મેચ જીતી લીધી.
આ પણ વાંચો: Shubman Gill ઈતિહાસ રચવાની નજીક, વિરાટ કોહલીને ICC રેન્કિંગમાં નુકસાન, કેએલ રાહુલે લગાવી છલાંગ





