Get News Alerts

Never miss breaking news updates.

Rohit Sharma લપસીને બસમાં પડ્યો, વિરાટ કોહલીની પ્રતિક્રિયા થઈ વાયરલ

Rohit Sharma: ટીમ ઈન્ડિયા અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચેની વનડે સિરીઝ શરૂ થઈ ગઈ છે. પહેલી વનડે પછી ટીમ ઈન્ડિયાના અનુભવી બેટ્સમેન રોહિત શર્મા બસની સીડીમાંથી પડ્યો, તે માંડ માંડ બચ્યો.
Nancy ShuklaUpdated on: 28 Sep 2026 08:37 PM IST
Rohit Sharma લપસીને બસમાં પડ્યો, વિરાટ કોહલીની પ્રતિક્રિયા થઈ વાયરલRohit Sharma લપસીને બસમાં પડ્યો, વિરાટ કોહલીની પ્રતિક્રિયા થઈ વાયરલ

Rohit Sharma

Rohit Sharma: ટીમ ઈન્ડિયાએ પહેલી વનડેમાં વેસ્ટ ઈન્ડિઝને સરળતાથી હરાવ્યું. ટીમ ઈન્ડિયાએ બેટ અને બોલ બંનેથી શાનદાર પ્રદર્શન કર્યું. મેચ પછી જ્યારે તેઓ હોટલ પરત ફરી રહ્યા હતા, ત્યારે ટીમ ઈન્ડિયાના અનુભવી ખેલાડી રોહિત શર્મા બસમાંથી ઉતરતી વખતે લપસી ગયો અને પડી ગયો. મીડિયા રિપોર્ટ મુજબ હિટમેન અકસ્માતમાં માંડ માંડ બચી ગયો. પડી ગયા પછી વિરાટ કોહલીની પ્રતિક્રિયા પણ વાયરલ થઈ રહી છે. આ વીડિયો હવે દરેક જગ્યાએ જોવા મળી રહ્યો છે.

રોહિત શર્મા લપસીને બસમાં પડ્યો

સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં વેસ્ટ ઈન્ડિઝ સામેની પહેલી વનડે જીતીને ટીમ ઈન્ડિયા પોતાના હોટલ પરત ફરી રહી છે. કેટલાક ભારતીય ખેલાડીઓ પહેલા ઉતર્યા, ત્યારબાદ રોહિત શર્મા બસમાંથી ઉતરતી વખતે લપસી ગયો. ત્યાં હાજર સ્ટાફ અને પોલીસ અધિકારીઓએ તાત્કાલિક તેને ઉઠાડવામાં મદદ કરી. મીડિયા રિપોર્ટ મુજબ રોહિત શર્માને કોઈ ઈજા થઈ નથી.

જ્યારે હિટમેન પડી ગયો, ત્યારે બાકીની ટીમ જીતનું સેલિબ્રેશન કરતી જોવા મળી. પરંતુ મહાન વિરાટ કોહલીનું ધ્યાન રોહિત શર્મા તરફ ગયું, જે થોડો ચિંતિત જોવા મળ્યો. પરંતુ જ્યારે રોહિત પાછળથી ઊભો થયો અને સ્વસ્થ દેખાયો, ત્યારે વિરાટ કોહલી પણ હોટેલની અંદર ગયો. હિટમેનને કોઈ ઈજા થઈ નથી, તેથી તે બીજી વનડેમાં ટીમ ઈન્ડિયા માટે રમે તેવી શક્યતા છે.

રોહિત શર્માએ પહેલી વનડેમાં બનાવ્યા 32 રન

ટીમ ઈન્ડિયાના સુપરસ્ટાર રોહિત શર્માએ પહેલી મેચમાં અપેક્ષા મુજબ સારું પ્રદર્શન કર્યું ન હતું. તે 35 બોલમાં ફક્ત 32 રન બનાવી શક્યો, પરંતુ તેને ઈનિંગ દરમિયાન 3 છગ્ગા ફટકાર્યા હતા. રોહિત શરૂઆતમાં થોડો સમય મેદાન પર રહ્યો અને સ્થિર થયો, પરંતુ પછી ખરાબ શોટ રમીને તેની વિકેટ ગુમાવી દીધી. આનાથી તેના પ્રદર્શન પર ઘણા ગંભીર સવાલો ઉભા થયા.

હિટમેન પર દબાણ વધી ગયું છે. ટીમ ઈન્ડિયામાં રહેવા માટે રોહિતે બીજી વનડેમાં સારું પ્રદર્શન કરવું પડશે. જો રોહિત બીજી વનડેમાં મોટી ઈનિંગ રમવામાં નિષ્ફળ જાય, તો તેને વનડે ટીમમાંથી બહાર કરી શકાય છે. પરંતુ જો રોહિત આગામી 2 મેચમાં સારો સ્કોર કરશે, તો તેને ન્યૂઝીલેન્ડ સામેની વનડે સિરીઝમાં રમવાની તક મળી શકે છે. રોહિત માટે આગામી મેચ ખૂબ જ મહત્વપૂર્ણ રહેશે.

આ પણ વાંચો: Asian Games 2026: ભારતે જેવલિન થ્રો ગેમમાં મચાવી ધૂમ, યશવીર સિંહે જીત્યો સિલ્વર મેડલ, રોહિત યાદવે જીત્યો બ્રોન્ઝ

AUTHOR
N

Nancy Shukla

Author details are not available.