Mumbai Indians Captain: મુંબઈ ઈન્ડિયન્સનો મોટો નિર્ણય, IPL 2027માં ફરી રોહિત શર્મા કરશે કેપ્ટનશીપ


Mumbai Indians: IPL 2027માં ફરી મુંબઈનો કેપ્ટન બન્યો રોહિત શર્મા
Mumbai Indians Captain: મુંબઈ ઈન્ડિયન્સનો મોટો નિર્ણય, IPL 2027માં ફરી રોહિત શર્મા કરશે કેપ્ટનશીપ


Mumbai Indians: IPL 2027માં ફરી મુંબઈનો કેપ્ટન બન્યો રોહિત શર્મા
Mumbai Indians Captain: IPL 2027નો ઓક્શન 16 ડિસેમ્બરે ગોવામાં યોજાવાનો છે. આ પહેલાં 5 વખતની ચેમ્પિયન મુંબઈ ઈન્ડિયન્સે મોટો નિર્ણય લીધો છે. ફ્રેન્ચાઈઝીએ IPL 2027 માટે રોહિત શર્માને ફરી ટીમનો કેપ્ટન બનાવ્યો છે. લગભગ ત્રણ વર્ષ બાદ રોહિત ફરી મુંબઈની કમાન સંભાળશે. અગાઉ 2013થી 2024 સુધી તેમને 11 વર્ષ ટીમની કેપ્ટનશીપ કરી હતી અને 5 વખત મુંબઈને IPL ચેમ્પિયન બનાવ્યું હતું.
હાર્દિક પંડ્યાના સ્થાને રોહિત શર્માને જવાબદારી
વર્ષ 2024માં મુંબઈ ઈન્ડિયન્સે રોહિત શર્માને કેપ્ટનપદેથી હટાવીને હાર્દિક પંડ્યાને ટીમની જવાબદારી સોંપી હતી. આ સાથે સૂર્યકુમાર યાદવને વાઈસ કેપ્ટન બનાવવામાં આવ્યો હતો. પરંતુ આ ફેરફાર ફ્રેન્ચાઈઝીની અપેક્ષા પ્રમાણે સફળ રહ્યો ન હતો. છેલ્લી 3 સિઝનમાં મુંબઈની ટીમ માત્ર એક વખત પ્લેઓફમાં પહોંચી શકી હતી. મેદાન પરના પ્રદર્શન સિવાય ટીમને કેટલાક વિવાદોનો પણ સામનો કરવો પડ્યો હતો.
ત્યારબાદ મુંબઈએ હાર્દિક પંડ્યાથી અલગ થવાનો નિર્ણય લીધો હતો. તેને પંજાબ કિંગ્સ સાથે ટ્રેડ કરવામાં આવ્યો હતો, જેના બદલામાં મુંબઈને ઝડપી બોલર અર્શદીપ સિંહ મળ્યો હતો. હાર્દિકના ગયા બાદ ટીમ માટે નવા કેપ્ટરની પસંદગી કરવાનો સવાલ ઊભો થયો હતો. આખરે ફ્રેન્ચાઈઝીએ પોતાના સૌથી સફળ કેપ્ટન રોહિત શર્મા પર ફરી વિશ્વાસ મૂક્યો છે.
સૂર્યકુમાર અને તિલક વર્મા પણ હતા દાવેદાર
મુંબઈ ઈન્ડિયન્સ પાસે કેપ્ટનપદ માટે અન્ય વિકલ્પો પણ હતા. સૂર્યકુમાર યાદવ આ રેસમાં આગળ હોવાનું માનવામાં આવતું હતું. આ સિવાય તિલક વર્માનું નામ પણ સંભવિત કેપ્ટન તરીકે ચર્ચામાં હતું. તાજેતરમાં તેને ઈન્ડિયા A ટીમની કમાન સોંપવામાં આવી હતી. તેમ છતાં મુંબઈ મેનેજમેન્ટ રોહિત શર્માને ફરી કેપ્ટન બનાવવામાં સફળ રહ્યું છે.
<blockquote class="twitter-tweet"><p lang="en" dir="ltr">Smile, everybody smile 💙
#MumbaiIndians #CaptainRo https://t.co/YUqYZTQxu9</p>— Mumbai Indians (@mipaltan) <a href="https://x.com/mipaltan/status/2126288679941644314?ref_src=twsrc%5Etfw">November 27, 2026</a></blockquote>
<script async src="https://platform.x.com/widgets.js" charset="utf-8"></script>
કાયરન પોલાર્ડ બન્યો નવો હેડ કોચ
IPL 2027માં મુંબઈ ઈન્ડિયન્સના કોચિંગ સેટઅપમાં પણ ફેરફાર જોવા મળશે. કાયરન પોલાર્ડને ટીમનો નવા હેડ કોચ બનાવવામાં આવ્યો છે. હવે રોહિત શર્મા કેપ્ટન અને પોલાર્ડ હેડ કોચ તરીકે ટીમને ફરી IPLનું ટાઈટલ અપાવવાનો પ્રયાસ કરશે.
IPLમાં સૌથી વધુ મેચમાં કેપ્ટનશીપ કરનારા ખેલાડીઓમાં બીજા નંબરે છે રોહિત
IPL ઈતિહાસમાં સૌથી વધુ મેચમાં કેપ્ટનશીપ કરનારા ખેલાડીઓના લિસ્ટમાં રોહિત શર્મા બીજા નંબરે છે. તેને મુંબઈ ઈન્ડિયન્સ માટે 158 મેચમાં કેપ્ટનશીપ કરી છે. તેની આગેવાનીમાં ટીમે 87 મેચ જીતી, 67માં હારનો સામનો કર્યો, જ્યારે 4 મેચ ડ્રો રહી હતી.
આ લિસ્ટમાં રોહિતથી આગળ માત્ર મહેન્દ્ર સિંહ ધોની છે. ધોનીએ ચેન્નાઈ સુપર કિંગ્સ માટે 235 IPL મેચમાં કેપ્ટનશીપ કરી હતી. તાજેતરમાં જ ધોનીએ IPLમાંથી નિવૃત્તિની જાહેરાત કરી હતી.
આ પણ વાંચો: India A Vs Nepal: ભારત A ટીમ કરશે નેપાળનો પ્રવાસ, 3 T20 મેચની સિરીઝ રમશે, જાણો ડિટેલ્સ




