India A Vs Nepal: ભારત A ટીમ કરશે નેપાળનો પ્રવાસ, 3 T20 મેચની સિરીઝ રમશે, જાણો ડિટેલ્સ


India A Vs Nepal: ભારત A ટીમ કરશે નેપાળનો પ્રવાસ
India A Vs Nepal: ભારત A ટીમ કરશે નેપાળનો પ્રવાસ, 3 T20 મેચની સિરીઝ રમશે, જાણો ડિટેલ્સ


India A Vs Nepal: ભારત A ટીમ કરશે નેપાળનો પ્રવાસ
India A Vs Nepal: એશિયા કપ રાઈઝિંગ સ્ટાર્સ ટૂર્નામેન્ટમાં ભારતીય-A ટીમની સફર સેમીફાઈનલમાં શ્રીલંકા સામેની હાર સાથે સમાપ્ત થઈ છે. હવે ભારતીય-A ટીમ આગામી મહિને નેપાળના પ્રવાસે જવાની છે, જ્યાં બંને ટીમો વચ્ચે 3 T20 મેચની સિરીઝ રમાશે. આ ઈન્ટરનેશનલ સિરીઝ નહીં હોય, પરંતુ બંને ટીમો વચ્ચેની ટક્કર રોમાંચક રહેવાની અપેક્ષા છે.
9 ડિસેમ્બરથી ભારત-A અને નેપાળ વચ્ચે T20 સિરીઝ
નેપાળ સામે ભારત-A ટીમ 3 T20 મેચ રમશે. સિરીઝની પ્રથમ મેચ 9 ડિસેમ્બરે રમાશે. ત્યારબાદ બીજી મેચ 11 ડિસેમ્બર અને ત્રીજી તથા અંતિમ મેચ 13 ડિસેમ્બરે યોજાશે. ત્રણેય મેચ ભારતીય સમય અનુસાર સવારે 9:45 વાગ્યે શરૂ થશે.
હાલમાં આ સિરીઝ માટે ભારતીય-A ટીમની જાહેરાત કરવામાં આવી નથી. એશિયા કપ રાઈઝિંગ સ્ટાર્સમાં ટીમની કમાન સંભાળનાર તિલક વર્મા જ નેપાળ પ્રવાસમાં પણ કેપ્ટન રહેશે કે પછી ટીમને નવો કેપ્ટન મળશે તે જોવાનું રહેશે.
વૈભવ સૂર્યવંશીને મળી શકે છે તક
આ સિરીઝમાં યુવા બેટર વૈભવ સૂર્યવંશીને પણ તક મળી શકે છે. તેને એશિયા કપ રાઈઝિંગ સ્ટાર્સમાં UAE સામે શાનદાર બેવડી સદી ફટકારીને સૌનું ધ્યાન ખેંચ્યું હતું. આ મેચ વનડે ફોર્મેટમાં રમાયો હતો, પરંતુ વૈભવે T20 જેવી આક્રમક બેટિંગ કરીને પોતાની ક્ષમતા દર્શાવી હતી.
હવે જો તેને નેપાળ સામેની T20 સિરીઝમાં સ્થાન મળે છે, તો ટૂંકા ફોર્મેટમાં તેની બેટિંગ જોવી રસપ્રદ રહેશે. સિરીઝ નજીક હોવાથી ભારતીય ટીમની જાહેરાત પણ ટૂંક સમયમાં થઈ શકે છે.
ડિસેમ્બરમાં શ્રીલંકા સામે પણ રમશે ટીમ ઈન્ડિયા
ડિસેમ્બર મહિનામાં ભારતીય સિનિયર ટીમ પણ શ્રીલંકા સામે 3 વનડે અને 3 T20 ઈન્ટરનેશનલ મેચની સિરીઝ રમવાની છે. વનડે સિરીઝની શરૂઆત 13 ડિસેમ્બરથી થશે, જ્યારે ત્રીજી અને અંતિમ મેચ 19 ડિસેમ્બરે રમાશે. ત્યારબાદ બંને ટીમો વચ્ચે 3 T20 મેચ પણ રમાશે.
જો વૈભવ સૂર્યવંશીને શ્રીલંકા સામેની સિરીઝ માટે ભારતીય ટીમમાં સ્થાન મળે છે, તો તે પહેલાં નેપાળ પ્રવાસ પૂર્ણ કરીને પરત ફરી શકે છે. આવી સ્થિતિમાં તેને નેપાળ અને ત્યારબાદ શ્રીલંકા સામે રમવાની તક મળી શકે છે. પરંતપ હાલ સૌની નજર ભારત-A ટીમની જાહેરાત અને તેના કેપ્ટન કોણ હશે તેના પર છે.




