Get News Alerts

Never miss breaking news updates.

Rohit Sharmaએ ગુવાહાટીમાં બેટિંગથી મચાવી ધૂમ, 10 ચોગ્ગા અને 6 સિક્સની સાથે ફટકારી ધમાકેદાર સદી

Rohit Sharma: ગુવાહાટીમાં વેસ્ટ ઈન્ડિઝ સામેની બીજી વનડેમાં રોહિત શર્માએ શાનદાર સદી ફટકારી હતી. તેને વનડે ક્રિકેટમાં તેની 35મી સદી પૂરી કરી હતી.
Nancy ShuklaUpdated on: 30 Sep 2026 09:53 PM IST
Rohit Sharmaએ ગુવાહાટીમાં બેટિંગથી મચાવી ધૂમ, 10 ચોગ્ગા અને 6 સિક્સની સાથે ફટકારી ધમાકેદાર સદીRohit Sharmaએ ગુવાહાટીમાં બેટિંગથી મચાવી ધૂમ, 10 ચોગ્ગા અને 6 સિક્સની સાથે ફટકારી ધમાકેદાર સદી

Rohit Sharma

Rohit Sharma: રોહિત શર્માએ ફરી એકવાર પોતાના બેટથી ટ્રોલર્સને જવાબ આપ્યો છે. ગુવાહાટીમાં વેસ્ટ ઈન્ડિઝ સામેની બીજી વનડેમાં રોહિતે ધમાકેદાર સદી ફટકારી હતી. આ તેની 35મી વનડે સદી છે. આ સદી સાથે રોહિતે દિગ્ગજ બેટ્સમેન સચિન તેંડુલકરના વનડે સદીના રેકોર્ડથી અંતર વધુ ઘટાડી દીધું છે.

રોહિતે માત્ર 72 બોલમાં પોતાની સદી પૂરી કરી. તે શરૂઆતથી જ આક્રમક જોવા મળ્યો હતો અને 32 બોલમાં પોતાની અડધી સદી પૂરી કરી. આ દરમિયાન તેને 6 છગ્ગા પણ ફટકાર્યા. આ સાથે રોહિત ઘરઆંગણે વનડે ક્રિકેટમાં 200 છગ્ગા ફટકારનાર વિશ્વનો પ્રથમ બેટ્સમેન બન્યો. છેલ્લી 3 વનડે મેચમાં રોહિતની આ બીજી સદી છે.

વેસ્ટ ઈન્ડિઝ સામેની સિરીઝ શરૂ થાય તે પહેલાં, ફરી એકવાર તેના ફોર્મ વિશે ઘણી ચર્ચા થઈ હતી, પરંતુ ભારતીય ઓપનરે બીજી મેચમાં બેટથી શાનદાર જવાબ આપ્યો છે. પહેલી વનડેમાં પણ તેને ભારતને મજબૂત શરૂઆત આપી હતી, પરંતુ મોટી ઈનિંગ રમી શક્યો ન હતો. પરંતુ બીજી મેચમાં મોટી ઈનિંગ રમીને તેને ટીમને શાનદાર શરૂઆત આપી.

રોહિત સચિનના રેકોર્ડની નજીક પહોંચ્યો

ગુવાહાટીમાં રોહિતની સદીએ તેની વનડે સદીનો આંકડો 35 પર પહોંચાડ્યો. તે હવે આ ફોર્મેટમાં સૌથી વધુ સદીઓ બનાવનારા બેટ્સમેનના લિસ્ટમાં ત્રીજા નંબરે છે. વિરાટ કોહલી 55 સદીઓ સાથે આ લિસ્ટમાં ટોપ પર છે, જ્યારે સચિન તેંડુલકર 49 વનડે સદી સાથે બીજા નંબર પર છે. રોહિત હવે સચિનથી ફક્ત 14 સદી પાછળ છે.

ODI ક્રિકેટ ઈતિહાસમાં સૌથી વધુ સદી ફટકારનારા બેટ્સમેન

વિરાટ કોહલી - 55

સચિન તેંડુલકર - 49

રોહિત શર્મા - 35

રિકી પોન્ટિંગ - 30

સનથ જયસૂર્યા - 28

રોહિત શર્માને તેની ઈનિંગ દરમિયાન જીવનદાન પણ મળ્યું. તે 94 રન પર કેચ આઉટ થઈ શક્યો હોત, પરંતુ કેસી કાર્ટીએ તેને ડ્રોપ કર્યો. ત્યારબાદ રોહિતે તકનો પૂરો ફાયદો ઉઠાવ્યો અને 26મી ઓવરમાં તેની સદી પૂરી કરી. પરંતુ તે તેની સદી પૂરી કર્યા પછી તરત જ આઉટ થઈ ગયો. હિટમેને 75 બોલમાં 10 ચોગ્ગા અને 6 છગ્ગા ફટકારીને 101 રન બનાવ્યા.

શુભમન ગિલે પણ ઝડપી સદી ફટકારી

રોહિતની સાથે ભારતીય કેપ્ટન શુભમન ગિલે પણ વેસ્ટ ઈન્ડીઝના બોલર્સને આડે હાથ લીધા. શુભમન ગિલે ફક્ત 62 બોલમાં પોતાની સદી પૂરી કરી . શરૂઆતમાં થોડો સમય લીધા પછી શુભમન ગિલે ગિયર બદલ્યા અને પછી વેસ્ટ ઈન્ડીઝના બોલર્સ પર સંપૂર્ણ પ્રભુત્વ જમાવ્યું. શુભમન ગિલે પોતાની સદી પૂરી કરતા 11 ચોગ્ગા અને 5 છગ્ગા ફટકાર્યા. રોહિત અને ગિલે 255 રનની પાર્ટનરશીપ કરી.

આ પણ વાંચો: Shubman Gillએ મચાવી ધૂમ, ભારતીય ધરતી પર બનાવ્યો મોટો રેકોર્ડ, વનડે સિરીઝમાં સતત બીજી સદી ફટકારી

AUTHOR
N

Nancy Shukla

Author details are not available.