Shubman Gillએ રોહિત અને કોહલી વિશેના સવાલનો આપ્યો જડબાતોડ જવાબ, ટ્રોલર્સને કર્યા ચૂપ


Shubman Gill
Shubman Gillએ રોહિત અને કોહલી વિશેના સવાલનો આપ્યો જડબાતોડ જવાબ, ટ્રોલર્સને કર્યા ચૂપ


Shubman Gill
Shubman Gill: ભારતીય ટીમે વેસ્ટ ઈન્ડીઝ સામે ઘરઆંગણે રમાયેલી 3 મેચની ODI સિરીઝ 2-1 ના માર્જિનથી જીતી હતી, ત્રીજી મેચ 5 વિકેટથી હારી ગઈ હતી . આ ODI સિરીઝમાં સૌથી વધુ ધ્યાન ટીમ ઇન્ડિયાના બે અનુભવી ખેલાડીઓ, વિરાટ કોહલી અને રોહિત શર્માના પ્રદર્શન પર હતું, જેમાં બંને શાનદાર ફોર્મમાં જોવા મળ્યા હતા.
ત્રીજી મેચ પછી જ્યારે ટીમ ઈન્ડિયાના કેપ્ટન શુભમન ગિલને પ્રેસ કોન્ફરન્સમાં વિરાટ કોહલી અને રોહિત શર્મા વિશે સવાલ પૂછવામાં આવ્યો, ત્યારે તેને સ્પષ્ટ કર્યું કે તમે બધાએ જોયું કે બંને અનુભવી ખેલાડીઓએ આ સિરીઝમાં કેટલી સારી બેટિંગ કરી છે અને ODI વર્લ્ડકપ 2027 ના એક વર્ષ કરતા પણ ઓછા સમય પહેલા ટીમમાં આ બંને અનુભવી ખેલાડીઓની ક્ષમતા પર કોઈ શંકા નથી.
બંને ખેલાડીઓ ખૂબ સારી બેટિંગ કરી રહ્યા છે
વેસ્ટ ઈન્ડીઝ સામેની ત્રીજી વનડે પછી પ્રેસ કોન્ફરન્સમાં જ્યારે ટીમ ઈન્ડિયાના કેપ્ટન શુભમન ગિલને રોહિત અને કોહલી વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેને જવાબ આપ્યો, "તેઓ ખરેખર સારી બેટિંગ કરી રહ્યા છે. મને લાગે છે કે આપણે છેલ્લી 4 ઈનિંગમાં રોહિતને જોયો છે, અને આ તેની ત્રીજી સદી હોત. તેથી તે સ્પષ્ટ છે કે તે ખૂબ સારી બેટિંગ કરી રહ્યો છે, જેમ કે વિરાટ કોહલી. અને જ્યારે પણ કેએલ રાહુલને તક મળી છે, ત્યારે તેને ટીમ માટે સારું કામ કર્યું છે. તેને પોતાનો બેસ્ટ પ્રયાસ કર્યો છે અને શાનદાર બેટિંગ કરી છે."
વર્લ્ડકપ પહેલા પ્રયોગોનો સમય નથી
ODI વર્લ્ડકપ 2027ના શેડ્યૂલની જાહેરાત સાથે ટીમ ઈન્ડિયા પાસે તૈયારી માટે હવે 1 વર્ષથી ઓછો સમય છે. ટીમ કોમ્બિનેશન અંગેના સવાલના જવાબમાં કેપ્ટન શુભમન ગિલે કહ્યું કે "મને નથી લાગતું કે પ્રયોગ કરવા માટે વધુ સમય બાકી છે. અમે જે કોમ્બિનેશન ઈચ્છીએ છીએ તેની સાથે રમવાનું વિચારી રહ્યા છીએ. આશા છે કે આગામી સિરીઝ સુધીમાં, અમારી પાસે બધા ઉપલબ્ધ ખેલાડીઓ હશે, અને અમે જે કોમ્બિનેશનનો ઉપયોગ વર્લ્ડકપમાં કરવા માગીએ છીએ તેની સાથે રમવાનું શરૂ કરવા માગીએ છીએ."
આ પણ વાંચો: Ind Vs WI: ત્રીજી વનડેમાં હાર બાદ કેપ્ટન શુભમન ગિલનું મોટું નિવેદન, કહ્યું - 'વર્લ્ડકપ પહેલા આ...'




