IND Vs WI બીજી T20I કેટલા વાગ્યે શરૂ થશે? જાણો ડિટેલ્સ


IND vs WI
IND Vs WI બીજી T20I કેટલા વાગ્યે શરૂ થશે? જાણો ડિટેલ્સ


IND vs WI
IND Vs WI: ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે 5 મેચની T20 સિરીઝ ચાલી રહી છે. લખનૌમાં રમાયેલી સિરીઝની પહેલી મેચમાંટીમ ઈન્ડિયાએ વેસ્ટ ઈન્ડિઝને 8 વિકેટથી હરાવીને સિરીઝમાં 1-0 ની લીડ મેળવી હતી. હવે ભારતીય ટીમ બીજી T20 મેચ જીતીને પોતાની લીડ વધારવાનો પ્રયાસ કરશે, જ્યારે વેસ્ટ ઈન્ડિઝ સિરીઝમાં વાપસી કરવાનો પ્રયાસ કરશે. તેથી બંને ટીમ વચ્ચે એક રોમાંચક મેચ થવાની અપેક્ષા છે.
ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે બીજી T20 મેચ ક્યારે અને ક્યાં રમાશે?
ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે T20I સિરીઝની બીજી T20I ગુરુવાર, 9 ઓક્ટોબરના રોજ રાંચીના JSCA સ્ટેડિયમ ખાતે રમાશે. ભારતીય ટીમ સતત બીજી જીત મેળવવાનો ટાર્ગેટ રાખશે, જ્યારે વેસ્ટ ઈન્ડિઝ વાપસી કરવાનો પ્રયાસ કરશે.
IND vs WI બીજી T20 મેચ કેટલા વાગ્યે શરૂ થશે?
ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચેની બીજી T20 મેચ ભારતીય સમય મુજબ સાંજે 7:00 વાગ્યે શરૂ થશે. બંને કેપ્ટન અડધો કલાક વહેલા, સાંજે 6:30 વાગ્યે ટોસ માટે મેદાનમાં ઉતરશે. જો મેચ સંપૂર્ણ 20 ઓવર માટે રમાશે, તો તે રાત્રે 10:30 વાગ્યે સમાપ્ત થશે.
IND vs WI T20 મેચ લાઈવ ક્યાં જોવી?
ભારત અને વેસ્ટ ઈન્ડીઝ વચ્ચેની બીજી T20 મેચનું સ્ટાર સ્પોર્ટ્સ નેટવર્ક પર લાઈવ પ્રસારણ કરવામાં આવશે. ભારતીય ફેન્સ સ્ટાર સ્પોર્ટ્સ ટીવી પર વિવિધ ભાષાઓમાં મેચનો લાઈવ આનંદ માણી શકશે. મેચનું લાઈવ સ્ટ્રીમિંગ જિયોહોટસ્ટાર એપ અને વેબસાઈટ પર ઉપલબ્ધ રહેશે.
હેડ ટૂ હેડમાં કોનું પલડું ભારે?
ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે કુલ 32 T20I મેચ રમાઈ છે, જેમાં ટીમ ઈન્ડિયાનું પલડું ભારે છે. ભારતે 21 મેચ જીતી છે, જ્યારે વેસ્ટ ઈન્ડિઝે માત્ર 10 મેચ જીતી છે. બંને ટીમ વચ્ચે 1 મેચ ડ્રો રહી છે.
ભારતીય ટીમ
શ્રેયસ ઐયર (કેપ્ટન), અભિષેક શર્મા, વૈભવ સૂર્યવંશી, ઈશાન કિશન (વિકેટકીપર), સંજુ સેમસન (વિકેટકીપર), તિલક વર્મા (વાઈસ-કેપ્ટન), શિવમ દુબે, કુલદીપ યાદવ, અક્ષર પટેલ, રવિ બિશ્નોઈ, નીતીશ કુમાર રેડ્ડી, અર્શદીપ સિંહ, પ્રિન્સ યાદવ, મયંક યાદવ અને નમન ધીર.
વેસ્ટ ઈન્ડિઝની ટીમ
શાઈ હોપ (કેપ્ટન), જ્વેલ એન્ડ્રુઝ, રોસ્ટન ચેઝ, મેથ્યુ ફોર્ડે, શિમરોન હેટમાયર, અકેલ હુસૈન, શમર જોસેફ, ગુડાકેશ મોતી, કીમો પોલ, કામિલ પૂરન, રોવમેન પોવેલ, શેરફેન રધરફોર્ડ, ક્વેન્ટિન સેમ્પસન, રોમારિયો શેફર્ડ અને શમાર સ્પ્રિંગર.
આ પણ વાંચો: Yashasvi Jaiswal બેટિંગની સાથે વિકેટકીપિંગ પર કરી રહ્યો છે કામ, મુંબઈ રણજી કેપ્ટને કર્યો ખુલાસો





