ODI World Cup 2027ની રેસમાં સામેલ થયું અમેરિકા, ક્વોલિફાયરમાં મેળવ્યું સ્થાન


ODI World Cup 2027
ODI World Cup 2027ની રેસમાં સામેલ થયું અમેરિકા, ક્વોલિફાયરમાં મેળવ્યું સ્થાન


ODI World Cup 2027
ODI World Cup 2027: ICC ODI વર્લ્ડકપ 2027નું આયોજન સાઉથ આફ્રિકા, ઝિમ્બાબ્વે અને નામિબિયા સંયુક્ત રીતે કરશે, જેના માટે ICC દ્વારા થોડા દિવસો પહેલા શેડ્યૂલ જાહેર કરવામાં આવ્યું હતું. ODI વર્લ્ડકપ 2027 ની પહેલી મેચ 2 ઓક્ટોબરે રમાશે, જે ક્વોલિફાયર રાઉન્ડમાં હશે.
જ્યારે 10 ટીમોએ રેન્કિંગના આધારે ODI વર્લ્ડકપ માટે સીધા જ પોતાનું સ્થાન કન્ફર્મ કર્યું છે, ત્યારે અન્ય બે ટીમો ક્વોલિફાયર રાઉન્ડ દ્વારા નક્કી કરવામાં આવશે, જેમાં કુલ 4 ટીમ ભાગ લેશે. યુએસ ક્રિકેટ ટીમે આ સંદર્ભમાં પોતાનું સ્થાન કન્ફર્મ કર્યું છે. આમ હવે યુએસ પાસે ODI વર્લ્ડકપ 2027માં રમવાની એક શાનદાર તક હશે.
યુએસએ ટીમે આઈસીસી લીગ 2નું ટાઈટલ જીતીને સ્થાન કર્યું પાક્કું
યુએસએ ક્રિકેટ ટીમે આઈસીસી લીગ 2 ટાઈટલ જીતીને 2027 ODI વર્લ્ડકપ ક્વોલિફાયરમાં પોતાનું સ્થાન સુરક્ષિત કર્યું. આઈસીસી લીગ 2 મેચ 7 ઓક્ટોબરના રોજ ડલ્લાસના ગ્રાન્ડ પ્રેઈરી ગ્રાઉન્ડ પર યુએસએ અને નામિબિયા વચ્ચે રમાઈ હતી. આ મેચમાં, યુએસએ ટીમને જીતવા માટે 299 રનનો ટાર્ગેટ આપવામાં આવ્યો હતો, જે તેઓ 48.5 ઓવરમાં 6 વિકેટ ગુમાવીને પ્રાપ્ત કરવામાં સફળ રહ્યા. યુએસએ ટીમને જીતવામાં તેમના કેપ્ટન મોનંક પટેલે મુખ્ય ભૂમિકા ભજવી હતી. તેને 108 રનની શાનદાર સદી ફટકારી હતી, જ્યારે સમિત પટેલે પણ 50 રનની ઈનિંગ રમી હતી.
યુએસએ ટોપનું સ્થાન મેળવ્યું
નામિબિયા પર 4 વિકેટથી વિજય મેળવ્યા પછી, યુએસએ આઈસીસી લીગ 2 પોઈન્ટ ટેબલમાં ટોપ પર પહોંચી ગયું છે, જેમાં 7 અન્ય ટીમો સામેલ છે. યુએસએ 34 મેચોમાં 47 પોઈન્ટ ધરાવે છે, જેમાં 23 મેચ જીતી છે અને 10 હાર્યા છે. સ્કોટલેન્ડ 45 પોઈન્ટ સાથે પોઈન્ટ ટેબલમાં બીજા નંબરે છે.
આ સાથે યુએસએ પહેલાથી જ ODI વર્લ્ડકપ ક્વોલિફાયર્સમાં પોતાનું સ્થાન સુરક્ષિત કરી લીધું છે, જ્યાં તે આગામી વર્ષે સાઉથ આફ્રિકા, ઝિમ્બાબ્વે અને નામિબિયામાં યોજાનાર વર્લ્ડકપ માટે ક્વોલિફાય કરવાનો પ્રયાસ કરશે.
આ પણ વાંચો: Ishan Kishanએ વિરાટ કોહલીનો તોડ્યો રેકોર્ડ, T20માં 1 વર્ષમાં સૌથી વધુ રન બનાવનાર ખેલાડી બન્યો





