Arshdeep Singh: અર્શદીપ સિંહે ફિલ્મી અંદાજમાં સમરીન કૌરને કર્યું પ્રપોઝ, સગાઈની તસવીરો થઈ વાયરલ


Arshdeep Singh: અર્શદીપ સિંહે સમરીન કૌરને કર્યું પ્રપોઝ
Arshdeep Singh: અર્શદીપ સિંહે ફિલ્મી અંદાજમાં સમરીન કૌરને કર્યું પ્રપોઝ, સગાઈની તસવીરો થઈ વાયરલ


Arshdeep Singh: અર્શદીપ સિંહે સમરીન કૌરને કર્યું પ્રપોઝ
Arshdeep Singh: ભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર ફાસ્ટ બોલર અર્શદીપ સિંહ હાલ પોતાની પર્સનલ લાઈફને લઈને ચર્ચામાં છે. તાજેતરમાં ટ્રેડ ડીલના કારણે અર્શદીપ સિંહ પંજાબ કિંગ્સનો સાથ છોડીને મુંબઈ ઈન્ડિયન્સમાં સામેલ થયા હતા. પરંતુ હવે તેઓ પોતાની લવ લાઈફને લઈને ચર્ચામાં આવ્યા છે.
અર્શદીપ સિંહે બુધવારે, 11 નવેમ્બર 2026ના રોજ પોતાની ગર્લફ્રેન્ડ સમરીન કૌરને ફિલ્મી અંદાજમાં પ્રપોઝ કર્યું છે. આ સાથે બંનેની સગાઈની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે.
ઘૂંટણિયે બેસીને પહેરાવી સગાઈની વીંટી
અર્શદીપ સિંહે ન્યૂઝીલેન્ડમાં પોતાની જિંદગીની આ ખાસ ક્ષણને યાદગાર બનાવી હતી. સોશિયલ મીડિયા પર સામે આવેલી તસવીરોમાં અર્શદીપ ઘૂંટણિયે બેસીને સમરીન કૌરને પ્રપોઝ કરતા જોવા મળે છે. આ દરમિયાન તેને સમરીનને વીંટી પહેરાવી હતી. બંનેની રોમેન્ટિક તસવીરો ફેન્સને ખૂબ પસંદ આવી રહી છે.
અર્શદીપ અને સમરીને પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર આ ખાસ તસવીરો શેર કરી છે. આ સાથે જ તેને લખ્યું છે કે 'જિંદગી આપણને જે કંઈ આપી શકતી હતી, તેમાં સૌથી વધુ ખુશીની વાત એ છે કે તેણે આપણને એકબીજાને સોંપ્યાં. જીવનભરના આ સાથના નામે 11.11.2026 (હાય મંગેતર).'
કોણ છે અર્શદીપ સિંહની મંગેતર સમરીન કૌર?
અર્શદીપ સિંહ અને સમરીન કૌર લાંબા સમયથી એકબીજાને ડેટ કરી રહ્યાં છે. સમરીન એક એક્ટ્રેસ અને મોડલ છે. તેણે અનેક પંજાબી મ્યુઝિક વીડિયોમાં કામ કર્યું છે. તેમનો ગ્લેમરસ અંદાજ ફેન્સમાં ખૂબ લોકપ્રિય છે.
સમરીન કૌર બોલીવુડ ફિલ્મ '83'માં પણ જોવા મળી હતી. આ ફિલ્મમાં તેનો રોલ નાનો હતો, પરંતુ યાદગાર રહ્યો હતો. આ સિવાય તેણે 'નેલ પોલિશ' જેવી વેબ ફિલ્મમાં પણ કામ કર્યું છે. સમરીન અનેક લોકપ્રિય પંજાબી ગીતોના મ્યુઝિક વીડિયોમાં પણ જોવા મળી ચૂકી છે.
ખાસ વાત એ છે કે સમરીન મિસ ઈન્ડિયા જમ્મુ-કાશ્મીરનો ખિતાબ પણ જીતી ચૂકી છે. હવે અર્શદીપ સાથેની સગાઈ બાદ બંનેના ફેન્સ તેમને જીવનની નવી શરૂઆત માટે શુભેચ્છાઓ પાઠવી રહ્યા છે.
આ પણ વાંચો: ICC Ranking: શુભમન ગિલ વનડે રેન્કિંગમાં નંબર-1 પર, વિરાટ કોહલી અને રોહિત શર્મા વચ્ચે રસાકસી




