Ramayana: 'રામાયણ'નો બોક્સ ઓફિસ પર મોટો રેકોર્ડ, ભારતમાં 1000 કરોડ કમાણી કરનારી બીજી બોલીવુડ ફિલ્મ બની

Ramayana: રણબીર કપૂરની 'રામાયણ'એ ભારતમાં 1000 કરોડ રૂપિયાનું નેટ કલેક્શન પાર કર્યું છે. આ સિદ્ધિ મેળવનારી તે બીજી બોલીવુડ ફિલ્મ બની છે.
Nancy Shukal
Nancy Shukal
Ramayana: 'રામાયણ' ફિલ્મે ભારતમાં 1000 કરોડની કરી કમાણીRamayana: 'રામાયણ' ફિલ્મે ભારતમાં 1000 કરોડની કરી કમાણી

Ramayana: 'રામાયણ' ફિલ્મે ભારતમાં 1000 કરોડની કરી કમાણી

Ramayana: રણબીર કપૂરની ફિલ્મ 'રામાયણ: પાર્ટ 1'નો ક્રેઝ હજુ પણ દર્શકોમાં યથાવત્ છે. રિલીઝના 23 દિવસ બાદ પણ ફિલ્મ બોક્સ ઓફિસ પર મજબૂત કમાણી કરી રહી છે. તાજેતરમાં 'યે પ્રેમ મોલ લિયા' અને 'ગનમાસ્ટર G9' જેવી નવી ફિલ્મો થિયેટરમાં આવી હોવા છતાં 'રામાયણ'ની કમાણી પર ખાસ અસર જોવા મળી નથી. હવે આ ફિલ્મે બોક્સ ઓફિસ પર એક મોટો રેકોર્ડ પોતાના નામે કર્યો છે. તે ભારતમાં 1000 કરોડ રૂપિયા નેટ કલેક્શન કરનારી બીજી બોલીવુડ ફિલ્મ બની ગઈ છે.

23મા દિવસે પણ કરોડોની કમાણી

સેકનિલ્કના અહેવાલ અનુસાર, 'રામાયણ'એ રિલીઝના 23મા દિવસે ભારતમાં 8.45 કરોડ રૂપિયાનું નેટ કલેક્શન કર્યું હતું. આ સાથે ફિલ્મનું કુલ ભારત નેટ કલેક્શન 1,000.55 કરોડ રૂપિયા થઈ ગયું છે. જ્યારે ભારતમાં તેનું ગ્રોસ કલેક્શન 1,195.10 કરોડ રૂપિયા નોંધાયું છે. દુનિયાભરમાં ફિલ્મની કુલ ગ્રોસ કમાણી 1,790.10 કરોડ રૂપિયા સુધી પહોંચી ગઈ છે.

નવી ફિલ્મોની એન્ટ્રી છતાં 'રામાયણ' બોક્સ ઓફિસ પર પોતાની પકડ જાળવી રાખવામાં સફળ રહી છે. ખાસ કરીને વીકએન્ડ દરમિયાન ફિલ્મના કલેક્શનમાં સારો ઉછાળો જોવા મળી રહ્યો છે.

'ધુરંધર 2' બાદ બનાવ્યો મોટો રેકોર્ડ

ભારતમાં 1000 કરોડ રૂપિયા નેટ કમાણી કરનારી પ્રથમ બોલીવુડ ફિલ્મ 'ધુરંધર 2: ધ રિવેન્જ' હતી. હવે 'રામાયણ'એ પણ આ આંકડો પાર કરીને આ લિસ્ટમાં બીજું સ્થાન મેળવ્યું છે.

'ધુરંધર 2: ધ રિવેન્જ'એ રિલીઝના 18મા દિવસે જ ભારતમાં 1000 કરોડ રૂપિયાના નેટ કલેક્શનનો આંકડો પાર કર્યો હતો. જ્યારે 'રામાયણ'ને આ સિદ્ધિ મેળવવામાં 23 દિવસ લાગ્યા છે. આમ છતાં આટલા મોટા કલેક્શન સાથે ફિલ્મે બોક્સ ઓફિસ પર પોતાની મજબૂત હાજરી નોંધાવી છે.

આ ફિલ્મોએ પણ 1000 કરોડથી વધુ ગ્રોસ કલેક્શન કર્યું

ભારતમાં ગ્રોસ કલેક્શનની વાત કરીએ તો 1000 કરોડ રૂપિયાથી વધુ કમાણી કરનારી ફિલ્મની લિસ્ટમાં અનેક મોટી ફિલ્મો સામેલ છે. તેમાં 'બાહુબલી 2: ધ કન્ક્લૂઝન', 'પુષ્પા 2: ધ રૂલ', 'ધુરંધર 2: ધ રિવેન્જ', 'રામાયણ: પાર્ટ 1', 'ધુરંધર' અને 'KGF: ચેપ્ટર 2'નો સમાવેશ થાય છે.

'રામાયણ'ની આ સફળતાએ ફરી એકવાર સાબિત કર્યું છે કે ફિલ્મનો ક્રેઝ હજુ પણ દર્શકોમાં જળવાઈ રહ્યો છે. હવે ફિલ્મની કમાણી આગામી દિવસોમાં ક્યાં સુધી પહોંચે છે તેના પર સૌની નજર રહેશે.

આ પણ વાંચો: Eetha: 'ઈઠ્ઠા'માં શ્રદ્ધા કપૂર સાથે લાવણીનો મુકાબલો કરશે અક્ષરા સિંહ, શેર કરી ખાસ તસવીર