ICC Ranking: શુભમન ગિલ વનડે રેન્કિંગમાં નંબર-1 પર, વિરાટ કોહલી અને રોહિત શર્મા વચ્ચે રસાકસી

ICC Ranking: ICCની નવી વનડે રેન્કિંગમાં શુભમન ગિલ 822 પોઈન્ટ સાથે નંબર-1 છે. વિરાટ કોહલી અને રોહિત શર્મા વચ્ચે માત્ર 27 પોઈન્ટનું અંતર છે.
Nancy Shukal
Nancy Shukal
ICC Ranking: વનડે રેન્કિંગમાં વિરાટ-રોહિત વચ્ચે જંગICC Ranking: વનડે રેન્કિંગમાં વિરાટ-રોહિત વચ્ચે જંગ

ICC Ranking: વનડે રેન્કિંગમાં વિરાટ-રોહિત વચ્ચે જંગ

ICC Ranking: ICC દ્વારા નવી વનડે રેન્કિંગ જાહેર કરવામાં આવી છે, જેમાં ભારતીય ક્રિકેટ ટીમના 3 બેટ્સમેન ટોપ-5માં પોતાનું સ્થાન જાળવી રાખવામાં સફળ રહ્યા છે. ભારતીય કેપ્ટન શુભમન ગિલ 822 રેટિંગ પોઈન્ટ સાથે પ્રથમ નંબરે યથાવત્ છે. પરંતુ તેની રેટિંગમાં ઘટાડો થયો છે. બીજી તરફ ન્યૂઝીલેન્ડના ડેરિલ મિચેલ બીજા નંબરે છે. આ દરમિયાન વિરાટ કોહલી અને રોહિત શર્મા વચ્ચે રેન્કિંગમાં આગળ વધવા માટે રસાકસી જોવા મળી રહી છે.

શુભમન ગિલ નંબર-1, ડેરિલ મિચેલ બીજા નંબરે

નવી ICC વનડે બેટિંગ રેન્કિંગમાં શુભમન ગિલ 822 રેટિંગ પોઈન્ટ સાથે પ્રથમ સ્થાન પર છે. અગાઉ તેમની રેટિંગ 841 હતી. ન્યૂઝીલેન્ડ સામેની બીજી વનડેમાં ગિલ ખાતું ખોલાવ્યા વિના આઉટ થયો હતો, જેના કારણે તેની રેટિંગમાં ઘટાડો થયો છે. પરંતુ તેનું પ્રથમ સ્થાન યથાવત્ છે.

ન્યૂઝીલેન્ડનો ડેરિલ મિચેલ 794 રેટિંગ પોઈન્ટ સાથે બીજા નંબરે છે. શુભમન ગિલ અને ડિરેલ મિચેલ વચ્ચે 28 પોઈન્ટનું અંતર છે. તેથી હાલ શુભમન ગિલના પ્રથમ સ્થાનને ખાસ કોઈ મોટો ખતરો દેખાતો નથી.

વિરાટ-રોહિત વચ્ચે માત્ર 27 પોઈન્ટનું અંતર

વનડે રેન્કિંગમાં વિરાટ કોહલી 781 રેટિંગ પોઈન્ટ સાથે ત્રીજા નંબરે છે, જ્યારે રોહિત શર્મા 754 પોઈન્ટ સાથે ચોથા નંબરે છે. બંને ખેલાડીઓ વચ્ચે માત્ર 27 પોઈન્ટનો તફાવત છે. ન્યૂઝીલેન્ડ સામેની બાકીની 2 વનડેમાં બંને ખેલાડીઓ પાસે પોતાની રેન્કિંગ સુધારવાની તક રહેશે. શુભમન ગિલ છેલ્લી 2 વનડેમાંથી બહાર હોવાથી વિરાટ અને રોહિત પર સૌની નજર રહેશે. બીજી તરફ ડેરિલ મિચેલ પણ આ મેચોમાં રમશે.

શ્રેયસ ઐયરને એક સ્થાનનું નુકસાન

ભારતીય બેટ્સમેન શ્રેયસ ઐયરને નવી રેન્કિંગમાં એક સ્થાનનું નુકસાન થયું છે. તેઓ 608 રેટિંગ પોઈન્ટ સાથે 18મા નંબરે પહોંચી ગયા છે. શુભમન ગિલની ગેરહાજરીમાં શ્રેયસ ઐયર છેલ્લી બે વનડેમાં ભારતીય ટીમની કેપ્ટનશીપ કરશે.

તમને જણાવી દઈએ કે ભારતે ન્યૂઝીલેન્ડ સામેની 5 મેચની સિરીઝમાં બે જીત સાથે લીડ મેળવી છે, જ્યારે 1 મેચ વરસાદને કારણે રદ્દ થઈ હતી. સિરીઝની ચોથી વનડે 13 નવેમ્બરે રમાશે. હવે જોવાનું એ રહેશે કે વિરાટ અને રોહિત પોતાની શાનદાર બેટિંગથી રેન્કિંગમાં કેટલો સુધારો કરી શકે છે.

આ પણ વાંચો: IND Vs NZ: છેલ્લી બે વનડે માટે ટીમ ઈન્ડિયામાં મોટો ફેરફાર, શ્રેયસ ઐયરને મળી કેપ્ટનશીપ