Abhishek Sharmaએ હાંસલ કરી મોટી સિદ્ધિ, ઘરઆંગણે 1000 T20I રન પૂરા કરનાર માત્ર 7મો ભારતીય બન્યો


Abhishek Sharma
Abhishek Sharmaએ હાંસલ કરી મોટી સિદ્ધિ, ઘરઆંગણે 1000 T20I રન પૂરા કરનાર માત્ર 7મો ભારતીય બન્યો


Abhishek Sharma
Abhishek Sharma: ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે પાંચ મેચની T20 સિરીઝની બીજી મેચ રાંચી સ્ટેડિયમ ખાતે રમાઈ રહી છે . ટોસ હાર્યા બાદ ટીમ ઈન્ડિયાએ પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધો. બધાની નજર શક્તિશાળી ઓપનિંગ બેટ્સમેન અભિષેક શર્મા પર હતી, પરંતુ તે માત્ર 20 રન બનાવીને પેવેલિયન પાછો ફર્યો.
આમ છતાં અભિષેક શર્માએ એક મોટી સિદ્ધિ હાંસલ કરી છે, જે ઘરઆંગણે T20I મેચોમાં 1,000 રન બનાવનાર સાતમો ભારતીય બન્યો છે. આ સાથે, અભિષેક શર્મા હવે એક ખાસ ક્લબમાં જોડાઈ ગયો છે, જેને T20I મેચમાં સતત સારું પ્રદર્શન કર્યું છે.
અભિષેકે માત્ર 29 મેચમાં 1000 રન પૂરા કર્યા
T20I ક્રિકેટમાં પ્રવેશ કર્યા પછી અભિષેક શર્માએ ઓપનર તરીકે પોતાનું સ્થાન સંપૂર્ણપણે મજબૂત કરી લીધું છે, તેના બેટથી ઘરઆંગણે અને વિદેશમાં રેકોર્ડબ્રેક ઈનિંગ રમી છે. T20I ક્રિકેટમાં 2000 રન બનાવવાની નજીક પહોંચેલા અભિષેક શર્માએ ઘરેલુ મેદાન પર માત્ર 29 મેચોમાં 36.07 ની એવરેજથી 1010 રન બનાવ્યા છે. આ સમયગાળા દરમિયાન તેને 2 સદી અને 6 અડધી સદી ફટકારી છે.
હાલમાં વિરાટ કોહલી ભારતીય ટીમ માટે T20I ક્રિકેટમાં સૌથી વધુ રન બનાવવાનો રેકોર્ડ ધરાવે છે, તેને ઘરેલુ મેદાન પર 46 T20I મેચ રમી છે, જેમાં તેને 50.87 ની એવરેજથી 1577 રન બનાવ્યા છે.
ઘરઆંગણે સૌથી વધુ T20I રન બનાવનારા ભારતીય ખેલાડીઓ
વિરાટ કોહલી - 1577 રન
રોહિત શર્મા - 1532 રન
સૂર્યકુમાર યાદવ - 1530 રન
ઈશાન કિશન - 1246 રન
હાર્દિક પંડ્યા - 1212 રન
કેએલ રાહુલ - 1018 રન
અભિષેક શર્મા - 1010 રન
અભિષેક શર્માએ પોલ સ્ટર્લિંગને પાછળ છોડ્યો
અભિષેક શર્માએ ફુલ મેમ્બર ખેલાડી તરીકે T20I ક્રિકેટમાં પ્રથમ ઓવરમાં સૌથી વધુ છગ્ગા ફટકારવાના મામલે આયર્લેન્ડના પોલ સ્ટર્લિંગને પાછળ છોડી દીધો છે. અભિષેકે T20I ક્રિકેટમાં પ્રથમ ઓવરમાં કુલ 14 છગ્ગા ફટકાર્યા છે, જ્યારે પોલ સ્ટર્લિંગ, જે હાલમાં બીજા નંબરે છે, તેને 13 છગ્ગા ફટકાર્યા છે.
આ પણ વાંચો: Vaidehi Chaudhari: ગુજરાતની ટેનિસ સ્ટાર વૈદેહી ચૌધરી બની ફિનેસ્ટા ઓપન ચેમ્પિયન, ત્રીજી વખત જીત્યો ખિતાબ





