Get News Alerts

Never miss breaking news updates.

Vaidehi Chaudhari: ગુજરાતની ટેનિસ સ્ટાર વૈદેહી ચૌધરી બની ફિનેસ્ટા ઓપન ચેમ્પિયન, ત્રીજી વખત જીત્યો ખિતાબ

Vaidehi Chaudhari: દેશની સૌથી પ્રતિષ્ઠિત ફિનેસ્ટા ટેનિસ ટુર્નામેન્ટ 2026માં ગુજરાતની વૈદેહી ચૌધરી વિમેન્સ સિંગલની ઓપન કેટેગરીમાં ચેમ્પિયન બની હતી. અગાઉ બે વખત તે ફીનેસ્ટા ચેમ્પિયન રહી ચૂકી છે.
Nancy ShuklaUpdated on: 10 Oct 2026 06:29 PM IST
Vaidehi Chaudhari: ગુજરાતની ટેનિસ સ્ટાર વૈદેહી ચૌધરી બની ફિનેસ્ટા ઓપન ચેમ્પિયન, ત્રીજી વખત જીત્યો ખિતાબVaidehi Chaudhari: ગુજરાતની ટેનિસ સ્ટાર વૈદેહી ચૌધરી બની ફિનેસ્ટા ઓપન ચેમ્પિયન, ત્રીજી વખત જીત્યો ખિતાબ

Vaidehi Chaudhari

Vaidehi Chaudhari: ટેનિસ જગતમાં ગુજરાતની ખેલાડીએ વધુ એક ગૌરવવંતી સિદ્ધિ હાંસલ કરી છે. નવી દિલ્હી ખાતે આયોજિત દેશની સૌથી પ્રતિષ્ઠિત 31મી ફીનેસ્ટા ઓપન ટેનિસ ટુર્નામેન્ટ 2026માં ગુજરાતની તેજસ્વી ટેનિસ ખેલાડી વૈદેહી ચૌધરી વિમેન્સ સિંગલ્સની ઓપન કેટેગરીમાં ચેમ્પિયન બની છે.

આ રાષ્ટ્રીય ટુર્નામેન્ટનું આયોજન 5 થી 10 ઓક્ટોબર 2026 દરમિયાન નવી દિલ્હીમાં કરવામાં આવ્યું હતું. અગાઉ પણ બે વખત આ ખિતાબ જીતી ચૂકેલી વૈદેહી ચૌધરીએ આ વર્ષે પણ પોતાના શ્રેષ્ઠ પ્રદર્શનને જાળવી રાખીને રેકોર્ડ બનાવ્યો છે.

શાનદાર વિજયી સફર

ટુર્નામેન્ટ દરમિયાન વૈદેહીએ દરેક તબક્કે પોતાના પ્રતિસ્પર્ધીઓ સામે આક્રમક રમત દાખવી હતી:

પ્રથમ રાઉન્ડ: દિલ્હીની રિયા સચદેવા સામે 6-0, 6-1થી વિજય.

બીજો રાઉન્ડ: ઓરિસ્સાની આહન સામે 6-4, 6-1થી જીત.

ક્વાર્ટર ફાઇનલ: હરિયાણાની આદિતિ રાવત સામે 6-0, 1-6, 6-2થી રોમાંચક વિજય.

સેમીફાઈનલ: મહારાષ્ટ્રની સોનલ પાટીલને 6-3, 6-1થી હરાવી ફાઈનલમાં પ્રવેશ.

અંતિમ અને રોમાંચક ફાઈનલ મુકાબલામાં વૈદેહી ચૌધરીએ દિલ્હીની શ્રુતિ અહલાવતને હરાવી

અંતિમ અને રોમાંચક ફાઈનલ મુકાબલામાં વૈદેહી ચૌધરીએ દિલ્હીની શ્રુતિ અહલાવતને 6-4, 7-5થી સીધા સેટમાં હરાવીને ટાઈટલ પર કબજો જમાવ્યો હતો. આ ભવ્ય જીત સાથે વૈદેહીએ ત્રીજી વખત નેશનલ ચેમ્પિયન બનવાનું ગૌરવ પ્રાપ્ત કરી સમગ્ર દેશમાં ગુજરાતનું નામ રોશન કર્યું છે.

મેન્સ સિંગલ્સની ફાઈનલમાં માન કેસરવાનીએ જીતી મેચ

મેન્સ સિંગલ્સની ફાઈનલમાં માન કેસરવાનીએ ત્રીજા ક્રમાંકિત નીતિન સિંહાને 6-0, 6-4 થી હરાવીને પોતાનો પહેલો ફેનેસ્ટા ઓપન ટાઈટલ જીત્યો. આ મેચ 1 કલાક અને 37 મિનિટ ચાલી.

આ પણ વાંચો: Ind Vs WI: શાઈ હોપે જીત પછી શુભમન ગિલને આપ્યો જડબાતોડ જવાબ, સોશિયલ મીડિયા પર શેર કર્યો ફોટો

AUTHOR
N

Nancy Shukla

Author details are not available.