Earthquake In Turkey : તુર્કીયેમાં ફરી આવ્યો મોટો ભૂકંપનો ઝટકો, 5.8ની તીવ્રતા નોંધાઈ


Earthquake In Turkey
Earthquake In Turkey : તુર્કીયેમાં ફરી આવ્યો મોટો ભૂકંપનો ઝટકો, 5.8ની તીવ્રતા નોંધાઈ


Earthquake In Turkey
Earthquake In Turkey : તુર્કીયેમાં ગુરુવારે ભૂકંપના તેજ આંચકા અનુભવાતા લોકોમાં ભયનો માહોલ સર્જાયો હતો. પ્રાથમિક અંદાજ મુજબ ભૂકંપની તીવ્રતા 5.8 નોંધાઈ હતી. ભૂકંપના આંચકા દિયારબાકિર, અદિયામાન, શાનલિઉર્ફા, માલટ્યા અને ગાઝિયાંટેપ સહિત આસપાસના અનેક પ્રાંતોમાં અનુભવાયા હતા. પ્રાથમિક અહેવાલો અનુસાર દિયારબાકિર વિસ્તારમાં ભૂકંપની અસર વધુ અનુભવાઈ હતી.
કેટલાક વિસ્તારોમાં લોકો ઘરની બહાર નીકળી આવ્યા
શરૂઆતમાં ભૂકંપની તીવ્રતા 5.5 હોવાનું જણાવવામાં આવ્યું હતું, પરંતુ બાદમાં તેને સુધારીને 5.8 કરવામાં આવી હતી. ભૂકંપના આંચકા અનુભવાતા કેટલાક વિસ્તારોમાં લોકો ઘરની બહાર નીકળી આવ્યા હતા. જોકે, હાલ સુધી ભૂકંપના કારણે જાનહાનિ કે મોટા પાયે નુકસાન થયાની કોઈ સત્તાવાર માહિતી સામે આવી નથી. તુર્કીયેની આપત્તિ અને કટોકટી વ્યવસ્થાપન એજન્સી AFAD દ્વારા જણાવવામાં આવ્યું છે કે હાલ કોઈ ગંભીર નકારાત્મક સ્થિતિની માહિતી મળી નથી. ભૂકંપથી અસરગ્રસ્ત વિસ્તારોમાં ફીલ્ડ સ્કેનિંગ અને તપાસની કામગીરી શરૂ કરવામાં આવી છે. પ્રશાસનની ટીમો વિવિધ વિસ્તારોમાં પહોંચી પરિસ્થિતિનું નિરીક્ષણ કરી રહી છે.
તપાસ પૂર્ણ થયા બાદ નુકસાન અંગેની જાણકારી સામે આવશે
ભૂકંપ બાદ ઈમારતો અને અન્ય માળખાકીય સુવિધાઓને કોઈ નુકસાન થયું છે કે નહીં, તેની પણ તપાસ કરવામાં આવી રહી છે. અધિકારીઓ દ્વારા લોકોને સતર્ક રહેવા અને કોઈપણ અફવા પર વિશ્વાસ ન કરવા અપીલ કરવામાં આવી રહી છે. હાલમાં તુર્કીયેના સંબંધિત વિભાગો સ્થિતિ પર સતત નજર રાખી રહ્યા છે. ભૂકંપના કેન્દ્રબિંદુ, ઊંડાઈ અને સંભવિત આફ્ટરશોક્સ અંગે વધુ સત્તાવાર વિગતોની રાહ જોવામાં આવી રહી છે. આગામી કલાકોમાં તપાસ પૂર્ણ થયા બાદ નુકસાન અંગે વધુ સ્પષ્ટ માહિતી સામે આવી શકે છે.
આ પણ વાંચો : Noida AC Sleeper Bus Fire Incident : ગ્રેટર નોઈડામાં ભીષણ બસ અગ્નિકાંડ, 9 મુસાફરના મોત





