London Swaminarayan Nagaryatra: લંડનના ટ્રેન્ટ ગામમાં ચાર નવગજા ગજરાજો સાથે સ્વામિનારાયણબાપાની ભવ્ય નગરયાત્રા, દેશ-વિદેશના હરિભક્તો ઉમટ્યા

London Swaminarayan Nagaryatra: લંડનના ટ્રેન્ટ ગામમાં શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાન દ્વારા શ્રી સ્વામિનારાયણ મંદિરના નવનિર્માણ અને મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ અંતર્ગત ચાર નવગજા ગજરાજો સાથે ભવ્ય વિશ્વશાંતિ નગરયાત્રાનું આયોજન કરવામાં આવ્યું.
Nisha Parmar
Nisha Parmar
Swaminarayan Gadi Sansthan grand Nagaryatra London Trent village નગરયાત્રાSwaminarayan Gadi Sansthan grand Nagaryatra London Trent village નગરયાત્રા

Swaminarayan Gadi Sansthan grand Nagaryatra London Trent village નગરયાત્રા

London Swaminarayan Nagaryatra: લંડનના ટ્રેન્ટ ગામમાં શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાન દ્વારા શ્રી સ્વામિનારાયણ મંદિરના નવનિર્માણ અને મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ અંતર્ગત ચાર નવગજા ગજરાજો સાથે ભવ્ય વિશ્વશાંતિ નગરયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. નગરયાત્રામાં શ્રી સ્વામિનારાયણબાપા અને સ્વામીબાપાની દિવ્ય શોભાયાત્રા નીકળી હતી. ભજન-કીર્તન, ઢોલ-નગારાના નાદ, રંગબેરંગી ધ્વજ-પતાકાઓ અને હરિભક્તોના જયઘોષથી સમગ્ર ગામ ભક્તિમય બન્યું હતું. દેશ-વિદેશથી આવેલા હરિભક્તોએ આ ભવ્ય ધાર્મિક પ્રસંગનો લાભ લીધો હતો.

55 અને 45 વર્ષ જૂની મૂર્તિઓની પરંપરા સાથે મહોત્સવ

ટ્રેન્ટ ગામમાં શ્રી સ્વામિનારાયણ ગાદીના આદ્ય આચાર્યપ્રવર જીવનપ્રાણ શ્રી મુક્તજીવન સ્વામીબાપાએ ઈ.સ. 1971માં બાઈઓના મંદિરમાં સ્વામિનારાયણબાપા તથા નાદવંશીય પરંપરાની મૂર્તિઓની પ્રાણપ્રતિષ્ઠા કરી હતી. ત્યારબાદ શ્રી સ્વામિનારાયણ ગાદીના પંચમ વારસદાર વેદરત્ન આચાર્ય શ્રી પુરુષોત્તમપ્રિયદાસજી સ્વામીજી મહારાજે ઈ.સ. 1981માં ભાઈઓના મંદિરમાં મૂર્તિઓની પ્રાણપ્રતિષ્ઠા કરી હતી. આ બંને પ્રસંગોને અનુક્રમે 55 અને 45 વર્ષ પૂર્ણ થતાં નવનિર્માણ અને મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો હતો.

ચાર ગજરાજો પર નીકળી ભવ્ય નગરયાત્રા

મહોત્સવના ભાગરૂપે ચાર નવગજા ગજરાજો પર શ્રી સ્વામિનારાયણબાપા અને સ્વામીબાપાની ભવ્ય નગરયાત્રા યોજાઈ હતી. ગજરાજોને સુંદર રીતે શણગારવામાં આવ્યા હતા. રંગબેરંગી ધ્વજ-પતાકાઓ અને ભક્તિપૂર્ણ સંગીત સાથે નીકળેલી નગરયાત્રાએ સૌનું ધ્યાન આકર્ષિત કર્યું હતું.

જયઘોષ અને ભજન-કીર્તનથી ગુંજ્યું ટ્રેન્ટ ગામ

નગરયાત્રા દરમિયાન ગામના માર્ગો, ચોક અને શેરીઓમાં હરિભક્તોની મોટી સંખ્યામાં ઉપસ્થિતિ જોવા મળી હતી. સ્વામિનારાયણબાપા અને સ્વામીબાપાના જયઘોષ, ભજન-કીર્તન તથા ઢોલ-નગારાના નાદથી સમગ્ર વાતાવરણ ભક્તિમય બની ગયું હતું. ભગવાનનાં દર્શન કરવા માટે માર્ગની બંને બાજુ મોટી સંખ્યામાં ભાવિકો ઉમટી પડ્યા હતા.

સ્કોટિશ પાઈપ બેન્ડે વિશ્વશાંતિના સૂરો રેલાવ્યા

આ ભવ્ય નગરયાત્રામાં લંડન અને ભારતના શ્રી મુક્તજીવન સ્વામીબાપા સ્કોટિશ પાઈપ બેન્ડે વિશ્વશાંતિના સૂરો રેલાવ્યા હતા. બેન્ડની પ્રસ્તુતિ નગરયાત્રાનું વિશેષ આકર્ષણ બની હતી. ભક્તિ અને સંગીતના સમન્વયે સમગ્ર કાર્યક્રમને વધુ યાદગાર બનાવ્યો હતો.

ભક્તિનગરથી શરૂ થઈ મહોત્સવના સભાસ્થળે પૂર્ણ થઈ નગરયાત્રા

નગરયાત્રાનો પ્રારંભ ભક્તિનગરથી થયો હતો. ત્યારબાદ યાત્રા બાઈઓના શ્રી સ્વામિનારાયણ મંદિર અને ભાઈઓના શ્રી સ્વામિનારાયણ મંદિર થઈ મહોત્સવના સભાસ્થળે પૂર્ણ થઈ હતી. આ પ્રસંગે શ્રી હરિકૃષ્ણ મહારાજ સાથે જ્ઞાનમહોદધિ આચાર્ય શ્રી જિતેન્દ્રિયપ્રિયદાસજી સ્વામીજી મહારાજનું યજમાનો દ્વારા ઉમળકાભેર સ્વાગત અને પૂજન-અર્ચન કરવામાં આવ્યું હતું.

દેશ-વિદેશના હરિભક્તોએ લીધો નગરયાત્રાનો લ્હાવો

ટ્રેન્ટ ગામમાં યોજાયેલી આ વિશ્વશાંતિ નગરયાત્રાએ ભારતીય સંસ્કૃતિ, ધાર્મિક પરંપરા અને સત્સંગના સંસ્કારોનો સંદેશ આપ્યો હતો. ભવ્ય શોભાયાત્રામાં દેશ-વિદેશથી આવેલા હરિભક્તોએ ઉત્સાહ અને ભક્તિભાવ સાથે ભાગ લીધો હતો. સમગ્ર કાર્યક્રમ ભક્તો માટે શ્રદ્ધા, આનંદ અને આધ્યાત્મિક ઉલ્લાસનો યાદગાર પ્રસંગ બની રહ્યો હતો.

આ પણ વાંચો : Hafeshwar Chhota Udepur: નાયબ મુખ્યમંત્રી હાફેશ્વર ગામે બોટમાં સવાર થયા, ત્રણ રાજ્યોના ત્રિવેણી સંગમની મુલાકાત લીધી