Congo Boat Accident: આફ્રિકી દેશ કાંગોમાં મોટી દુર્ઘટના, બે મોટરબોટ વચ્ચે થઈ ટક્કર, 30 લોકોના મોત


Congo Boat Accident
Congo Boat Accident: આફ્રિકી દેશ કાંગોમાં મોટી દુર્ઘટના, બે મોટરબોટ વચ્ચે થઈ ટક્કર, 30 લોકોના મોત


Congo Boat Accident
Congo Boat Accident: આફ્રિકન દેશ કાંગોમાં કાંગો નદીમાં બે મોટર બોટ વચ્ચે થયેલી ટક્કર બાદ મોટો અકસ્માત સર્જાયો છે. આ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 30 લોકોના મોત થયા હોવાનું સામે આવ્યું છે, જ્યારે અનેક લોકો હજુ લાપતા હોવાનું જાણવા મળી રહ્યું છે. અકસ્માતમાં મૃત્યુ પામેલા તમામ 30 લોકોના મૃતદેહો મળી આવ્યા છે અને તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા છે.
સમગ્ર ઘટના અંગે તપાસ શરૂ કરાઈ
અધિકારીઓના જણાવ્યા મુજબ, અકસ્માતનો ભોગ બનેલી બંને મોટરબોટ લાકડામાંથી બનાવવામાં આવેલી અને મોટરથી ચાલતી હતી. બંને મોટરબોટ અલગ-અલગ દિશામાં જઈ રહી હતી. એક મોટરબોટ દેશના ઉત્તર-પશ્ચિમ વિસ્તારમાં આવેલા ઉબાંગુઈથી રાજધાની કિંશાસા તરફ આવી રહી હતી. જ્યારે બીજી મોટરબોટ કિંશાસાથી લુકોલેલા તરફ જઈ રહી હતી.
નદીમાં બંને મોટરબોટ કયા સંજોગોમાં સામસામે અથડાઈ તે અંગે હજુ સુધી સ્પષ્ટ માહિતી સામે આવી નથી. પ્રાથમિક તપાસમાં પણ અકસ્માતનું ચોક્કસ કારણ જાણી શકાયું નથી. સત્તાવાળાઓ દ્વારા સમગ્ર ઘટનાની તપાસ કરવામાં આવી રહી છે.
અકસ્માતને કારણે વિસ્તારમાં ભારે ચિંતા ફેલાઈ
પ્રાંતીય આંતરિક મંત્રી ક્રિસ્પિન મ્પુતુએ જણાવ્યું કે આ દુર્ઘટના ઈક્વાતેઉરના નગોંબે-લુકોલેલા વિસ્તાર નજીક બની હતી. અકસ્માતની જાણ થતાં જ સ્થાનિક વહીવટીતંત્ર અને બચાવ ટીમો સક્રિય થઈ ગઈ હતી. હાલ કાંગો નદીમાં લાપતા લોકોની શોધખોળ માટે સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે.
બચાવ ટીમો નદીના વિવિધ વિસ્તારોમાં શોધ કરી રહી છે અને વધુમાં વધુ લોકોને બચાવવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. અધિકારીઓનું ધ્યાન ખાસ કરીને લાપતા મુસાફરોને શોધવા અને સંભવિત રીતે જીવિત બચેલા લોકોને સુરક્ષિત બહાર કાઢવા પર કેન્દ્રિત છે. અકસ્માતને કારણે વિસ્તારમાં ભારે ચિંતા ફેલાઈ છે. મૃતકોની સંખ્યા વધવાની આશંકા વચ્ચે બચાવ અને શોધખોળ કામગીરી હજુ પણ ચાલુ છે. બંને મોટરબોટની ટક્કરનું ચોક્કસ કારણ તપાસ પૂર્ણ થયા બાદ જ સ્પષ્ટ થશે.




