Vadodara News: સયાજીબાગમાં બનશે મગર નિરીક્ષણ પુલ, રૂપિયા 12.70 કરોડના ખર્ચે નવું પ્રવાસન આકર્ષણ બનશે


સયાજીબાગમાં બનશે મગર નિરીક્ષણ પુલ
Vadodara News: સયાજીબાગમાં બનશે મગર નિરીક્ષણ પુલ, રૂપિયા 12.70 કરોડના ખર્ચે નવું પ્રવાસન આકર્ષણ બનશે


સયાજીબાગમાં બનશે મગર નિરીક્ષણ પુલ
Vadodara News: વડોદરાના પ્રવાસીઓ માટે એક નવા આકર્ષણની તૈયારી કરવામાં આવી રહી છે. શહેરના ઐતિહાસિક સયાજીબાગમાં હવે પ્રવાસીઓને વિશ્વામિત્રી નદીના મગરો નિહાળવાની અનોખી તક મળી શકે છે. વડોદરા મહાનગરપાલિકા (VMC) દ્વારા અંદાજે રૂપિયા 12.70 કરોડના ખર્ચે મગર નિરીક્ષણ પુલ બનાવવાનો પ્રસ્તાવ તૈયાર કરવામાં આવ્યો છે. આ પ્રોજેક્ટ સાકાર થશે તો સયાજીબાગના પ્રવાસન આકર્ષણમાં વધુ એક મહત્વપૂર્ણ ઉમેરો થશે.
View post on Instagram
પ્રવાસીઓ નદીમાં વસવાટ કરતા મગરોને નિહાળી શકશે
મળતી વિગતો અનુસાર, આ ખાસ પુલની રચના એવી રીતે કરવામાં આવશે કે પ્રવાસીઓ સુરક્ષિત અંતરેથી વિશ્વામિત્રી નદીમાં વસવાટ કરતા મગરોને નિહાળી શકશે. આ માટે વિશેષ નિરીક્ષણ વ્યવસ્થા ઊભી કરવામાં આવશે, જેથી પ્રવાસીઓને વન્યજીવોને નજીકથી જોવાનો અનોખો અનુભવ મળી શકે. આ પ્રોજેક્ટ પાછળનો મુખ્ય હેતુ પ્રવાસીઓને મગરોના કુદરતી રહેઠાણનો પરિચય કરાવવાની સાથે વન્યજીવોની સુરક્ષા જાળવવાનો છે. મગરો અને મનુષ્યો વચ્ચે સુરક્ષિત અંતર જળવાઈ રહે તે બાબતને પણ પ્રોજેક્ટમાં પ્રાથમિકતા આપવામાં આવશે.
વડોદરામાં વાઇલ્ડલાઈફ ટુરિઝમને પ્રોત્સાહન મળશે
વડોદરા મહાનગરપાલિકા દ્વારા આ પ્રોજેક્ટ પાછળ અંદાજે રૂપિયા 12.70 કરોડનો ખર્ચ થવાનો અંદાજ વ્યક્ત કરવામાં આવ્યો છે. પ્રોજેક્ટનું બાંધકામ આગામી વર્ષની શરૂઆતમાં ચાલુ થવાની અપેક્ષા છે. જોકે, હાલ આ યોજના પ્રસ્તાવના તબક્કામાં છે અને તેની અમલવારી સંબંધિત પ્રક્રિયા આગળ વધવાની બાકી છે. ઉલ્લેખનીય છે કે સયાજીબાગ વડોદરાનું ઐતિહાસિક અને લોકપ્રિય પ્રવાસન સ્થળ છે. અહીં પ્રાણી સંગ્રહાલય, બગીચો અને અન્ય આકર્ષણો પ્રવાસીઓને આકર્ષે છે.
હવે મગર નિરીક્ષણ પુલ બનાવવાની યોજના પ્રવાસીઓ માટે નવો અનુભવ બની શકે છે. જો આ પ્રોજેક્ટને મંજૂરી મળી સમયસર પૂર્ણ કરવામાં આવશે તો વડોદરામાં વાઇલ્ડલાઈફ ટુરિઝમને પ્રોત્સાહન મળશે. સાથે જ સ્થાનિક અને બહારગામથી આવતા પ્રવાસીઓ માટે સયાજીબાગ વધુ આકર્ષક સ્થળ બની શકે છે.
આ પણ વાંચો: Amreli News: જાફરાબાદમાં સિંહનો આધેડ પર હુમલો, પશુપાલકોમાં ભારે ફફડાટ




