Surat News: રેલવે સ્ટેશન પર હત્યાથી મચી હતી ચકચાર, આરોપીની કરાઈ ધરપકડ

Surat News: રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર-4 પર મોબાઈલ ચોરીની શંકામાં એક વ્યક્તિએ પોતાના જ મિત્રની હત્યા કરી નાખતા ચકચાર મચી ગઈ છે.
Kunjan ShuklaUpdated on: 30 Oct 2026 04:02 PM IST
Surat News: રેલવે સ્ટેશન પર હત્યાથી મચી હતી ચકચાર, આરોપીની કરાઈ ધરપકડSurat News: રેલવે સ્ટેશન પર હત્યાથી મચી હતી ચકચાર, આરોપીની કરાઈ ધરપકડ

Surat News

Surat News: સુરત રેલવે સ્ટેશન પર હત્યાની એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર-4 પર મોબાઈલ ચોરીની શંકામાં એક વ્યક્તિએ પોતાના જ મિત્રની હત્યા કરી નાખતા ચકચાર મચી ગઈ છે. આ ઘટનામાં 47 વર્ષીય નીતિન ઠક્કરનું મોત થયું છે. રેલવે પોલીસે હત્યાના આરોપી આકાશ ઉર્ફે જાડિયાની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

મિત્ર આકાશ ઉર્ફે જાડિયા વચ્ચે બોલાચાલી થઈ હતી

મળતી માહિતી મુજબ, સુરત રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર-4 પરથી નીતિન ઠક્કરની ઈજાગ્રસ્ત હાલતમાં લાશ મળી આવી હતી. આ ઘટના અંગે જાણ થતાં રેલવે પોલીસની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને તપાસ શરૂ કરી હતી. પ્રાથમિક તપાસમાં નીતિન ઠક્કર પર હુમલો કરવામાં આવ્યો હોવાનું સામે આવ્યું હતું. પોલીસ તપાસ દરમિયાન ચોંકાવનારી વિગતો સામે આવી હતી. મોબાઈલ ચોરીની શંકાને લઈને નીતિન ઠક્કર અને તેના મિત્ર આકાશ ઉર્ફે જાડિયા વચ્ચે બોલાચાલી થઈ હતી. આ વિવાદે ઉગ્ર સ્વરૂપ ધારણ કરતાં આકાશે નીતિનના માથાના ભાગે બોથડ પદાર્થ વડે જોરદાર હુમલો કર્યો હતો. હુમલામાં ગંભીર ઈજાઓ થતા નીતિન ઠક્કરનું મોત નીપજ્યું હતું.

મોબાઈલ ચોરીની શંકા હત્યા સુધી પહોંચી

મિત્રતા જેવા સંબંધમાં મોબાઈલ ચોરીની શંકા હત્યા સુધી પહોંચી જતાં સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને રેલવે પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. ટેકનિકલ અને અન્ય તપાસના આધારે આકાશ ઉર્ફે જાડિયાની ઓળખ કરવામાં આવી હતી. આ મામલે રેલવે પોલીસે આરોપી આકાશ ઉર્ફે જાડિયાની ધરપકડ કરી છે અને તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. હત્યા પાછળના ચોક્કસ કારણો અને ઘટનાક્રમ અંગે પોલીસ દ્વારા વધુ તપાસ કરવામાં આવી રહી છે.

આ પણ વાંચો: Ahmedabad News: સાયબર ક્રાઈમ બ્રાન્ચની મોટી કાર્યવાહી, શેરબજારમાં રોકાણના નામે રૂપિયા 67.92 લાખની છેતરપિંડી આચરનારા 4 આરોપીઓને ઝડપ્યા

AUTHOR
K

Kunjan Shukla

Author details are not available.