Surat News: હોટ મિક્સિંગના પ્લાસ્ટિક વેસ્ટનો કાયમી નિકાલ કરાશે, પાલિકા મૂકશે 4 બેલિંગ મશીન

Surat News: સુરત શહેરમાં હોટ મિક્સિંગના પ્લાસ્ટિક વેસ્ટ કચરામાં વારંવાર આગ લાગવાની ઘટનાઓ અને કચરાના નિકાલની સમસ્યાને ધ્યાનમાં રાખીને સુરત મહાનગરપાલિકા દ્વારા મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે.
Kunjan ShuklaUpdated on: 30 Oct 2026 02:25 PM IST
Surat News: હોટ મિક્સિંગના પ્લાસ્ટિક વેસ્ટનો કાયમી નિકાલ કરાશે, પાલિકા મૂકશે 4 બેલિંગ મશીનSurat News: હોટ મિક્સિંગના પ્લાસ્ટિક વેસ્ટનો કાયમી નિકાલ કરાશે, પાલિકા મૂકશે 4 બેલિંગ મશીન

Surat News

Surat News: સુરત શહેરમાં હોટ મિક્સિંગના પ્લાસ્ટિક વેસ્ટ કચરામાં વારંવાર આગ લાગવાની ઘટનાઓ અને કચરાના નિકાલની સમસ્યાને ધ્યાનમાં રાખીને સુરત મહાનગરપાલિકા દ્વારા મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. હોટ મિક્સિંગના કચરાનો કાયમી નિકાલ થાય અને શહેરના અલગ-અલગ વિસ્તારોમાં કચરાના ઢગલા એકઠા ન થાય તે માટે પાલિકા દ્વારા નવી વ્યવસ્થા અમલમાં મૂકવામાં આવશે.

કચરાના યોગ્ય નિકાલ માટે ખાનગી કંપનીને સોંપવામાં આવશે

આ નવી વ્યવસ્થા અંતર્ગત હોટ મિક્સિંગના પ્લાસ્ટિક વેસ્ટ કચરાને એકત્રિત કરીને બેલિંગ મશીનની મદદથી દબાવીને બંડલ બનાવવામાં આવશે. ત્યારબાદ આ કચરો યોગ્ય નિકાલ માટે ખાનગી કંપનીને સોંપવામાં આવશે. આ માટે શહેરના અલગ-અલગ વિસ્તારોમાં, જ્યાં હોટ મિક્સિંગનો કચરો નાખવામાં આવે છે, ત્યાં બેલિંગ મશીનો કાર્યરત કરવામાં આવશે. પ્રથમ તબક્કામાં સુરત શહેરના વિવિધ વિસ્તારોમાં અંદાજે ચાર બેલિંગ મશીન સ્થાપિત કરવામાં આવશે. આ મશીનોની મદદથી દરરોજ આશરે 11 મેટ્રિક ટન હોટ મિક્સિંગનો પ્લાસ્ટિક વેસ્ટ એકત્રિત કરીને તેનું બેલિંગ કરવામાં આવશે. ત્યારબાદ આ કચરો ખાનગી કંપનીને સોંપવામાં આવશે. કચરાને સ્થળ પરથી ઉપાડવાથી લઈને તેનો યોગ્ય નિકાલ કરવાની સંપૂર્ણ જવાબદારી સંબંધિત ખાનગી કંપનીની રહેશે.

કચરાના પરિવહન પાછળ થતા ખર્ચ અને સમયની પણ બચત થશે

પાલિકા દ્વારા આગામી સમયમાં આ વ્યવસ્થાને વધુ વિસ્તૃત કરવાની પણ યોજના બનાવવામાં આવી છે. જરૂરિયાત અને કામગીરીના આધારે બેલિંગ મશીનોની સંખ્યા વધારીને 8થી 10 કરવામાં આવશે. આ વ્યવસ્થાથી એક તરફ હોટ મિક્સિંગના પ્લાસ્ટિક વેસ્ટના નિકાલની સમસ્યાનો ઉકેલ આવશે તો બીજી તરફ કચરાના પરિવહન પાછળ થતા ખર્ચ અને સમયની પણ બચત થશે. ખાસ કરીને કચરાના ઢગલામાં આગ લાગવાની ઘટનાઓને અટકાવવામાં મદદ મળશે તેવી આશા છે. હવે જોવાનું એ રહેશે કે સુરત મહાનગરપાલિકાની આ નવી વ્યવસ્થા કેટલી અસરકારક સાબિત થાય છે અને શહેરને હોટ મિક્સિંગના કચરાની સમસ્યામાંથી કેટલી રાહત મળે છે.

આ પણ વાંચો: PM Modi Khatla Baithak: મહિલાઓમાં દિવાળી જેવો ઉત્સાહ, પરંપરાગત ખાટલા પર બેસી ખેડૂતો-પશુપાલકો સાથે કરશે સંવાદ

AUTHOR
K

Kunjan Shukla

Author details are not available.