Himmatnagar News: વિરાટનગર બેરણા રોડની બિસ્માર હાલત, સ્થાનિકોમાં ભારે નારાજગી જોવા મળી

Himmatnagar News: હિંમતનગરના વિરાટનગર બેરણા રોડની બિસ્માર હાલતને લઈને સ્થાનિકોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે.
Kunjan ShuklaUpdated on: 30 Oct 2026 02:52 PM IST
Himmatnagar News: વિરાટનગર બેરણા રોડની બિસ્માર હાલત, સ્થાનિકોમાં ભારે નારાજગી જોવા મળીHimmatnagar News: વિરાટનગર બેરણા રોડની બિસ્માર હાલત, સ્થાનિકોમાં ભારે નારાજગી જોવા મળી

Himmatnagar News

Himmatnagar News: હિંમતનગરના વિરાટનગર બેરણા રોડની બિસ્માર હાલતને લઈને સ્થાનિકોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે. રસ્તા પર માત્ર ઠીગડા મારવાને બદલે સંપૂર્ણ નવો પાકો રોડ બનાવવાની સાથે પાણી અને ગટર લાઈનની યોગ્ય વ્યવસ્થા કરવાની માગ ઉઠી છે. ખાસ કરીને શાળાએ જતાં બાળકો અને વૃદ્ધોને અવરજવર કરવામાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.

રસ્તા પર ઠીગડાં મારવાને બદલે સંપૂર્ણ નવો અને પાકો રોડ બનાવવાની માગ

હિંમતનગરના વિરાટનગર બેરણા રોડની બિસ્માર હાલતને લઈને સ્થાનિક રહીશોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે. લાંબા સમયથી રસ્તાની સમસ્યાનો સામનો કરી રહેલા સ્થાનિકો હવે માત્ર રસ્તા પર ઠીગડાં મારવાને બદલે સંપૂર્ણ નવો અને પાકો રોડ બનાવવાની માગ કરી રહ્યા છે. રસ્તાની ખરાબ હાલતને કારણે શાળાએ જતાં નાના બાળકો, વિદ્યાર્થીઓ તેમજ વૃદ્ધોને અવરજવર કરવામાં ભારે મુશ્કેલી પડી રહી છે. જોકે રોડ બનાવવાની સાથે વિસ્તારમાં પાણી અને ગટર લાઈનની પણ યોગ્ય વ્યવસ્થા કરવામાં આવે.

નગરપાલિકાના ચીફ ઓફિસરે હકારાત્મક અભિગમ દાખવ્યો

ખાસ કરીને વરસાદી પાણીના નિકાલ માટે સ્ટ્રોમ વોટર લાઈન નાખવામાં આવે, જેથી ભવિષ્યમાં પાણી ભરાવાની સમસ્યા ઊભી ન થાય. ઉલ્લેખનીય છે કે અગાઉ આ રસ્તો જિલ્લા પંચાયત હસ્તક હતો, જેનો 22 સપ્ટેમ્બર 2026ના રોજ હિંમતનગર નગરપાલિકાને હસ્તાંતર કરવામાં આવ્યો હતો. સ્થાનિકોની રજૂઆત બાદ નગરપાલિકાના ચીફ ઓફિસરે હકારાત્મક અભિગમ દાખવ્યો છે. સામાન્ય સભામાં આ અંગે ઠરાવ પસાર કરીને યોગ્ય કાર્યવાહી કરવાની ખાતરી આપવામાં આવી છે. બીજી તરફ, આરએમબી પંચાયત દ્વારા અંદાજે 70 ટકા ડામરકામ પૂર્ણ કરવામાં આવ્યું છે, જ્યારે બાકીનું 30 ટકા કામ એકથી બે દિવસમાં પૂર્ણ કરવાની વાત કરવામાં આવી છે. દિવાળીના તહેવારો દરમિયાન ધૂળની સમસ્યાથી નાગરિકોને રાહત મળે તે માટે નગરપાલિકા દ્વારા રસ્તા પર નિયમિત પાણીનો છંટકાવ પણ કરવામાં આવી રહ્યો છે. જોકે સ્થાનિકોને માત્ર કામચલાઉ રાહત મળે છે કે પછી રોડ, ગટર અને વરસાદી પાણીના નિકાલની કાયમી સમસ્યાનો ઉકેલ આવે છે.

આ પણ વાંચો: Surat News: હોટ મિક્સિંગના પ્લાસ્ટિક વેસ્ટનો કાયમી નિકાલ કરાશે, પાલિકા મૂકશે 4 બેલિંગ મશીન

AUTHOR
K

Kunjan Shukla

Author details are not available.