Ahmedabad News: ચાંદખેડાના ચેરીસ કાફેમાં SMCની મેગા રેડ, નિકોટીનયુક્ત હુક્કા ઝડપાયા

Ahmedabad News: અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાં નિકોટીનયુક્ત તમાકુવાળા હુક્કા પીરસતા કાફે સામે સ્ટેટ મોનિટરિંગ સેલ (SMC) દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી છે.
Kunjan ShuklaUpdated on: 30 Oct 2026 02:39 PM IST
Ahmedabad News: ચાંદખેડાના ચેરીસ કાફેમાં SMCની મેગા રેડ, નિકોટીનયુક્ત હુક્કા ઝડપાયાAhmedabad News: ચાંદખેડાના ચેરીસ કાફેમાં SMCની મેગા રેડ, નિકોટીનયુક્ત હુક્કા ઝડપાયા

Ahmedabad News

Ahmedabad News: અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાં નિકોટીનયુક્ત તમાકુવાળા હુક્કા પીરસતા કાફે સામે સ્ટેટ મોનિટરિંગ સેલ (SMC) દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી છે. ઝુંડાલ ગરનાળા પાસે માધવ પાર્ટી પ્લોટની બાજુમાં આવેલા ચેરીસ કાફેમાં દરોડો પાડીને નિકોટીનયુક્ત હુક્કા સહિત કુલ રૂપિયા 62,100નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. આ કાર્યવાહીને પગલે હુક્કાબાર સંચાલકોમાં ફફડાટ ફેલાયો છે.

43 હુક્કાની પાઈપ અને 28 હુક્કા ચીલમ સહિતનો મુદ્દામાલ જપ્ત

મળતી માહિતી મુજબ, ચેરીસ કાફેમાં હર્બલ ફ્લેવરના નામે નિકોટીનયુક્ત તમાકુવાળા હુક્કા પીરસવામાં આવતા હોવાની બાતમી ગુજરાત પોલીસની સ્ટેટ મોનિટરિંગ સેલને મળી હતી. આ બાતમીના આધારે SMCની ટીમે કાફેમાં દરોડો પાડ્યો હતો. તપાસ દરમિયાન કાફેમાં હુક્કા પીરસવાની પ્રવૃત્તિ ચાલતી હોવાનું સામે આવ્યું હતું. દરોડા દરમિયાન કાફે સંચાલક સહિત કુલ પાંચ વ્યક્તિઓ હાજર મળી આવ્યા હતા. પોલીસે સ્થળ પરથી હુક્કા અને તેને લગતી વિવિધ સામગ્રી કબજે કરી હતી. જેમાં 10 હુક્કા, 43 હુક્કાની પાઈપ અને 28 હુક્કા ચીલમ સહિતનો મુદ્દામાલ સામેલ હોવાનું જાણવા મળ્યું છે. આ તમામ મુદ્દામાલની કુલ કિંમત રૂપિયા 62,100 આંકવામાં આવી છે.

પોલીસ દ્વારા આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી

ખાસ વાત એ છે કે હર્બલ ફ્લેવરના નામે ગ્રાહકોને હુક્કા પીરસવામાં આવતા હોવાની બાતમીના આધારે તપાસ કરવામાં આવી હતી, જેમાં નિકોટીનયુક્ત તમાકુનો ઉપયોગ થતો હોવાની વિગતો સામે આવી હતી. આ સમગ્ર મામલે SMC દ્વારા ચાંદખેડા પોલીસ સ્ટેશનમાં જાણવા જોગ નોંધ કરાવવામાં આવી છે. ત્યારબાદ સ્થાનિક પોલીસ દ્વારા આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. અમદાવાદમાં હુક્કાબારની આડમાં નિકોટીનયુક્ત તમાકુ પીરસવાની પ્રવૃત્તિ સામે આવેલી આ કાર્યવાહીથી અન્ય કાફે અને હુક્કાબાર સંચાલકોમાં પણ ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે.

આ પણ વાંચો: Surat News: હોટ મિક્સિંગના પ્લાસ્ટિક વેસ્ટનો કાયમી નિકાલ કરાશે, પાલિકા મૂકશે 4 બેલિંગ મશીન

AUTHOR
K

Kunjan Shukla

Author details are not available.