Surat News: શહેરની સિવિલ હોસ્પિટલમાં દર્દીઓની ભારે ભીડ, આરોગ્ય વિભાગના એક્શન પ્લાન પર સવાલ


Surat Civil Hospital
Surat News: શહેરની સિવિલ હોસ્પિટલમાં દર્દીઓની ભારે ભીડ, આરોગ્ય વિભાગના એક્શન પ્લાન પર સવાલ


Surat Civil Hospital
Surat News: સુરતમાં દિવસેને દિવસે રોગચાળો વકરી રહ્યો હોવાની સ્થિતિ વચ્ચે સિવિલ હોસ્પિટલમાં દર્દીઓની ભારે ભીડ જોવા મળી રહી છે. એક તરફ તહેવારોની સિઝન ચાલી રહી છે અને આગામી દિવસોમાં દિવાળીનો પર્વ પણ આવી રહ્યો છે, ત્યારે શહેરના આરોગ્ય વિભાગની તૈયારીઓને લઈને સવાલો ઊભા થઈ રહ્યા છે.
અસરકારક એક્શન પ્લાન તૈયાર હોવો જરૂરી
દિવાળી દરમિયાન મોટી સંખ્યામાં લોકો ખરીદી, ફરવા અને સામાજિક મેળાવડાઓમાં જોડાતા હોય છે. આવી સ્થિતિમાં જો રોગચાળાની અસર વધે અને લોકો બીમાર પડે તો તેમની દિવાળીની ઉજવણી પર પણ અસર પડી શકે છે. નાગરિકોના આરોગ્યની સુરક્ષા માટે તંત્ર દ્વારા અગાઉથી સાવચેતીના પગલાં અને અસરકારક એક્શન પ્લાન તૈયાર હોવો જરૂરી છે.
અધિકારી પાસેથી કોઈ સ્પષ્ટ જવાબ મળ્યો નહીં
જોકે, હાલની સ્થિતિમાં આરોગ્ય વિભાગ દ્વારા રોગચાળાને પહોંચી વળવા માટે કોઈ સ્પષ્ટ એક્શન પ્લાન તૈયાર કરવામાં આવ્યો હોય તેવું જણાતું નથી. આ અંગે Growth Now Newsની ટીમે આરોગ્ય અધિકારીનો સંપર્ક કરીને રોગચાળાની સ્થિતિ અને વિભાગની તૈયારીઓ અંગે સવાલો પૂછ્યા હતા. પરંતુ અધિકારી તરફથી રોગચાળા અને આરોગ્ય વિભાગના એક્શન પ્લાન અંગે કોઈ સ્પષ્ટ જવાબ મળ્યો નહોતો. એટલું જ નહીં, અધિકારીએ ઈન્ટરવ્યૂ આપવાનો પણ ઈનકાર કર્યો હતો. અધિકારીએ જણાવ્યું હતું કે, નાની બાબતોમાં તેઓ ઈન્ટરવ્યૂ આપતા નથી.
વિભાગની કામગીરી અને જવાબદારી અંગે વધુ સવાલો ઊભા થયા
આરોગ્ય વિભાગના અધિકારી તરફથી યોગ્ય જવાબ ન મળતાં વિભાગની કામગીરી અને જવાબદારી અંગે વધુ સવાલો ઊભા થયા છે. શહેરમાં દર્દીઓની વધતી ભીડ વચ્ચે તહેવારો પહેલાં આરોગ્ય વ્યવસ્થા કેટલી સજ્જ છે તે જાણવું નાગરિકો માટે પણ જરૂરી છે. હવે જોવાનું એ રહેશે કે દિવાળી પહેલાં આરોગ્ય વિભાગ રોગચાળાને નિયંત્રણમાં લેવા માટે કયા પગલાં ભરે છે અને નાગરિકોના આરોગ્યની સુરક્ષા માટે કોઈ અસરકારક એક્શન પ્લાન જાહેર કરે છે કે કેમ.





