Surat Cyber Fraud: સાયબર ક્રાઈમની મોટી કાર્યવાહી, સરકારી અધિકારી બની રૂપિયા 1.29 કરોડની ઠગાઈ કરનાર મુંબઈથી ઝડપાયો

Surat Cyber Fraud: સુરત શહેર સાયબર ક્રાઈમ પોલીસે સરકારી સાયબર ફોરેન્સિક અધિકારી તરીકે ઓળખ આપીને રોકાણકારો સાથે કરોડોની છેતરપિંડી કરનાર ઠગને મુંબઈથી ઝડપી પાડ્યો છે.
Kunjan Shukla
Priyank Vyas Fake Government OfficerPriyank Vyas Fake Government Officer

Priyank Vyas Fake Government Officer

Surat Cyber Fraud: સુરત શહેર સાયબર ક્રાઈમ પોલીસે સરકારી સાયબર ફોરેન્સિક અધિકારી તરીકે ઓળખ આપીને રોકાણકારો સાથે કરોડોની છેતરપિંડી કરનાર ઠગને મુંબઈથી ઝડપી પાડ્યો છે. આરોપી પ્રિયાંક વ્યાસે રાજચિહ્ન ધરાવતું બનાવટી આઈડી કાર્ડ અને સરકારી બોર્ડવાળી કારનો ઉપયોગ કરી લોકોમાં વિશ્વાસ ઊભો કર્યો હતો. ફોરેક્સ ટ્રેડિંગ, IP સર્વર અને ક્રિપ્ટોકરન્સીમાં મોટો નફો અપાવવાની લાલચ આપીને સુરતના પેટ્રોકેમિકલ વેપારી સાથે આશરે રૂપિયા 1.24 કરોડની છેતરપિંડી કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે.

ટ્રાન્ઝેક્શન સફળ થયાના બનાવટી સ્ક્રીનશોટ રોકાણકારોને મોકલતા

પોલીસ તપાસ મુજબ, નવેમ્બર 2025થી ઓક્ટોબર 2026 દરમિયાન 21 અલગ-અલગ હપ્તામાં કુલ રૂપિયા 1.29 કરોડ પડાવવામાં આવ્યા હતા. શરૂઆતમાં રૂપિયા 18 લાખનું રોકાણ કરાવ્યા બાદ સર્વર રિન્યુઅલ અને ગેસ ફીના નામે વારંવાર નાણાંની માગણી કરવામાં આવતી હતી. આરોપીઓ લેપટોપ પર કરોડો રૂપિયાનું બેલેન્સ દર્શાવી તથા ટ્રાન્ઝેક્શન સફળ થયાના બનાવટી સ્ક્રીનશોટ મોકલી રોકાણકારોનો વિશ્વાસ જીતતા હતા.

વિદેશી મોબાઈલ નંબરોનો ઉપયોગ કરતા

આ કાવતરામાં સુરતના CA રોહન કેલાવાલાની પણ મુખ્ય ભૂમિકા હોવાનું સામે આવ્યું છે. તેણે મુંબઈની હોટલમાં વેપારીની આરોપી સાથે મુલાકાત કરાવી હતી. જોકે, હાલ રોહન કેલાવાલા ફરાર હોવાનું જાણવા મળ્યું છે. આરોપીઓ વાતચીત માટે બોટિમ જેવી વિદેશી એપ્લિકેશન અને વિદેશી મોબાઈલ નંબરોનો ઉપયોગ કરતા હતા. પોલીસના જણાવ્યા અનુસાર, ઠગાઈથી મેળવેલા નાણાંમાંથી મુખ્ય આરોપીએ મુંબઈમાં આશરે રૂપિયા 1.50 કરોડની પ્રોપર્ટી અને BMW કાર ખરીદી હતી. સુરતમાંથી જ આ ટોળકીએ અન્ય વ્યક્તિઓ સાથે મળીને અંદાજે રૂપિયા 2 કરોડની વધુ છેતરપિંડી કરી હોવાની પણ શંકા છે. પોલીસે દરોડા દરમિયાન લેપટોપ, મોબાઈલ ફોન, ક્રિપ્ટો વોલેટ કાર્ડ, બનાવટી આઈડી અને બે લક્ઝરી કાર સહિતનો મુદ્દામાલ કબજે કર્યો છે. આ મામલે સુરત સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં BNS અને IT એક્ટની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

આ પણ વાંચો: Gandhinagar News: મીઠાઈ-ફરસાણની દુકાનો પર મનપાની તવાઈ, 41 પેઢીઓમાં કરાઈ તપાસ