Dang News: સાપુતારા ચેકપોસ્ટ પરથી લાખોનો વિદેશી દારૂ ઝડપાયો, બે આરોપી પકડાયા

Dang News: ડાંગ જિલ્લાના સાપુતારા ખાતે આંતરરાજ્ય બોર્ડર પર આવેલી પોલીસ ચેકપોસ્ટ પરથી વિદેશી દારૂની હેરાફેરીનો પર્દાફાશ થયો છે. પોલીસ દ્વારા હેલમેટની આડમાં દારૂની હેરાફેરી કરી રહેલા બે આરોપીઓને ઝડપ્યા.
Kunjan Shukla
Dang NewsDang News

Dang News

Dang News: ડાંગ જિલ્લાના સાપુતારા ખાતે આંતરરાજ્ય બોર્ડર પર આવેલી પોલીસ ચેકપોસ્ટ પરથી વિદેશી દારૂની હેરાફેરીનો પર્દાફાશ થયો છે. પોલીસ દ્વારા હેલમેટની આડમાં દારૂની હેરાફેરી કરી રહેલા બે આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે, જ્યારે એક આરોપીને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે. આ કાર્યવાહી દરમિયાન પોલીસે દારૂ અને વાહન સહિત કુલ રૂપિયા 7.37 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.

7,37,750નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો

મળતી માહિતી મુજબ, આરોપીઓએ પોલીસની નજરથી બચવા માટે ગાડીના પાછળના ભાગમાં આવેલા હેલમેટના બોક્સની આડમાં વિદેશી દારૂનો જથ્થો છુપાવ્યો હતો. હેલમેટના બોક્સનો ઉપયોગ કરીને દારૂની હેરાફેરી કરવામાં આવી રહી હતી. જોકે, સાપુતારા આંતરરાજ્ય બોર્ડર ચેકપોસ્ટ પર પોલીસની સતર્કતાના કારણે આ હેરાફેરીનો પર્દાફાશ થયો હતો. પોલીસે વાહનની તપાસ દરમિયાન હરિયાણા, રાજસ્થાન અને ચંદીગઢ બનાવટનો વિદેશી દારૂ તથા બિયરની બોટલો મળી કુલ રૂપિયા 3,85,750ની કિંમતનો જથ્થો કબજે કર્યો હતો. આ ઉપરાંત દારૂની હેરાફેરીમાં ઉપયોગમાં લેવાયેલી અંદાજે રૂપિયા 4 લાખની બોલેરો ગાડી સહિત અન્ય સામગ્રી પણ જપ્ત કરવામાં આવી હતી. આમ, સમગ્ર કાર્યવાહીમાં કુલ રૂપિયા 7,37,750નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે.

તસ્કરી માટે હેલમેટના બોક્સનો ઉપયોગ કરવામાં આવ્યો

આ કેસમાં પોલીસે હરિયાણાના રહેવાસી સચિન ખીરચી અને ધરમવીરની ધરપકડ કરી છે. જ્યારે આ હેરાફેરીમાં સંડોવાયેલા અન્ય એક આરોપીને વોન્ટેડ જાહેર કરી તેની શોધખોળ હાથ ધરવામાં આવી છે. સાપુતારા ચેકપોસ્ટ પરથી ઝડપાયેલી આ હેરાફેરીમાં દારૂની તસ્કરી માટે હેલમેટના બોક્સનો ઉપયોગ કરવામાં આવ્યો હોવાનું સામે આવતા પોલીસ પણ ચોંકી ઊઠી છે. હાલ સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

આ પણ વાંચો: Gandhinagar News: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે 8,169 વિદ્યા સહાયકોને નિમણૂક પત્રો એનાયત કરાયા