Surat Breaking: ભાઠેનામાં ગણપતિ દર્શને જતા યુવકોને કચરાના ડમ્પરે અડફેટે લીધા, એકનું મોત



Surat Breaking
Surat Breaking: ભાઠેનામાં ગણપતિ દર્શને જતા યુવકોને કચરાના ડમ્પરે અડફેટે લીધા, એકનું મોત



Surat Breaking
Surat Breaking: શહેરના ભાઠેના વિસ્તારમાં ગણપતિ દર્શને જઈ રહેલા બે યુવકોને મનપાના કચરાના ડમ્પરે અડફેટે લેતા ગંભીર અકસ્માત સર્જાયો છે. અકસ્માતમાં એક યુવકનું મોત નીપજ્યું હોવાનું સામે આવ્યું છે, જ્યારે અન્ય એક યુવક ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો છે.
બાઈક સવાર બે યુવકોને ડમ્પરે અડફેટે લીધા
મળતી માહિતી મુજબ, ભાઠેના વિસ્તારમાં બે યુવકો બાઈક પર સવાર થઈને ગણપતિ દર્શન માટે જઈ રહ્યા હતા. દરમિયાન મનપાના કચરાના ડમ્પરે તેમની બાઈકને અડફેટે લીધી હતી. ટક્કર એટલી ગંભીર હતી કે બંને યુવકો રસ્તા પર પટકાયા હતા.
એક યુવકનું મોત, એક ગંભીર
અકસ્મત બાદ બંને યુવકોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જોકે, અકસ્માતમાં એક યુવકનું મોત નીપજ્યું હતું, જ્યારે અન્ય યુવકની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે.
પોલીસે તપાસ શરૂ કરી
ઘટનાની જાણ થતાં પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો. પોલીસે અકસ્માત અંગે તપાસ શરૂ કરી છે. ડમ્પર ચાલકની ભૂમિકા તેમજ અકસ્માત કયા સંજોગોમાં સર્જાયો તે અંગે તપાસ હાથ ધરવામાં આવી રહી છે. અકસ્માતને પગલે વિસ્તારમાં પણ ચકચાર મચી ગઈ છે.
આ પણ વાંચો : Surat: BRTS બસમાં અચાનક આગ, ભટાર નવજીવન સર્કલ પાસે અફરાતફરી
https://growthnownews.com/news/gujarat/surat/surat-brts-bus-fire-bhatar-navjivan-circle




