Get News Alerts

Never miss breaking news updates.

Surat : અલથાણમાં બાંધકામ સાઈટ પરથી પટકાતા 16 વર્ષીય શ્રમિકનું મોત

Surat : શહેરના અલથાણ-વેસુ વિસ્તારમાં આવેલી બાંધકામ સાઈટ પરથી પટકાતા 16 વર્ષીય સગીર શ્રમિકનું કરુણ મોત નીપજ્યું છે. આ ઘટનાને પગલે બાંધકામ સાઈટ પર શ્રમિકોની સુરક્ષાને લઈને ગંભીર સવાલો ઉઠ્યા.
Kunjan ShuklaUpdated on: 22 Sep 2026 11:53 AM IST
Surat : અલથાણમાં બાંધકામ સાઈટ પરથી પટકાતા 16 વર્ષીય શ્રમિકનું મોતSurat : અલથાણમાં બાંધકામ સાઈટ પરથી પટકાતા 16 વર્ષીય શ્રમિકનું મોત

Surat

Surat : શહેરના અલથાણ-વેસુ વિસ્તારમાં આવેલી બાંધકામ સાઈટ પરથી પટકાતા 16 વર્ષીય સગીર શ્રમિકનું કરુણ મોત નીપજ્યું છે. આ ઘટનાને પગલે બાંધકામ સાઈટ પર શ્રમિકોની સુરક્ષાને લઈને ગંભીર સવાલો ઉઠ્યા છે. મૃતકના પરિવારજનોએ બિલ્ડર અને કોન્ટ્રાક્ટર સામે ગંભીર આક્ષેપો કરી કાર્યવાહી કરવાની માગ કરી છે.

'અવધ મેનોરકો' કન્સ્ટ્રક્શન સાઈટ પર આ દુર્ઘટના બની

મળતી માહિતી મુજબ, અલથાણ વિસ્તારમાં આવેલી 'અવધ મેનોરકો' કન્સ્ટ્રક્શન સાઈટ પર આ દુર્ઘટના બની હતી. રાજસ્થાનના બાંસવાડા જિલ્લાના નાડા ગામનો વતની 16 વર્ષીય નરેશભાઈ કલાસવા બાંધકામ સાઈટ પર કામ કરતો હતો. આ દરમિયાન સાતમા માળેથી નીચે પટકાતા તેને ગંભીર ઈજાઓ પહોંચી હતી. ત્યારબાદ તેને સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો, પરંતુ તેનું મોત નીપજ્યું હતું.

પરિવારજનો સહિત સંબંધિત લોકોમાં શોકની લાગણી ફેલાઈ

ઘટનાની જાણ થતાં પરિવારજનો સહિત સંબંધિત લોકોમાં શોકની લાગણી ફેલાઈ ગઈ હતી. મૃતકના પરિવારજનોએ આક્ષેપ કર્યો છે કે બાંધકામ સાઈટ પર સગીર પાસે જોખમી કામ કરાવવામાં આવતું હતું અને તેની સુરક્ષા માટે જરૂરી સાધનો પણ ઉપલબ્ધ કરાવવામાં આવ્યા નહોતા. સુરક્ષા સાધનોના અભાવે આ દુર્ઘટના બની હોવાનો પરિવારજનોએ આક્ષેપ કર્યો છે. પરિવારજનોએ બિલ્ડર અને કોન્ટ્રાક્ટર સામે કાયદેસરની કાર્યવાહી કરવાની માગ કરી છે. સાથે જ મૃતકના પરિવારને યોગ્ય આર્થિક વળતર ચૂકવવામાં આવે તેવી પણ રજૂઆત કરવામાં આવી છે.

આ સમગ્ર ઘટનાને પગલે બાંધકામ સાઈટ પર સુરક્ષા વ્યવસ્થા, શ્રમિકોની સલામતી અને સગીર શ્રમિક પાસેથી કામ લેવામાં આવ્યું હતું કે નહીં તે મુદ્દે તપાસ જરૂરી બની છે. જવાબદાર વ્યક્તિઓ સામે નિયમ મુજબ કાર્યવાહી કરવામાં આવે તેવી પરિવારજનોએ માગ કરી છે. હાલ સમગ્ર મામલે સંબંધિત તંત્ર દ્વારા તપાસ હાથ ધરવામાં આવે છે કે કેમ અને તપાસમાં શું હકીકતો સામે આવે છે તેના પર સૌની નજર છે. ઘટનાને પગલે મૃતકના પરિવાર પર આભ તૂટી પડ્યું છે.

આ પણ વાંચો : Surat : વેસુમાં Blinkit ફરી આવ્યું વિવાદમાં, વાસી બ્રેડ આપ્યાની ફરિયાદ

AUTHOR
K

Kunjan Shukla

Author details are not available.