Surat Sachin Railway Station ની સીડી પર યુવક ગંભીર હાલતમાં મળી આવ્યો, હત્યાની આશંકાએ હુમલો થયો હોવાનું પોલીસને અનુમાન



Surat Sachin Railway Station
Surat Sachin Railway Station ની સીડી પર યુવક ગંભીર હાલતમાં મળી આવ્યો, હત્યાની આશંકાએ હુમલો થયો હોવાનું પોલીસને અનુમાન



Surat Sachin Railway Station
Surat Sachin Railway Station : પ્રાથમિક માહિતી મુજબ યુવકનું નામ પ્રતાપ હોવાનું જાણવા મળ્યું છે. અજાણ્યા ઈસમે હુમલો કર્યો હોવાની આશંકા વચ્ચે સમગ્ર મામલે રેલવે પોલીસે તપાસ શરૂ કરી છે. મળતી માહિતી પ્રમાણે, સચિન રેલવે સ્ટેશનની સીડી પર પ્રતાપ નામનો યુવક ઈજાગ્રસ્ત હાલતમાં જોવા મળ્યો હતો.
તેની હાલત ગંભીર જણાતા તેને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. યુવકને કઈ રીતે અને શા માટે ઈજા થઈ તે અંગે હાલ પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે.ચર્ચા મુજબ યુવક પર કોઈ અજાણ્યા ઈસમે હુમલો કર્યો હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. જોકે હુમલાનું ચોક્કસ કારણ અને ઘટનાની સમગ્ર હકીકત પોલીસ તપાસ પૂર્ણ થયા બાદ જ સ્પષ્ટ થઈ શકશે.
પોલીસે સીસીટીવીના આધારે તપાસ કરી શરૂ
ઘટનામાં વધુ એક ચોંકાવનારી બાબત એ છે કે ઈજાગ્રસ્ત યુવક કપડાં વગરની હાલતમાં મળી આવ્યો હતો. જેના કારણે ઘટનાને લઈને અનેક સવાલો ઉભા થયા છે. યુવક સાથે ખરેખર શું બન્યું હતું અને ઘટના પહેલા તે ક્યાં હતો તે અંગે પણ પોલીસ માહિતી એકત્ર કરી રહી છે. આ બનાવને પગલે સચિન રેલવે સ્ટેશનની સુરક્ષા વ્યવસ્થાને લઈને પણ સવાલો ઉઠી રહ્યા છે. ખાસ કરીને રાત્રિના સમયે RPF અને GRPની હાજરી હોવા છતાં સ્ટેશન પર આ પ્રકારની ગંભીર ઘટના બનતા સુરક્ષા વ્યવસ્થા અંગે ચર્ચા શરૂ થઈ છે. રેલવે પોલીસ દ્વારા ઘટનાસ્થળની તપાસ કરવામાં આવી રહી છે.
હત્યા કરવાને લઈ હુમલો કરવામાં આવ્યો !
સાથે જ સ્ટેશન પર લગાવવામાં આવેલા CCTV કેમેરાના ફૂટેજ પણ તપાસવામાં આવી શકે છે, જેથી યુવક સાથે બનેલી ઘટનાની કડી મેળવવામાં મદદ મળી શકે. પોલીસ હુમલાખોરની ઓળખ અને તેને ઝડપી પાડવા માટે જરૂરી તજવીજ હાથ ધરી રહી છે. હાલમાં પોલીસ માટે સૌથી મહત્વનું કામ યુવક પ્રતાપ સાથે ચોક્કસ શું બન્યું હતું તેની હકીકત બહાર લાવવાનું છે. હુમલો થયો હતો કે અન્ય કોઈ કારણસર યુવક ઈજાગ્રસ્ત થયો હતો તે તપાસનો વિષય છે.
ઘટનાને પગલે સચિન રેલવે સ્ટેશન પર મુસાફરોની સુરક્ષા અંગે પણ ચર્ચા તેજ બની છે. રાત્રિના સમયે સ્ટેશન પર સુરક્ષા વ્યવસ્થા વધુ મજબૂત કરવામાં આવે તેવી માંગ ઉઠી શકે છે. હાલ સમગ્ર મામલે રેલવે પોલીસ દ્વારા તપાસ ચાલી રહી છે અને હુમલાખોરની શોધખોળ માટે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. પોલીસ તપાસ બાદ જ ઘટનાની સાચી હકીકત સામે આવશે.

Vivek Shah
વિવેક શાહ મિડીયા ક્ષેત્રે બહોળો અનુભવ ધરાવે છે, TV9 Gujaratiમાં તેમણે રીપોર્ટર અને પ્રોડયુસર તરીકે પણ 7 વર્ષ કરતા વધુ સમય કામ કર્યુ છે, સાથે સાથે ABP Asmitaમાં 2 વર્ષ જેટલો સમય Associate Producer તરીકે કામ કર્યુ છે અને Sandesh NEWS Digitalમાં છેલ્લા 2 વર્ષ Senior Sub Editor તરીકે કામ કર્યુ છે. ગુજરાત ફર્સ્ટમાં Assistant Ediotor તરીકે તેમણે 3 મહિના કામ કર્યુ અને હાલમાં તેઓ Growthnow NEWS માં Senior Assignment Editor તરીકે ડિજિટલ વિભાગમાં કામ કરી રહ્યાં છે.



