Get News Alerts

Never miss breaking news updates.

Surat : ડોકટર હર્ષ પંડ્યા આપઘાત મામલો, ખટોદરા પોલીસે વધુ એક ડોક્ટરની કરી ધરપકડ

Surat : સુરત સિવિલ હોસ્પિટલના ડૉક્ટર હર્ષ પંડ્યાના આપઘાત કેસમાં ખટોદરા પોલીસને વધુ એક સફળતા મળી છે. પોલીસે આ કેસમાં આરોપી ડૉ. અનુજ વસંતકુમાર માહેશ્વરીની ધરપકડ કરી છે.
Kunjan ShuklaUpdated on: 13 Oct 2026 02:50 PM IST
Surat : ડોકટર હર્ષ પંડ્યા આપઘાત મામલો, ખટોદરા પોલીસે વધુ એક ડોક્ટરની કરી ધરપકડSurat : ડોકટર હર્ષ પંડ્યા આપઘાત મામલો, ખટોદરા પોલીસે વધુ એક ડોક્ટરની કરી ધરપકડ

Surat

Surat : સુરત સિવિલ હોસ્પિટલના ડૉક્ટર હર્ષ પંડ્યાના આપઘાત કેસમાં ખટોદરા પોલીસને વધુ એક સફળતા મળી છે. પોલીસે આ કેસમાં આરોપી ડૉ. અનુજ વસંતકુમાર માહેશ્વરીની ધરપકડ કરી છે. મૂળ ઉત્તર પ્રદેશના કાનપુરના રહેવાસી ડૉ. અનુજની ધરપકડ સાથે કેસમાં અત્યાર સુધીમાં ત્રણ ડૉક્ટરો પોલીસના હાથે ઝડપાયા છે. જોકે, અન્ય એક આરોપી ડૉ. નિરાલી વસાવે હજુ ફરાર હોવાનું જાણવા મળ્યું છે.

આ કેસમાં આરોપીઓ છેલ્લા બે મહિનાથી ફરાર હતા

મળતી માહિતી અનુસાર, સુરત સિવિલ હોસ્પિટલમાં ફરજ બજાવતા ડૉ. હર્ષ પંડ્યાએ રેગિંગથી કંટાળીને આપઘાત કર્યો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો. આ મામલે ખટોદરા પોલીસ મથકમાં એટ્રોસિટી એક્ટ સહિતની જોગવાઈઓ હેઠળ દુષ્પ્રેરણાની ફરિયાદ નોંધવામાં આવી હતી.

આ ફરિયાદમાં ડૉ. અનુજ માહેશ્વરી, ડૉ. હિના ભૂત, ડૉ. દીક્ષિતા ઘેવરિયા અને ડૉ. નિરાલી વસાવે સામે ગુનો નોંધાયો હતો. ચારેય ડૉક્ટરો દ્વારા હર્ષ પંડ્યાને કથિત રીતે હેરાન કરવામાં આવતા તેમણે અંતિમ પગલું ભર્યું હોવાનો આક્ષેપ છે. જોકે, આ આરોપો અંગે કાયદાકીય પ્રક્રિયા અને તપાસ ચાલુ છે. પોલીસના જણાવ્યા અનુસાર, આ કેસમાં આરોપીઓ છેલ્લા બે મહિનાથી ફરાર હતા. બે દિવસ અગાઉ ખટોદરા પોલીસે કાર્યવાહી કરીને ડૉ. દીક્ષિતા ઘેવરિયા અને ડૉ. હિના ભૂતની ધરપકડ કરી હતી. ત્યારબાદ અન્ય આરોપીઓની શોધખોળ તેજ કરવામાં આવી હતી.

રેસિડન્ટ ડૉક્ટરોની સુરક્ષા અંગે ગંભીર સવાલો ઊભા કર્યા

હવે પોલીસે ડૉ. અનુજ વસંતકુમાર માહેશ્વરીને પણ ઝડપી પાડ્યા છે. જ્યારે ચોથા આરોપી ડૉ. નિરાલી વસાવેને પકડવા માટે પોલીસ દ્વારા શોધખોળ હાથ ધરવામાં આવી રહી છે. ડૉ. હર્ષ પંડ્યાના આપઘાતના આ કેસે તબીબી જગતમાં રેગિંગ અને રેસિડન્ટ ડૉક્ટરોની સુરક્ષા અંગે ગંભીર સવાલો ઊભા કર્યા છે. હવે પોલીસની આગળની તપાસમાં હેરાનગતિના આક્ષેપો, ઘટનાક્રમ અને અન્ય પુરાવાઓ અંગે વધુ વિગતો સામે આવે તેવી શક્યતા છે.

આ પણ વાંચો : Sabarkantha : ઈડરના લક્ષ્મણગઢના યુવકે લોકઅપમાં આપઘાત કર્યો, પોલીસે ઘટનાને લઈ તપાસ હાથ ધરી

AUTHOR
K

Kunjan Shukla

Author details are not available.