
Surat : સુરત સિવિલ હોસ્પિટલના ડૉક્ટર હર્ષ પંડ્યાના આપઘાત કેસમાં ખટોદરા પોલીસને વધુ એક સફળતા મળી છે. પોલીસે આ કેસમાં આરોપી ડૉ. અનુજ વસંતકુમાર માહેશ્વરીની ધરપકડ કરી છે.

Surat જિલ્લાના કડોદરામાં પરિણીત મહિલાના આપઘાતના બનાવથી ચકચાર મચી છે. ભાજપ મહિલા આગેવાનની પુત્રવધૂ નિધિએ જીવન ટૂંકાવ્યું હોવાની ઘટના સામે આવી છે.

રાજકોટ જિલ્લાના જેતપુર-બગસરા રોડ પર આવેલા રણુંજા મંદિરના મહંત કરશનદાસ બાપુનો મૃતદેહ મંદિર સામે આવેલી વાડીના કૂવામાંથી મળતા સમગ્ર પંથકમાં શોકનો માહોલ છવાઈ ગયો છે. પ્રાથમિક તપાસમાં લાંબા સમયથી બીમારીથી પીડાતા મહંતે આપઘાત કર્યો હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી વધુ તપાસ શરૂ કરી છે.

રાજકોટ જિલ્લાના હોડથલી ગામમાં એક વ્યક્તિએ આપઘાત કરી લેતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે. મૃતક હરિભાઈ જાદવે આપઘાત પહેલાં લખેલી સુસાઈડ નોટમાં કેટલાક લોકો સામે ગંભીર આક્ષેપો કર્યા હોવાનું સામે આવ્યું છે. ઘટનાની જાણ થતાં પોલીસ હરકતમાં આવી છે અને સમગ્ર મામલે તપાસ શરૂ કરવામાં આવી છે.