Hatkeshwar Mahadev Temple : વડનગરના હાટકેશ્વર મહાદેવ મંદિરને ‘ગુજરાતની કાશી’ તરીકે વિકસાવવાની હિમાયત

Hatkeshwar Mahadev Temple : શંકરાચાર્ય સ્વામીજીએ જણાવ્યું હતું કે, જેમ વારાણસીમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજીના માર્ગદર્શન હેઠળ કાશી વિશ્વનાથ મંદિર કોરિડોરનો ભવ્ય વિકાસ કરવામાં આવી રહ્યો છે.
Vivek Shah
Vivek Shah
Hatkeshwar Mahadev Temple વડનગરને ધાર્મિક પ્રવાસનનું કેન્દ્ર બનાવવાની દિશામાં પ્રયાસોHatkeshwar Mahadev Temple વડનગરને ધાર્મિક પ્રવાસનનું કેન્દ્ર બનાવવાની દિશામાં પ્રયાસો

Hatkeshwar Mahadev Temple વડનગરને ધાર્મિક પ્રવાસનનું કેન્દ્ર બનાવવાની દિશામાં પ્રયાસો

Hatkeshwar Mahadev Temple : વડનગરના ઐતિહાસિક હાટકેશ્વર મહાદેવ મંદિરને ‘ગુજરાતની કાશી’ અથવા ‘ગુજરાતના વારાણસી’ તરીકે વિકસાવવાની દિશામાં કાર્ય થવું જોઈએ તેવી હિમાયત શ્રીકાંચી કામકોટિ પીઠાધિપતિ જગદગુરુ પૂજ્યશ્રી શંકર વિજયેન્દ્ર સરસ્વતી શંકરાચાર્ય સ્વામીજીએ કરી છે.

તેમણે મંદિરના વિકાસ, જીર્ણોદ્ધાર અને ધાર્મિક પ્રવૃત્તિઓને વેગ આપીને આ પવિત્ર સ્થળને વિશેષ ધાર્મિક કેન્દ્ર તરીકે વિકસાવવાની ભાવના વ્યક્ત કરી હતી. તેવી જ રીતે વડનગર સ્થિત હાટકેશ્વર મહાદેવ મંદિરને પણ ‘ગુજરાતની કાશી’ તરીકે વિકસાવવાની દિશામાં પ્રયાસો થવા જોઈએ.

જીર્ણોદ્ધાર અને ધાર્મિક પ્રવૃત્તિઓ વધારવા ભાર

તેમના જણાવ્યા અનુસાર, હાટકેશ્વર મહાદેવ મંદિર ગુજરાતના લોકો માટે વિશેષ ધાર્મિક મહત્ત્વ ધરાવે છે. આ પવિત્ર સ્થળને વધુ સુસમૃદ્ધ બનાવવા માટે ધાર્મિક સંસ્થાઓએ વિવિધ પ્રવૃત્તિઓ શરૂ કરવી જોઈએ, જેથી અહીં ધાર્મિક ઊર્જા અને આધ્યાત્મિક વાતાવરણમાં વધારો થાય. સ્વામીજીએ વધુમાં જણાવ્યું હતું કે, હાટકેશ્વર મહાદેવ મંદિર અને સમગ્ર હાટકેશ્વર ક્ષેત્રના વિકાસ માટે વિશેષ યોજના તૈયાર કરવાની જરૂર છે.

આ અંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ વડનગર વિશ્વ શાંતિ યજ્ઞમાં પધાર્યા હતા ત્યારે તેમની સાથે સંવાદ પણ કરવામાં આવ્યો હતો. હાટકેશ્વર મંદિરના વિકાસ માટે જનતા, રાજ્ય સરકાર, કેન્દ્ર સરકાર અને ભક્તજનો સૌએ સાથે મળીને કાર્ય કરવું જોઈએ તેવી ભાવના સ્વામીજીએ વ્યક્ત કરી હતી.

હાટકેશ્વર મહાદેવને ‘ગુજરાતની કાશી’ બનાવવાની હિમાયત

મંદિરના વિસ્તારનો વિકાસ, જીર્ણોદ્ધાર, ધાર્મિક કાર્યક્રમો અને વિવિધ આધ્યાત્મિક પ્રવૃત્તિઓ દ્વારા આ ક્ષેત્રને વધુ સુવિધાસભર અને સમૃદ્ધ બનાવવાની દિશામાં પ્રયાસો થવા જોઈએ. વડનગરના હાટકેશ્વર મહાદેવ મંદિરને ‘ગુજરાતની કાશી’ તરીકે વિકસાવવાની આ વિચારધારા માત્ર મંદિરના ભૌતિક વિકાસ પૂરતી મર્યાદિત નથી, પરંતુ ધાર્મિક પરંપરા, સંસ્કૃતિ અને આધ્યાત્મિક વારસાને વધુ મજબૂત બનાવવાની દિશામાં પણ મહત્વપૂર્ણ બની શકે છે. શંકરાચાર્ય સ્વામીજીની આ હિમાયત બાદ વડનગરના હાટકેશ્વર મહાદેવ મંદિરના વિકાસ અને તેને વિશેષ ધાર્મિક કેન્દ્ર તરીકે સ્થાપિત કરવાની ચર્ચાને વધુ વેગ મળવાની શક્યતા છે.

આ પણ વાંચો : Shamlaji Murder : ગાળો બોલવા જેવી બાબતે પિતરાઈ ભાઈએ યુવકને માર્યો માર, સારવાર દરમિયાન મોત થતા પોલીસે હત્યાનો ગુનો નોંધ્યો